વેજ ઓટ્સ ઢોકળા – ઘરે બાળકોને હેલ્થી ખાવાનું ખવડાવવા માંગો છો? બનાવો આ વાનગી…

એકદમ સોફ્ટ તેલ વગર બનાવેલા છે આ ઢોકળા , બાળકો ને ખાસ લંચબોક્સ માં આપી શકાય, અત્યારે વેકેશન છે તો એમનમ પણ બાળકો આપી શકાય અને મોટા ને પણ મજા આવશે. બિલકુલ તેલ વગર બનાવ્યા છે તો ડાયટિંગ માં પણ ખાઈ શકાય. ઓટ્સ માં ખુબ જ સારા પ્રમાણ માં ફાઈબર અને પ્રોટીન રહેલું હોય છે અને બીજા ઘણા બધા વિટામિન્સ રહેલા છે તો ખુબ જ હેલ્થી એવા આ ઢોકળા જરૂર થી બનાવો.

  • ૧ કપ ઓટ્સ પાઉડર
  • ૧/૪ કપ સુજી
  • ૧ કપ છાશ
  • પાણીં જરૂર મુજબ
  • અડધી ચમચી મીઠું
  • અડધો કપ ગાજર ખમણેલું
  • અડધો કપ જીણી સમારેલી કોબી
  • અડધો કપ કોથમીર જીણી સમારેલી
  • મીઠું સ્વાદ મુજબ
  • અડધી ચમચી ઇનો
  • અડધા લીંબુ નો રસ
  • એક ચમચી આદુ ખમણેલું
  • ૨ લીલા મરચા જીણા સમારેલા

સૌ થી પેલા એક પેન માં ૧ કપ ઓટ્સ ને રોસ્ટ કરી લેવાના છે , ૨-૩ મિનિટ માટે રોસ્ટ કરી લેવાના છે મીડીયમ ગેસ પર , રોસ્ટ થઇ જાય પછી , ઠંડા થાય પછી મિક્સર માં પાઉડર બનાવી લો .

હવે એક બાઉલ માં રોસ્ટ કરેલા ઓટ્સ નો પાઉડર લઇ લો , ૧/૪ કપ સોજી નાખી દેવાનું છે. મીઠું નાખી દો,

છાસ નાખી બધું બરાબર મિક્સ કરી લો , હવે ઢાંકી અને ૧૦-૧૫ મિનિટ માટે રેસ્ટ આપી દેવાનું છે.

૧૦ – ૧૫ મિનિટ પછી તમે જોઈ શકો છો કે સોજી અને ઓટ્સ બંને પલળી ગયા છે , થોડું ઢીલું કરવા માટે પાણી નાખી અને મિક્સ કરી લો , હવે તેમાં અડધો કપ ખમણેલું ગાજર નાખી દો , અડધો કપ કોબી ખમણેલી , ૧ ચમચી આદુ ખમણેલું , ૨ લીલા મરચા જીણા સમારેલા, મિક્સ કરી લો ,

અડધા લીંબુ નો રસ નીચોવી લેવાનું છે. અડધી ચમચી ઈનો નાખી દો. હલાવી લો , બેટર ફૂલવા લાગશે , એક એલ્યૂમિનિયમ કે સ્ટીલ ની ડીશ તેલ લગાવી લઇ લો અને તરત જ બટર ને થાળી માં નાખી દો , ઈનો નાખ્યા પછી તરત જ થાળી માં નાખી અને સ્ટીમ કરવા મૂકી દેવું.

સ્ટીમર માં કે પછી વિડિઓ માં બતાવ્યા પ્રમાણે ઢોકળા સ્ટીમ કરી લો , ૧૦-૧૨ મિનિટ માટે મીડીયમ ગેસ પર.

૧૦-૧૨ મિનિટ પછી ચપ્પુ થી ચેક કરી લો ચપ્પુ સાફ બહાર આવે એટલે ઢોકળા સરસ સ્ટીમ થઇ ગયા છે , ડીશ બહાર નીકળી લો , અને ઠંડી થવા દો , ઠંડા થઇ જાય એટલે કટ કરી લો.

એકદમ સરસ સોફ્ટ બન્યા છે ઢોકળા તમે પણ ખુબ જ ટેસ્ટી અને હેલ્થી એવા આ ઢોકળા જરૂર થી બનાવો.

વિડિઓ રેસિપી :



રસોઈની રાણી : નિરાલી કોરાટ

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *