ન્યુટ્રિશ્યશ વેજ. રાજ કચોરી – મીઠાઈ ખાઈ ખાઈને કંટાળ્યા છો? તો બનાવો આ ટેસ્ટી અને ચટપટી વાનગી..

ન્યુટ્રિશ્યશ વેજ. રાજ કચોરી :

દિવાળીમાં ખૂબજ મિઠાઇઓ ખાધી હવે હેલ્ધી – ન્યુટ્રિશ્યશ વાનગીઓ ખાઇ ને હેલ્થ બેલેંસ કરવા નો સમય આવી ગયો છે. તો શાકભાજીથી ભરપૂર એવી આ ન્યુટ્રિશ્યશ વેજ. રાજ કચોરી જરુર થી બનાવજો.

  • 1 કપ ગાજર – ખમણી લેવા
  • ½ કપ બીટરુટ- ખમણી લેવા
  • 15 થી 20 દ્રાક્સ – કાપીને 2 ભાગ કરી લેવા
  • ½ કપ કાકડી – ખમણી લેવી
  • 1 નાનું ટમેટુ – નાના પીસ માં કાપી લેવું
  • 2 ટેબલ સ્પુન કેપ્સિકમ – બારીક સ્મારી લેવું
  • 2 ટેબલ સ્પુન બાફેલા સ્વીટ કોર્ન
  • 1 ટી સ્પુન લેમન જ્યુસ
  • પિંચ – મરી પાવડર
  • મીઠું – સ્વાદ મુજબ
  • 1 ½ ટી સ્પુન રોસ્ટેડ જીરા પાવડર
  • પિંચ બ્લેક સોલ્ટ – સંચળ પાવડર
  • 2-3 ટેબલ સ્પુન કોથમરી
  • ½ કપ પ્લેઇન કર્ડ –દહીં
  • 1કપ બાફેલા બટેટા
  • ½ કપ બાફેલા ચિકપિસ – છોલે ચાણા
  • ½ કપ મિંટ – ફુદીના ની ચટણી
  • 1 કપ ખજૂર અને આંબલી ની સ્વીટ ચટણી
  • બેસન ની નાયલોન સેવ
  • બેસન ની બુંદી
  • ½ ટી સ્પુન રેડ ચીલી પાવડર
  • પુરી ફ્રાય કરવા માટે ઓઇલ

કચોરીનો લોટ બાંધવા માટેની સામગ્રી :

  • 1 કપ સોજી
  • 1 ટેબલ સ્પુન મેંદો
  • 1 ટેબલ સ્પુન ઓગાળેલું ઘી
  • ડ્રીંકિંગ સોડા વોટર – લોટ બાંધવા માટે જરુર પૂરતું

કચોરીનો લોટ બાંધવા માટેની રીત :

એક મિક્સિંગ બાઉલ લ્યો. તેમાં સોજી, મેંદો અને ઓગાળેલું ઘી લઇ બધું એક્સરખુ મિક્સ કરો.

કચોરી માટે તેમાં થી મિડિયમ ટાઇટ ( ભાખરી કરતાં જરા ઢીલો અને રોટલી ની કણેક કરતાં ટાઇટ ) લોટ બાંધવા માટે જરુર પૂરતું સોડા વોટર વાપરી કણેક બાંધો.

*બાંધેલી કણેક ઢીલી ના થઈ જાય તેનું ખાસ ધ્યાન રાખો.

હવે બાંધેલી કણેક (લોટ) ને કોટનના કપડામાં 20 મિનિટ ઢાંકી રાખો.

20 મિનિટ બાદ કણેક ને થોડી મસળી લ્યો. જેનાથી પૂરી સરસ બનશે.

હવે મસળેલી કાણેક માં થી એક્સરખા 10 -11 પાર્ટ પાડી દ્યો. તેમાંથી વારાફરતી એક એક પાર્ટ લઇ બે હથેલી વચ્ચે થોડું પ્રેસ કરીને કચોરીની પૂરી માટેના લુવા બનાવો.

ત્યારબાદ તે લુવા માંથી રાજ કચોરી માટેની એકસરખી પૂરી વણો.

આ પૂરીઓ ને ડીપ ફ્રાય કારવાની છે, તો તેના માટે લોયામાં થોડું વધારે ઓઇલ લ્યો.

લોયામાંના તેલ ને પૂરી ફ્રાય થાય તેવું સારું એવું ગરમ કરો. તેલ ગરમ થઇ જાય એટલે ફ્લૈમ મિડિયમ પર રાખી દ્યો.

હવે બધી પૂરીઓ તેમાં વારાફરતી (2-3 સાથે) ડીપ ફ્રાય કરો.

પૂરીઓ લાઇટ બ્રાઉન અને ક્રંચી થાય ત્યાં સુધી ડીપ ફ્રાય કરો.

હવે આ બધી રાજ કાચોરીની પૂરીઓ ની પ્લેટ માં રાખી રૂમ ટેમ્પરેચર પર આવવા દ્યો.

સૌ પ્રથમ ગાજર, કાકડી અને બીટરુટ ખમણી લેવા. ત્યાર બાદ દ્રાક્સ, ટમેટું અને કેપ્સિકમ કાપી લેવા.

અગાઉ થી સમારી રાખવા નહિ કેમેકે તેમાં થી પાણી છૂટશે.

ત્યાર બાદ એક મિક્સિંગ બાઉલ લ્યો. તેમાં 1 કપ ખમણેલા ગાજર, ½ કપ ખમણેલું બીટરુટ, 15 થી 20 દ્રાક્સ – કાપીને 2 ભાગ કરેલી, ½ કપ ખમણેલી કાકડી, 1 નાનું ટમેટુ – નાના પીસ કરેલું, 2 ટેબલ સ્પુન કેપ્સિકમ – બારીક સમારેલું અને 2 ટેબલ સ્પુન બાફેલા સ્વીટ કોર્ન લઇ બધું હલકા હાથે મિક્સ કરો.

હવે તેમાં 1 ટી સ્પુન લેમન જ્યુસ, પિંચ – મરી પાવડર, મીઠું – સ્વાદ મુજબ, 1 ½ ટી સ્પુન રોસ્ટેડ જીરા પાવડર, પિંચ બ્લેક સોલ્ટ – સંચળ પાવડર અને કોથમરી ઉમેરી બધું મિક્સ કરી લ્યો.

રાજ કચોરી સ્ટફ કરવાની રીત :

હવે વેજ. રાજ કચોરી માં મિક્સ કરેલી બધી સામગ્રી વારાફરતી સ્ટફ કરો.

સૌ પ્રથમ એક પૂરી લ્યો, તેમાં ઉપર ના પાતળા લેયર માં સ્ટફીંગ ભરી શકાય તેવું કાણું પાડો.

સૌ પ્રથમ પૂરી માં બાફીને બારીક કાપેલાં બટેટા, બાફેલા છોલે ચણા, અને બનાવેલું વેજીટેબલ મિક્સર સ્ટફ કરો. ત્યાર બાદ તેમાં ઉપરથી બેસન ની નાયલોન સેવ અને બેસન ની બુંદી ઉમેરો.

ત્યારબાદ તેનાં પર જરુર મુજબ રોસ્ટેડ જીરા પાવડર, પિંચ બ્લેક સોલ્ટ – સંચળ પાવડર સ્પ્રિંકલ કરો.

તેના પર જરુર મુજબ મિંટ – ફુદીના ની ચટણી અને ખજૂર અને આંબલી ની સ્વીટ ચટણી મૂકો. અને રેડ ચીલી પાવડર સ્પ્રિંકલ કરો.

ઉપર થી થોડું કર્ડ ઉમેરો. થોડી કોથમરી થી ગાર્નિશ કરો.

સર્વિંગ પ્લેટ માં મૂકી સર્વ કરો. બધા હોંશે હોંશે ખાશે.

રસોઈની રાણી : શોભના વણપરિયા

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *