ઉનાળો આવી ગયો છે તો તરબૂચના આ ફાયદાઓ વિષે જાણી લો…

ઉનાળામાં ઠંડક આપતું તરબૂચ

તરબૂચ વિષે જાણોએક મોટા વાડકામાં ફક્ત 40 કેલરી ધરાવતું ઉનાળાનું આ ફળ પોષણથી ભરપૂર છે તેમાં 92% પાણીનો ભાગ આવેલો હોય છે. તેમાં વિટામીન એ, બી6 અને ‘સી’ પુષ્કળ પ્રમાણમાં સમાયેલા હોય છે. વળી તેમાં લાયકોપીન એન્ટીઓક્સીડન્ટ અને એમીનો એસિડ આવેલા છે, આ ઉપરાંત તે ફેટ ફ્રી છે અને તેમાં સમાયેલા પાણીના કારણે થોડુંક જ ખાવાથી તમારું પેટ ભરાઈ જાય છે.

તેમાં આવેલું લાયકોપીન હાર્ટ પ્રોબ્લેમથી દૂર રાખે છે શરીરમાં હાડકાં સારા રાખે છે અને પ્રોસ્ટેટ કેન્સરથી બચાવે છે. જો તમને વારંવાર સોજા ચડી જતાં હોય તો તરબૂચમાં સમાયેલું પુષ્કળ પાણી તમને તે સમસ્યામાં રાહત આપી શકે છે.
તરબૂચથી હાર્ટ પ્રોબ્લેમ દૂર થાય છે તેમાં આવેલું લાયકોપીન કોષોને રક્ષણ આપી તમને હાર્ટના રોગોથી દૂર રાખે છે.

તરબૂચનો રસઃ-ઉનાળામાં શરીરને પુષ્કળ પાણીની જરૂર રહે છે અ માટે જ કુદરતે આપેલ તરબૂચ ઉનાળામાં જ ઉપલબ્ધ હોય છે જે ખુબ જ ઉપયોગી ફળ છે તરબૂચનો 92 % ટકા ભાગ પાણીનો હોવાથી ખૂબ ગરમીમાં જ્યારે ખુબ પરસેવો થાય ત્યારે શરીરમાં પાણીનો ઉમેરો કરવા માટે તે અત્યંત ઉપયોગી ફળ છે. આ ઉપરાંત તેમાં વિટામીન ‘સી’ અને ‘બીટા કેરોટીન’ પણ સમાયેલા છે. તેને તોનો ગ્લાઇસીમીક ઇન્ડેક્સ હાઈ હોવાથી ડાયાબીટીસના પેશન્ટને તેના સેવનની સલાહ આપવામાં આવે છે પરંતુ તેમાં 120 ગ્રામમાંથી 6 ગ્રામ કાર્બોહાઇડ્રેટ હોવાથી ડાયાબીટીસના પેશન્ટ પણ તરબુચ ખાઈ શકે છે. ઉનાળાની બપોરે તરબૂચને ફક્ત ક્રશ કરી તેનો ઠંડો-ઠંડો જ્યૂસર પીવાથી ઉનાળાની અસર ઓછી થાય છે.

કાચી કેરીનો જ્યૂસઃ – પાકી કેરી કરતાં પણ વધુ વિટામીન ‘સી’ ધરાવતી કાચી કેરીનો રસ બાળકોને ખૂબ ગમે છે તેમાં વિટામીન ‘બી’ ભરપૂર પ્રમાણમાં મળે છે. વધુ પડતી ગરમીની શરીર પર થતી માઠી અસર ને કાચી કેરી દૂર કરે છે, વળી કાચી કેરી ઉનાળા દરમિયાન ચામડીનું રક્ષણ પણ કરે છે. તેના સેવનથી વ્યક્તિને વધુ પડતો પરસેવો થતો અટકે છે જેથી કરીને પરસેવા દ્વારા શરીરમાંથી વધારે પડતું મીઠું નથી નીકળી શકતું અને ભરઉનાળામાં પરસેવાના કારણે લાગતો થાક પણ ઓછો લાગે છે. અને ત્વચા પણ સુધરે છે.

ત્વચાને સુંદર બનાવવા વિટામીન ‘એ’ ઉપયોગી છે એક કપ તરબૂચ લગભગ ¼ જેટલી વિટામીન ‘એ’ની દિવસ દરમિયાનની જરૂરિયાતને પૂરી કરે છે. વિટામીન ‘એ’ના કારણે ચામડી અને વાળ ચમકતા રહે છે અને વાળનો ગ્રોથ પણ વધે છે.
નોંધઃ વધૂ પડતું તરબૂચ સમસ્યા ઉભી કરી શકે છે. વધુ પડતુ તરબૂચ લેવાથી ઉબકા આવવા, અપચો થવો કે ગેસ વિગેરે થઈ શકે છે. ડાયેરીયા પણ થઈ શકે છે. તરબૂચમાં ગ્લાઇસીમીક ઇન્ડેક્સ હાઈ છે માટે ડાયાબીટીસના દર્દીને વધુ પડતું તરબૂચનું સેવન કરવાથી તકલીફ થઈ શકે છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *