બાજરીના વડા – દેશી વાનગી નવા અવતારમાં આજે બનાવો અમદાવાદના શોભનાબેનની સ્ટાઈલથી…

બાજરીના વડા.

દેશી વાનગી અને વિદેશી દેખાવ….!!!

છે વડા પણ દેખાય છે કૂકીઝ જેવા…!!

હા આ છે આપણાં જુના ને જાણીતા બાજરીના વડા.

આપણે સૌ જાણીએ છીએ  બાજરીના ફાયદા.

બાળકોને બાજરીના રોટલા ઓછા ને પિત્ઝાના રોટલાં વધારે ભાવવા લાગ્યાં છે. તો બાળકોને જોતાં જ ખાવાનું મન થાય એવા બાજરીના વડા લાવી છું.


આ વડા સવારે બપોરે કે સાંજે ગમે ત્યારે ચા કોફી સાથે ખાઈ શકો છો.

ચાલો બનાવીએ આ વડા..


સામગ્રી..


બાજરીનો લોટ… 200 ગ્રામ.

ધંઉનો કકરો લોટ… 100 ગ્રામ.

1 ચમચી તલ

2 ચમચી આદુ મરચાની પેસ્ટ

લાલ મરચું સ્વાદ મુજબ

મીઠુ સ્વાદ મુજબ

હળદર 1 ચમચી.

કોથમીર ઝીણી સમારેલી.

4 ચમચી તેલ મોણ માટે.

2 ચમચી દહીં.

તળવા માટે તેલ.


રીત…


સૌ પ્રથમ બતાવેલી તમામ સામગ્રી મિક્સ કરીને કઠણ લોટ બાંધો.


હવે તૈયાર કરેલ લોટમાંથી નાના નાના ગોળ આકારના ગુલ્લાં બનાવી દો.


હવે ગોળ આકારમાં વચ્ચે નાનું કાણું પાડી દો.


આ રીતે બધા જ વડા તૈયાર કરી દો.


થોડાકને ચોરસ બનાવી ચિત્રમાં બતાવ્યાં અનુસાર આકાર આપો.


હવે ગરમ તેલમાં ધીમા તાપે વારા ફરથી બધા વડા તળી લો.


બસ તૈયાર છે કોથમીરના બાજરીના વડા….


ખાવ અને ખવડાવો…. 💕


રસોઈની રાણી : શોભના શાહ. 💕

Leave a comment

Your email address will not be published. Required fields are marked *