વેજ મોમોસ – ઘરેલું સામગ્રીથી બનાવો બહાર કરતા પણ સ્વાદિષ્ટ – How To Make Steamed Veg Momos At Home

આજે આપણે વેજ મોમોસ ઘરેલુ સામગ્રી થી બનાવીશું બહાર કરતા પણ સ્વાદિષ્ટ,શું તમે જાણો છો મોમોસ ઘરે પણ એકદમ સરળ રીતે બને છે અને આની અંદર ફ્રેશ શાકભાજી નો જ ઉપયોગ થાય છે એ પણ આપણા ઘર માં જ મળી રહે છે આને તળવા ના નથી તેને સ્ટીમ કરવાના છે એટલે એકદમ સુપર હેલ્ધી પણ છે અને બાળકો ને અને સૌને પસંદ પડે એવો ટેસ્ટ છે તો ચાલો આપણે જોઈ લઈએ કઈ રીતે બને છે.

સામગ્રી :

  • મેંદો
  • મીઠું
  • ગાજર ઝીણું સમારેલું
  • કોબીજ ઝીણી સમારેલી
  • ડુંગળી
  • વાટેલું લસણ
  • લીલા મરચાં
  • મરી પાવડર
  • સોયાસોસ
  • કોર્ન ફ્લોર
  • તેલ
  • લીલી ડુંગળી

રીત

1- આપણે અહીંયા દોઢ કપ મેંદો લઈશું હવે તેમાં સ્વાદ અનુસાર મીઠું નાખીશું ત્યારબાદ તેમાં એક ચમચી તેલ એડ કરીશું આ લોટ ને આપણે કઠણ નથી બાંધવાનો એટલે તેમાં ધીમે ધીમે પાણી એડ કરતા જઈશું અને લોટ બાંધી લઈશું.

2- આપણે પાણી હુંફાળું લઈશું તમે વિડિયો માં જોઈ શકો છો કે અહીંયા આપણે લોટ નરમ બાંધી લીધો છે હવે આ લોટ સરસ બંધાય ગયો છે હવે સેજ તેલ વાળો હાથ કરી તેને મસળી લઈશું.

3- તમે વીડિયોમાં જોઈ શકો છો કે એકદમ સોફ્ટ આપણે લોટ બાંધી લીધો છે હવે તેને દસ થી પંદર મિનિટ રહેવા દઈશું ત્યાં સુધી તેનું મિશ્રણ તૈયાર કરી લઈશું હવે એક પેન માં તેલ લઈશું અહીંયા આપણે એક કડાઈ માં બે ચમચી તેલ લઇ લઈશું.

4- અહીંયા આપણે ત્રણ ચમચી જેટલું લસણ એડ કરીશું,હવે બે થી ત્રણ ઝીણા સમારેલા લીલાં મરચાં એડ કરીશું ત્યારબાદ આપણે એક મોટી ડુંગળી ઝીણી ચોપર માં ચોપ કરી લઈશું હવે હલાવી લઈશું તેને ફાસ્ટ ગેસ પર જ કુક થવા દઈશું હવે અહીંયા બે થી ત્રણ લીલી ડુંગળી નો સફેદ ભાગ જે કાપી ને રાખ્યો હતો તે તેમાં એડ કરીશું.

5- હવે ગાજર ને પણ ચોપ કરી લઈશું તે પણ તેમાં એડ કરી લઈશું,આને અહીંયા વધારે ચડવવાનું નથી એટલે તેને ફાસ્ટ ગેસ પર કુક કરી લઈશું ત્યારબાદ કોબીજ ને પણ ચોપ કરી ને એડ કરીશું હવે તેને પણ ફાસ્ટ ગેસ તેની જોડે ચડવા દેવાનું છે.

6- આ બધું શાકભાજી ને બહુ વધારે નથી ચડવા દેવાનું હવે તેમાં અડધો કપ ઝીણી લીલી ડુંગળી સમારી ને એડ કરીશું,આમાં આપણે કોઈ પણ જાત ના કેમિકલ એટલે કે આજી નો મોટો કે કંઇપણ એડ નથી કરવાનું,આની કચાસ તમે મોમોસ ખાવ ત્યારે આવે, હવે તેમાં આપણે મીઠું એડ કરીશું.

7- હવે તેમાં આપણે અડધી ટી સ્પૂન મરી પાવડર એડ કરીશું હવે તેમાં એક ચમચી સોયાસોસ એડ કરીશું સોયસોસ તમે લાંબો ટાઈમ સુધી ફ્રીઝ માં રાખી શકો છો,તમે વીડિયોમાં જોઈ શકો છો કે હજુ કોરું જ છે પાણી નથી હવે મોમોસ નું પડ પાતળું હોય છે એટલે તેમાં આપણે એક ચમચી કોર્ન ફ્લોર એડ કરીશું.

8- હવે બધું મિક્સ કરી લઈશું જો કોર્ન ફ્લોર ના હોય તો તેના બદલે મેંદો પણ આ રીતે તમે નાખી શકો છો તો તૈયાર છે આપણું મિશ્રણ તો તમે વીડિયોમાં જોઈ શકો છો કે સરસ તેનો કલર આવ્યો છે તેની સુગંધ પણ સરસ આવે છે હવે સાવ ઠંડુ થવા દઈશું હવે લોટ ને સરસ મસળી લઈશું.

9- આના એકદમ નાના લૂઆ કરી લઈશું આને બહુ પાતળું વણી લઈશું હવે આપણું મિશ્રણ પણ ઠંડુ થઇ ગયું છે હવે આપણે એક ગુલ્લુ લઈ તેને વણી લઈશું તમે સૂકા મેંદા નો પણ યુઝ કરી શકો છો,થોડું વજન દઈ ને વણી શું તો સરસ પાતળું થઈ જસે.

10- હવે આપણે તેમાં એક ચમચી મિશ્રણ મૂકી દઈશું હવે તેને બધી બાજુ થી સાઈડ ને બંધ કરી લઈશું જે તમે વીડિયોમાં જોઈ શકો છો આ ખુલશે પણ નઈ અને આને આપણે સ્ટીમ કરવાના છે જેટલું પાતળું પડ હશે એટલું મોમો ખાવાની મજા આવશે હવે મોમો રેડી થઈ ગયું છે હવે આ રીતે બીજા બધા મોમોસ બનાવી લઈશું.

11- હવે આપણે મોમોસ વાળવાની બીજી રીત પણ જોઈ લઈએ આપણે પહેલા મોટી વણી ગોળ અને તેને અડધું દબાવી લેવાનું છે જે તમે વીડિયોમાં જોઈ શકો છો અને પાછળ થી બન્ને ને ભેગું કરી લેવાનું છે આ બનાંવવા બવ સહેલા છે તમે બન્ને રીતે તમે બનાવી શકો છો.હવે આ રીતે બધા રેડી કરી લઈશું.

12- હવે આને ઢોકળીયામાં સ્ટીમ કરવા મુકીશું.હવે બે પ્લેટ માં તેલ લગાવી લઈશું અને આ મોમોસ ને તેમાં છુટા છુટા તેમાં મૂકી દઈશું ઉપર નીચે બન્ને પ્લેટ માં મૂકી શકો છો,હવે આને દસ મિનિટ માટે સ્ટીમ કરવા મૂકી દઈશું. હવે તમે વીડિયોમાં જોઈ શકો છો કે મોમોસ બફાઈ ગયા છે અને આ તમે વહેલા બનાવો તો ફરી તમે જમવા બેશો ત્યારે તમે ફરી સ્ટીમ કરી શકો છો.

13- મોમોસ ગરમ ગરમ જ સારા લાગે છે હવે મોમોસ ને તેની સ્પેશિયલ ચટણી સાથે સર્વ કરીશું.આ ઘરેલુ સામગ્રી માંથી જ બને છે અને એકદમ સરળ રીતે બને છે તો તમે એકવાર ચોક્કસથી ટ્રાય કરજો.
વિડિઓ રેસિપી:


રસોઈની રાણી : કરિશ્મા પંડ્યા

Youtube Link :ચેનલ સાથે જોડાવવા અહીંયા ક્લિક કરો.

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *