હેલ્થી વેજિટેબલ પુડલા – ચણાના લોટના પુડલા કે ચિલ્લા તો ખાતા જ હશો આજે બનાવતા શીખો મગદાળના પુડલા…

હેલ્થી વેજિટેબલ પુડલા

શું રાત્રે જમવામાં રોજ શું બનવું એનો પ્રોબ્લેમ થાય છે ??? તો આજેજ બનાવો મગદાળ પુડલા …જે ખવામાં ખુબ ટેસ્ટી લાગે છે .

આપડે ઘણી ટાઈપ ના પુડલા બનવતા હોઈએ છે .જેવા કે ચણાનાં લોટનાં ,ચોખા ના ,ઓટસ ના ,મિક્ષ દાળ વગેરે જેવા …પણ આજે હું તમને હેલ્થી એવા ફોતરાં વાળી મગ ની દાળ ના પુડલા બતાવીશ .જે બાળકો માટે ખુબ હેલ્થી છે .અને તમે બાળકો ને ટિફિન બોક્ષ માં પણ આપી શકો છો .અથવા સવારે નાસ્તા માં પણ બનાવી શકો છો .

મગની દાળ રોગ ભગાડવાની સાથે સ્વાસ્થય હેલ્થને મેંટેન કરવા માટે પણ જરૂરી છે. મગની દાળમાં પ્રોટીન, કાર્બોહાઈડ્રેટસ અને ફસ્ફોરસ હોય છે. મગની દાળના પાપડ, લાડુ અને હળવો પણ સ્વાસ્થય માટે ઘણો લાભદાયક હોય છે. મગની દાળને ડાઈટમાં શામેળ કરવાથી મસલ્સ મજબૂત હોય છે અને એનીમિયા દૂર હોય છે.

સામગ્રી :

– 1 વાડકી મગની ફોતરાવાળી દાળ

– 1 ચમચી ચણાનો લોટ

– 2 નંગ મરચાં

– સ્વાદ મુજબ મીઠું

– 1/2 ચમચી હળદર

– 1/2 ચમચી મરચું પાવડર

– તેલ

– જરૂર મુજબ પાણી

– 3-4 ચમચી કેપ્સિકમ

– 3-4 ચમચી ટામેટાં

– 3-4 ચમચી કાંદા

રીત :

સ્ટેપ 1:


મગ ની ફોતરાવાળી દાળ ને 3-4 કલાક પલાળી રાખવું .હવે ,આ દાળ ને એક મિક્સર જાર માં લઈ તેમાં 2 નંગ મરચાં ના કટકા ઉમેરી પીસી લેવું .આ ખીરા ને એક બોવેલ માં કાઢી તેમાં જરૂર લાગે એટલું પાણી ઉમેરવું .આ ખીરા ને પુડલા ઉતરે એટલુંજ પાણી ઉમેરવું .ડોસા જેટલું પાતળું ખીરુ નથી કરવાનું .

સ્ટેપ :2


આ ખીરાં માં હવે બધાં મસાલા ઉમેરી દેવા જેવા કે સ્વાદ મુજબ મીઠું ,મરચું અને ચણાનો લોટ ઉમેરી પુડલા માટેનું ખીરું તૈયાર કરવું .

સ્ટેપ :3


હવે એક નોન – સ્ટીક પેન ને ગેસ ઉપર ગરમ કરવા મુકી .પેન ગરમ થાય એટલે થોડું તેલ લગાવી પુડલો પાથરવો .હવે ,આ પુડલા ઉપર વેજિટેબલ નું ટોપિપીંગ કરવું જેવું કે કાંદા ,કેપ્સિકમ અને ટોમેટો ના ઝીણાં કટકા કરી પાથરવું .અને થોડું તેલ લગાવી થોડીકવાર પછી પલટાવી દેવું જેથી કરી ને વેજિટેબલ ચડી જાય .અને ગરમ ગરમ સોસ સાથે અથવા ચટણી સાથે પીરશવું .

નોંધ :

જો તમારે ચણાનો લોટ ના નાખવો હોય તો તમે ચણાની દાળ પલાળેલી પણ લઇ શકો .


રસોઈની રાણી : દિગના રૂપાવેલ (બરોડા )

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *