હેલો ફ્રેન્ડઝ હું અલ્કા જોષી આજ એક હોટલ સ્ટાઈલ પંજાબી શાક ની રેસીપી લાવી છું તમે એકલા પનીર નુ શાક, પાલકપનીર નુ શાક તો ખાધુ જ હશે આજ આ પનીર મેથી નુ શાક જરૂર ટ્રાય કરજો, બાળકો ને મેથી અને પાલક ની ભાજી ભાવતી નથી પરંતુ જો પનીર સાથે તેનુ પંજાબી શાક બનાવશો તો આંગળા ચાટતા રહી જશે, તો ચાલો નોંધી…
સામગ્રી-
300-400ગ્રામ પનીર (ગરમ પાણી માં સોઅક કરી રાખવુ જેથી પનીર સોફ્ટ બને)
2 કપ તાજી સુધારેલી મેથી
2+3 tbsp વ્હાઈટ ક્રીમ
2-3 કાંદા સમારેલા
4-5 મિડિયમ સાઈઝ ના ટામેટાં સમારેલા
8-10 કળી લસણ
2-3 લીલાં મરચાં
તજ, લવીંગ, એલચી, તમાલ પત્ર(2-3 નંગ)
1tbsp એવરેસ્ટ શાહી પનીર મસાલા
1tbspલાલ મરચું
1/2tspહળદર,
1 tbspધાણાજીરું
ચપટી હીંગ
મીઠું સ્વાાનુસાર
8-10 નંગ કાજુ ,
1tbspમગજતરી
6-8 tbsp તેલ
*રીત-
1–સૌ પ્રથમ એક લોયા માં તેલ મૂકી તેમાં તજ લવિંગ એલચી તમાલ પત્ર નાખી ને પછી કાંદા નાખી સાંતળવા,
2–કાંદા બ્રાઉન થાય એટલે તેમાં ટામેટાં નાખી ને બધું એકસાથે સાંતળવું કાંદા ટામેટાં ચડી જાય એટલે ઠંડું કરી તેમાંથી તમાલ પત્ર કાઢી ને મિક્સર માં પીસી ને ગ્રેવી તૈયાર કરી સાઈડ પર મૂકી દયો.
3–હવે એક કડાઈમાં માં થોડું તેલ ગરમ કરી તેમાં થોડું જીરું નાખી ને બારીક સમારેલી મેથી ની ભાજી નાખી ને સાંતળો,
4-ત્યારબાદ તેમાં ઉપર ના બધા સૂકા મસાલા નાખી તેલ છુટું પડે ત્યાં સુધી સાંતળો ને હવે તેમાં પીસેલી ગ્રેવી નાખી પાછું ૫)૧૦ મિનિટ સુધી સાંતળોતેમાં સ્વાાનુસાર મીઠું નાખીને,હવે મસાલા ની સુગંધ આવે એટલે તેમાથોડું ફ્રેશ ક્રીમ નાખી ને હલાવો, છેલ્લે તેમાં પનીર ના ટુકડા નાખી વધુ ૫ મિનિટ ગેસ પર જ ઉકળવા દો જરૂર લાગે તો થોડું પાણી નાખી ને ઉકાળો.
લો તૈયાર છે હોટેલ સ્ટાઈલ મેથી પનીર.
સર્વે કરતી વખતે પ્લેટ માં શાક લઈ ઉપર થોડું ફ્રેશ ક્રીમ કસુરી મેથી ને કોથમીર થી ગાર્નિશ કરો ને પીરસો ગરમાગરમ રોટલી કે પરાઠા કે નાન સાથે બધા આંગળા ચાટતા રહી જશે…….
તો ચાલો તમે બનાવો આ સ્વાદિષ્ટ મેથી પનીર નુ પંજાબી શાક અને હું કરુ બીજી રેસીપી ની તૈયારી અને હા તમારો ફીડબેક આપવાનુ ભુલતા નહીં…. બાય..
રસોઈની રાણી : અલ્કા જોષી (મુંબઈ)
મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…
દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.