કેમ છો મિત્રો , મજામાં બધાં હું આજ તમારાં બધા માટે ઇન્દોર ની પ્રખ્યાત સાબુદાણા ની ખિચડી ,બનાવીને શિખવાડીસ😊😊
ઉપવાસ હોઈ તો દરેક ના ઘરે કઈ ને કઈ બનતું તો હશે, તેમાં બધા ને ઘેર સાબુદાણા ની ખિચડી ખાસ બનતી હશે, પણ આ , પણ મિત્રો આજ હું જે ખીચડી ફરાળી બનાવીશ તે બઝારમાં માં જે મળે છે, તે રીતે ટેસ્ટી બનાવીશ, આ ફરાળી ખિચડી ઇન્દોર ની હુ બનાવીશ , જે ટેસ્ટી લાગે છે, તેલ પણ મોંમાં આવતું નથી, ઓછા તેલ માં સ્વાદિષ્ટ આ ખીચડી કેવી રીતે બનાવીશું તે આપડે શીખી લઈએ.😊😊
💐સામગ્રી:💐
- સાબુદાણા :1/4 કપ
- કાચા બટેકા :2 નંગ
- કાચી સીંગ: અરધો કપ
- લીલા મરચા :2નંગ
- દાડમ: એક કપ
- જીરૂં :2 ચમચી
- મીઠો લીમડો: 10 પતા
- લાલ મરચું: એક ચમચી
- હળદર: એક ચમચી
- મીઠું :સ્વાદ અનુસાર
- કાજૂ: 7 થી8 નંગ
- ખાંડ : એક ચમચી
- દળેલી ખાંડ: 2 ચમચી
- ફરાળી તૈયાર ચેવડો : એક કપ
- ગળ્યો તૈયાર ચેવડો: એક કપ
- કેળા ની ચીપ્સ: અરધો કપ
- કોથમીર: જરૂર મુજબ
- તેલ: 4થી 5ચમચી
- સર્વ માટે દહીં
💐રીત:💐
(૧) સૌ પ્રથમ સાબુદાણા ને પાણી માં 2 કલાક માટે પલાળવા.
(2)બટાકા ને ધોઈને નાના નાના સમારવા.
(૩) એક પેન માં 2 ચમચી તેલ લઈને કાજુ તળી લેવા.
(૪) પછી શિંગ ને પણ તળી દેવી.
(5) ડીસ માં કાડી ઠડા કરવા.
(6) સાબુદાણા ને પલળી જાય પછી ચારણી માં છુટા કરવા, પાણી બધું નીતરી જાય પછી, ઉપયોગ માં લેવાં.
(7) લીલા મરચા ધોઈને ઝીણાં સમારવા.
(૮) ગેસ ચાલુ કરીને એક પેન માં તેલ ગરમ કરવા મુકવું,3 ચમચી નાંખવું, પછી ગરમ થાય પછી જીરૂં નાખવું.
(9)જીરૂં તતળે એટલે લીલા મરચા નાખવા, પછી સાબુદાણા નાખવા. એક દમ મિક્સ કરી દેવું. ગેસ બંદ કરી દેવો.
(10) બીજી કડાઈ માં 2 ચમચી તેલ લેવું, ગરમ થાય પછી, તેમાં સમારેલા બટેકા નાખવા, 3થી4 મિનિટ શેકવા દેવા ખાંડ પણ નાંખવી. ગેસ પછી બંદ કરવો.
(11) તે બટેકા સાબુદાણા માં મિક્સ કરી ને ચમચા થી હલાવી દેવા.
(12) ગેસ ચાલુ કરીએક તપેલી માં ગરમ પાણી લેવું, તેના ઉપર ચારણી મુકવી, પછી સાબુદાણા બધા તેની ઉપર નાખવા, ઢાંકીને 10મિનિટ ધીમા તાપે થવા દેવા.
(13) પછી ગેસ બંદ કરી દેવો,
(14)એક બાઉલ માં સાબુદાણા નાંખવા, જરૂર મૂજબ મસાલા નાખવા, લાલ મરચું હળદર, મીઠુ,લિબું નો રસ, દાડમ ના દાણા નાખવા, કાજુ , શિગ, ,નાખવા.
(15) ફરાળી ચેવડો, નાંખવો, કેળાની ચિપ્સ નાંખવી, દળેલી ખાંડ નાંખવી, મીઠુ સ્વાદ અનુસાર નાંખવી, કોથમીર નાખી બધું મિક્ષ કરી દેવુ.
(16) એક પ્લેટ માં ઇન્દોર ની પ્રખ્યાત ફરાળી ખીચડી સર્વ કરવી, તેની સાથ દહીં ઉપર લાલ મરચું ભભરાવી, કોથમીર મૂકી ને સર્વ કરવું.
😊હું આશા રાખીશ મારી આ રેસિપી તમને બધા ને જરૂર થી પસંદ આવે. તમે બધા બનાવજો તમારાં પરીવાર માટે તે લોકો પણ ખાઈને ખુશ થઈ જશે😃 👍😊😊
🙏જય ભોલે મિત્રો🙏😊😊😊😊
રસોઈની રાણી : ફોરમ ભોજક
મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…
દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.