લીલાં વટાણાની કચોરી – તુવેરદાણાની કચોરી તો તમે બનાવીને ખાધી જ હશે હવે બનાવો આ વટાણાની કચોરી…

લિલવાની કચોરી તો બધા બનાવીએ છે આજે આપણે બનાવીશું વટાણાની કચોરી..

શિયાળો દરેક ઋતુ કરતા બેસ્ટ માનવામા આવે છે અને આ ઋતુમા દરેક શાકભાજી ખાવાથી આપણા શરીરને પૌષ્ટિક વિટામિન મળે છે કોઇને શાક તો કોઇને પુલાવ અલગ-અલગ અંદાજમાં દરેક લોકોને વટાણા પસંદ હોય છે જોકે ઘણા ઓછા લોકોને ખબર છે કે વટાણા ખાવાના ખૂબ ફાયદા છે અને ખાસ કરીને કાચા વટાણા ખાવાથી ખૂબ ફાયદો થાય છે કાચા વટાણામાં રહેલા ન્યુટ્રિએંટ્સ વજન ઓછું કરવાની સાથે હૃદય રોગમાં પણ ખૂબ ઉપયોગી છે.

શિયાળો એટલે કે લીલી શાકભાજી ખાવાનો સમય અત્યારે આમ જોઈએ તો દરેક પ્રકારના શાકભાજી આવતા હોય છે. જો શિયાળામાં પેટ ભરીને લીલી શાકભાજી ખાવામાં આવે તો તમારું સ્વાસ્થય ખુબ સારું રહે છે. જ્યારે શિયાળાની શાકભાજીમાં સૌથી વધુ જો શાકભાજી જોવા મળતી હોય તો, તે લીલા વટાણા છે. જેને અત્યારે ખાવામાં આવે તો તમારું સ્વાસ્થય ખુબ તંદુરસ્ત રહે છે. તો ચાલો આપણે બનાવી દયિએ લીલાં વટાણાની કચોરી….

લીલાં વટાણાની કચોરી

સામગ્રી :

  • ૨૫૦ ગ્રામ – બાફેલા લીલા વટાણા,
  • ૩ ચમચી – આદુની પેસ્ટ,
  • ચપટી હિંગ,
  • ૧ ચમચી જીરા પાઉડર
  • ૧ ચમચી લાલ મરચાંનો પાઉડર
  • ૧/૨ ચમચી આમચૂર પાઉડર
  • ૧/૨ ચમચી ગરમ મસાલો
  • ૧ ચમચી ખાંડ
  • ૩ કપ લોટ
  • એક ચમચી ઘી
  • તળવા માટે તેલ
  • મીઠું સ્વાદ મુજબ.

રીત : સૌ પ્રથમ વટાણાને ઉકાળી લો અને તેને ઠંડા કરી લો.

હવે એક બાજુ ઘી નું મોણ અને પાણી નાખીને લોટ તૈયાર કરી લો. ધ્યાન રાખો કે લોટ નરમ અને મુલાયમ હોય.

હવે બાફેલા વટાણાને ગ્રાઈન્ડ કરી લો. હવે એક પેનમાં ૧ ચમચી તેલ ગરમ કરો અને તેમાં હિંગ તેમજ વાટેલું આદુ નાખો અને સાંતળો. હવે તેમાં વાટેલા વટાણા બધા મસાલા, ખાંડ અને મીઠું નાંખીને સારી રીતે હલાવો.

પછી તેને ઠંડું થવા માટે બાજુ પર મૂકી દો. બીજી બાજુ કઢાઈમાં તેલ ગરમ થવા માટે મૂકો. હવે એક લોટનો લૂવો લો અને તેમાં વટાણાનો મસાલો ભરીને કચોરી ની જેમ તૈયાર કરી લો.

હવે તેને ગરમા ગરમ તેલમાં બ્રાઉન થતાં સુધી તળી લો. ધ્યાન રાખો તેમાં તેલ ન ભરાઈ જાય. કચોરીઓ તૈયાર છે. આ ગરમા-ગરમ કચોરી ચાય સાથે સર્વ કરો.

રસોઈની રાણી : નેહા આર. ઠક્કર

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *