વેજ. ડિસ્ક પરાઠા – રોજ જમવામાં નવીન શું બનાવવું? હવે સાદા ઢેબરાં અને પરાઠાની જગ્યાએ બનાવો આ પરાઠા..

ફ્રેન્ડ્સ બાળકો ના સ્કૂલ ના ડબ્બા માં ભરી શકાય તેવી વાનગી ની રેસિપી લાવી છું. રોજ શું મૂકવું સ્કૂલ ના લન્ચ બોક્સ માં એ બધા ને પ્રોબ્લેમ હોય che. તો ચાલો જોઈ લઈએ સ્કૂલ ના લન્ચ બોક્સ માં મૂકી શકાય અને ઘરે પણ નાસ્તા માં કે લન્ચ કે ડિનર માં કરી શકાય તેવી રેસિપી “ વેજ. ડિસ્ક પરાઠા” જે રાયતું ની સાથે લન્ચ બોક્સ માં કે ઘરે જમવામાં મૂકી શકશો. જે ખાવામાં ખુબજ ટેસ્ટી એન્ડ હેલ્થી છે. બાળકો શાકભાજી બઉ ભાવતા નથી પરંતુ આ રેસિપી માં ગમતા ભાવતા શાક બી ઉમેરી શકો છો અને જે ઘઉંના લોટ થી બનાવશું તો એ એકદમ જ હેલ્થી પણ થશે.

ચાલો તો જોઈ લઈએ “ વેજ . ડિસ્ક પરાઠા “ બનાવવાની રીત એન્ડ સામગ્રી.

“ વેજ ડિસ્ક પરાઠા “

સામગ્રી :

લોટ બાંધવા જોઈશે :

  • ૧ કપ ઘઉં નો લોટ
  • ૨ ચમચી તેલ
  • મીઠું સ્વાદ પ્રમાણે
  • ૧ કાંદો સમારેલો
  • ૧ ગાજર છીણેલું
  • ૧/૨ કપ કેપ્સિકમ સમારેલા
  • ૧/૨ કપ બાફેલા મકાઈ ના દાણા
  • ૧ ૧/૨ બાફેલા બટાકા જેને છીણી લેવા
  • ૧/૨ ચમચી આદુ ની પેસ્ટ
  • ૧/૨ ચમચી લાલ મરચું પાવડર
  • ૧/૨ ચમચી ચાટ મસાલો
  • ૧/૨ ચમચી અજમો
  • ૧/૨ ચમચી જીરું

રાયતું બનાવવા માટે :

  • ૧ કપ દહીં
  • ૧/૨ ચમચી ખાંડ
  • ૨-૩ ઝીણા ટુકડા લીલા મરચા
  • 1/૨ સમારેલો કાંદો
  • ૧/૨ સમારેલું ટામેટું
  • ૧/૨ છીણેલી કાકડી
  • મીઠું સ્વાદ પ્રમાણે
  • ચપટી સંચળ

રીત :

સ્ટૅપ ૧ :

સૌ પ્રથમ બટાકા , કાંદા , ગાજર, બાફેલા મકાઈ ના દાણા લેવા. ત્યાર પછી બટાકા બાફીને છીણી લેવા.

સ્ટૅપ ૩

ત્યાર પછી બધી સામગ્રી ભેગી કરવી. અને બધા મસાલા ભેગા કરવા.

સ્ટૅપ ૪

બધા vegetable, ઘઉંનો લોટ, બધા મસાલા મિક્સ કરી થોડું પાણી નાંખી લોટ પરાઠા નો લોટ બાંધવો.

સ્ટૅપ 5:

લોટ ને થોડી વાર ઢાંકી ને રાખવો. ત્યાં સુધી રાયતું તૈયાર કરવું.

રાયતું તૈયાર કરવા માટે એક બાઉલ કે તપેલી માં રાયતું બનાવવાની બધી સામગ્રી ભેગી કરી મિક્સ કરવી. ખાંડ નાખવાથી દહીં ખાટુ નઈ થઈ, લંચ બોક્સ માં મુકવા ના છે પરોઠા તો દહીં ખાટું ના થાય એટલા માટે દહીં માં ખાંડ નાખશું.

સ્ટૅપ ૬

ત્યાર પછી લોટ ને ફરી મસળી ને મોટા લુઆ પાડવા. એને સૂકા લોટ માં રગદોળી ને medium જાડુ વણવું. પછી કોઈબી નાનું ઢાંકણું મૂકી એ શેપ થી વણેલા પરોઠા નો શેપ કરવો જેથી ડિસ્ક જેવો શેપ થશે.

Step ૭

લોઢીમાં માં તેલ મૂકી તેલ ગરમ થાય એટલે પરોઠા ને ગુલાબી થાય બન્ને બાજુ ત્યાં સુધી શેકવા.

તૈયાર છે વેજ ડિસ્ક પરોઠા અને રાયતું લંચ બોક્સ માં ભરવા માટે. ખુબજ ઝડપથી બની જાય છે આ પરોઠા સાથે સાથે vegetabls છે અને ઘઉં ના લોટ થી બનેલા છે તો ખૂબ જ હેલ્થી પણ છે. ઘરે નાસ્તા માં કે લંચ કે ડિનર માં પણ બનાવી શકાય છે. ઘરે સર્વ કરવા એક ડીશ માં પરોઠા મૂકી રાયતું સાથે સર્વ કરો નાના મોટા સૌને ભાવતી હેલ્થી ઝડપથી બનતા “ વેજ ડિક્સ પરાઠા “ તમે ચોક્કસ થી try કરજો બીજી વાર બનાવવાનું અને ખાવાનું જરૂર થી મન થશે.

રસોઈની રાણી : રૂચિતા અંકુર શાહ (અમદાવાદ)

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *