વેજ રાગી ચીલા – હવે જયારે પણ કંઈક નવીન ખાવાનું મન થાય અને હેલ્થી પણ ખાવું હોય તો આ વાનગી બનાવજો..

આજે હું એક રાગી ના ચીલા ની રેસિપી લયિને આવી છું.. વેટલોસ તો છે પણ સાથે હેલ્થી પણ છે ..આપણે બધા આજકાલ રાગી સ્પ્રાઉટેડ રાગી લોટ અને રાગી લોટ વિશે અવારનવાર સાંભળીએ છીએ. રાગી નાના બાળકથી માંડી ઉંમર વાળા વ્યક્તિઓ માટે ફાયદાકારક છે. રાગીનો લોટ આહારનિષ્ણાતોના સૌથી પ્રિય પદાર્થોમાંનો એક છે. ઓછી કિંમતે તેમાંથી જબરદસ્ત લાભ મળે છે.

રાગી નવું ચાલતા શીખતું બાળક અથવા જેઓ તેમનો સ્ટેમિના વધારવા માગે છે તેમને માટે ખૂબ સારું છે. જરૂરત અનુસાર ગોળ, રાગીનો લોટ, નટ્સ આ બધું મળીને રાગી નો પાવડર બને છે. જે હાઈ-કેલ્શિયમ ધરાવે છે. ઊર્જા અને પ્રોટીન અને આયર્નનો સારો સ્રોત છે. લાંબા સમય સુધી તે પેટને ભરેલું રાખે છે અને નકામી ભૂખ લાગતી અટકાવે છે. વખત જતાં તેનાથી ભૂખ ઓછી લાગે છે અને તે વજન ઘટાડવામાં મદદરૂપ થાય છે.

સોયા, રાગી અને જુવારના લોટમાંથી બનતા આ ચીલા થોડા ઓછા મસાલાવાળા છે. આ બધા લોટ ગ્લુટન વગરના તો છે જ પણ સાથે-સાથે લોહતત્વ, કૅલ્શિયમ, ફાઇબર અને પ્રોટીનથી ભરપૂર છે. રાગી ના લોટ માંથી શીરો, પરાઠા, મુઠીયા, ઉપમા ચીલા ઘણું બધું તમે બનાવી શકોછો..તો ચાલો આજે આપણે ચીલા ની રેસિપી જોઈ લયીયે.

” વેજ રાગી ચીલા”

  • દોઢ કપ – રાગી નો લોટ
  • મીઠું-સ્વાદ પ્રમાણે
  • 1/2 ચમચી -આદુ,લસણ,મરચાં ની પેસ્ટ
  • 1 નંગ -કેપ્સીકમ
  • 1- ગાજર
  • 4 ચમચી – કોબીજ
  • 1 વાટકી – દહીં
  • પાણી જરૂર મુજબ

સૌ પ્રથમ એક વાસણ માં રાગી નો લોટ લેવો.

હવે કેપ્સિકમ ,ગાજર, કોબિજ એકદમ ઝીણું ક્રશ કરી લેવું. હવે રાગી ના લોટ માં ક્રશ કરેલા વેજીટેબલ, દહીં અને આદુ મરચા લસણ ની પેસ્ટ ઉમેરી મિક્સ કરી લેવું . જરૂર પડે તો પાણી નાખી ખીરૂ તૈયાર કરો.

હવે નોનસ્ટિક તવા ને ગરમ કરવા મૂકો,તવો ગરમ થાય એટલે તેલ લગાવી ખીરૂ પાથરો,બંને સાઇડ થી થવા દો, તો તૈયાર છે વેજ રાગી ચીલા… કોથમીર ની ચટણી કે સોસ સાથે સર્વ કરો.

બનાવવા માં પણ એકદમ સહેલા અને પચવામાં તો ખૂપ જ હલકા..

રસોઈની રાણી : નેહા આર. ઠક્કર

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *