કેરીની ગોટલીનો ઈન્સ્ટન્ટ મુખવાસ – ગોટલા સુકવવા ની ઝંઝટ વગર તૈયાર

આજે આપણે જોઈશું કેરી ની ગોટલી નો ઇન્સ્ટન્ટ મુખવાસ.એ પણ ગોટલા સુકવવાની ઝંઝટ વગર.કેરી એક એવું ફળ છે કે તેમાંથી કઈક નું કઈક બનાવતા જ હોઈએ છે.આ તમે ઘરે બનાવી શકો છો.અને ઉનાળા માં કેરી વધારે પ્રમાણ માં મળતી હોય છે.અને આ ગોટલી ને તડકે સૂકવવા ની જરૂર નથી.આવો મુખવાસ તમે લાઈફ માં ક્યારેય નઈ ખાધો હોય.અને આ મુખવાસ ખાવા થી ઘણા બધા ફાયદા થાય છે.તો એકવાર ઘરે જરૂર થી ટ્રાય કરજો.તો ચાલો જોઈ લઈએ તેની રેસીપી.

સામગ્રી

  • મરી પાવડર
  • કેરી ના ગોટલા
  • સંચળ
  • ઘી
  • મીઠું

રીત

1- અહીંયા આપણે રસ કાડ્યા પછી જે કેરી ના ગોટલાં નીકળે છે તેને પણ તેમાંથી ધોઈ ને તેનો પણ ઉપયોગ કરી ને છેલ્લે ગોટલા વધ્યા છે તે લીધા છે. તો તેને આપણે સુકવાનાં નથી. હવે એક કૂકર માં ગોટલા નાખી અને પાણી એડ કરી ને બાફી લેવાના છે.

2- અહીંયા આપણે પાણી બે કપ એડ કર્યું છે.હવે તેમાં એક ચમચી મીઠું એડ કરીશું. હવે આપણે ધીમા ગેસ પર ત્રણ સિટી કરી લઈશું.હવે કૂકર ઠંડુ થઈ ગયું છે.હવે તમે વીડિયોમાં જોઈ શકો છો કે આપણે ગોટલા સરસ બફાઈ ગયા છે. તો આપણે આ ગોટલા ને ચાયણી માં કાઢી લઈશું.

3-હવે તેને ઠંડા થવા દઈશું. ઉપર થી આપણે ઠંડુ પાણી કે એવું કંઈ રેડવાનું નથી.તેને નેચરલી ઠંડા થવા દઈશું. કારણકે કેરી ની અંદર જે ગોટલી હોય છે તે બફાવાનું ચાલુ છે.એટલે આ ગોટલા ને આપણે ઠંડા થવા દઈશું. હવે તમે વીડિયોમાં જોઈ શકો છો કે આપણા ગોટલા ઠંડા થઇ ગયા છે.

4- હવે તેને ફોડી લઈશું.તેને એક પરાય લઈ ને મારીશું.જેથી તે ભાંગી જાય. ત્યારબાદ તેમાંથી ગોટલી કાઢી લઈશું. હવે તમે વીડિયોમાં જોઈ શકો છો કે આપણી આખી ગોટલી બહાર આવી છે. આજ રીતે આપણે બધા ગોટલા ફોડી લઈશું.

5- હવે ગોટલી પર જે બ્રાઉન કલર નું લેયર હોય તેને પણ કાઢી લઈશું. હવે બધી જ ગોટલી ને છોલી ને તૈયાર કરી લીધી છે. તેના તમે પીસીસ કરી શકો છો. અહીંયા આપણે તેનું છીણ કરીશું. હવે તેને છીણી લઈશું.જો તમને કટ કરી ને ભાવતી હોય તો તે રીતે પણ કરી શકો છો.

6- હવે તમે વીડિયોમાં જોઈ શકો છો કે એકદમ સરસ તેનું છીણ થઈ ગયું છે. તેનું એકદમ સરખું છીણ પડી ગયું છે. હવે તેને એક રાત ખુલ્લું રહેવા દઈશું. જેથી તેનું પાણી સુકાઈ જાય.આને તડકે સૂકવવા ની જરૂર નથી. એક રાત રહેવા દીધા પછી તે ગોટલી મુખવાસ બનાવવા માટે રેડી છે.

7- હવે મુખવાસ બનાવવા માટે એક પેન માં નાની ચમચી ઘી લઈશું. હવે તેની અંદર અડધી નાની ચમચી સંચળ પાવડર નાખીશું.હવે તેની અંદર જે ગોટલી હતી તે એડ કરીશું.હવે તેને ધીમા તાપે પાચ મિનિટ જેટલું શેકવાની છે.જેથી કરી ને તે થોડી સુકાઈ જાય અને કડક થઇ જાય.

8- હવે આ ગોટલી શેકાય ગઈ છે. અને કડક પણ થઈ ગઈ છે.આને વધારે કડક કરવાની જરૂર નથી.ઠંડી થશે ત્યારે તેની જાતે કડક થઈ જશે.હવે તેમાં અડધી ચમચી મરી પાવડર એડ કરીશું. કારણકે મરી અને સંચળ બન્ને વસ્તુ ખૂબ ઉપયોગી છે.અને લાભદાયી છે પાચન શકતી વધારવા માટે ઉપયોગી છે.તમને જરૂર લાગે તો વધારે સંચળ ઉમેરી શકો છો.
9- હવે તેને ઠંડુ થવા દઈશું. તો છેને એકદમ સહેલી રીત.તો કેરી ના ગોટલા વધે તો તેને ફેંકી ના દેવા.જેમને વિટામિન B-૧૨ ની ઉણપ હોય તેમના માટે આ બેસ્ટ ઓપ્શન છે.તો તમે આ સીઝન માં ચોક્ક્સ થી ટ્રાય કરજો.

વિડિઓ રેસિપી:


રસોઈની રાણી : કરિશ્મા પંડ્યા

Youtube Link :ચેનલ સાથે જોડાવવા અહીંયા ક્લિક કરો.

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

રસોઈની રાણી : કોમલ ભટ્ટ

Youtube Link :ચેનલ સાથે જોડાવવા અહીંયા ક્લિક કરો.

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *