શું તમે ક્યારેય ટ્વીસ્ટેડ વડાપાંઉ ખાધા છે ? આજે જ બનાવો ઇનસાઈડ આઉટ વડાપાવ

સાદા વડા પાવ તો તમે અવારનવાર ખાતા હશો અને ઘરે પણ બનાવતા હશો. પણ આ ઇનસાઇડ આઉટ વડાપાવ તમે ક્યારેય નહીં ટ્રાય કર્યા હોય. તો આજે જ બનાવો આ ટ્વિસ્ટેડ વડાપાવ.

ઇનસાઇડ આઉટ વડા પાંઉ બનાવવા માટેની સામગ્રી

2 ટેબલ સ્પૂન તેલ

1 ટી સ્પૂન રાઈ

½ ટી સ્પુન હીંગ

½ ટી સ્પુન હળદર,

1 ½ ટેબલ સ્પૂન આદુ-લસણ-મરચાની પેસ્ટ

2 કપ બોઈલ્ડ મેશ કરેલા બટાટા

½ લીંબુનો રસ

2 ટેબલ સ્પૂન કોથમીર

1 ½ કપ બેસન

2 ચમચી ચોખાનો લોટ

½ ટી સ્પુન હળદર

સ્વાદ અનુસાર મીઠુ

4 નંગ કીનારી કાઢેલી બ્રેડ

2 ચીઝ સ્લાઇસ

2 ટેબલ સ્પૂન લીલી ચટની

2 ટેબલ સ્પૂન લાલ લસણની ચટની

ઇનસાઇડ આઉટ વડાપાઉં બનાવવાની રીત

સૌ પ્રથમ એક પેનમાં 2 ટેબલ સ્પૂન તેલ ગરમ કરવાનું છે. તેલ ગરમ થાય એટલે તરત જ તેમાં એક નાની ચમચી રાઈ ઉમેરવી. અને તેને ફૂટવા દેવી.
રાઈ ફુટી જાય એટલે તેમાં અરધી નાની ચમચી હીંગ, અરધી નાની ચમચી હળદર, અને ડોઢ ટેબલ સ્પૂન આદુ,લસણ, મરચાની પેસ્ટ નાખીને તેને બરાબર સાંતળી લેવું.

હવે તેમાં 2 કપ બોઈલ્ડ મેશ કરેલા બટાટા એડ કરવા અને તેને બરબર મીક્સ કરી લેવું.

હવે તેમાં બે મોટા ચમચા કોથમીર એડ કરવી અને સ્વાદઅનુસાર મીઠુ એડ કરીને બધું બરાબર મીક્સ કરી લેવું.

હવે તેમાં અરધા લીંબુનો રસ એડ કરી ફરી બરાબર મીક્સ કરી લેવું.

હવે તૈયાર થયેલા બટાટાના પુરણને બાજુ પર ઠંડુ થવા મુકી દેવું.

હવે ભજીયા માટે બેટર તૈયાર કરી લેવું. તેના માટે એક બોલમાં ડોઢ કપ બેસન, બે ચમચી ચોખાનો લોટ, ¼ ચમચી હળદર, સ્વાદ અનુસાર મીઠુ એડ કરવા

હવે તેમાં થોડું થોડું પાણી નાખી બેટર તૈયાર કરી લેવું. બેટરની કન્સીસ્ટન્સી ભજીયા જેવી જ રાખવી.

હવે બ્રેડ સ્ટફ કરવા માટે તમારે ચારેબાજુથી કીનારી કાપેલી ચાર બ્રેડ લેવી. બે બ્રેડ પર ગ્રીન ચટની સ્પ્રેડ કરી દેવી.

અને બાકીની બે બ્રેડ પર લાલ લસણની ચટની સ્પ્રેડ કરી દેવી.

હવે લાલ લસણની ચટની વાળી બન્ને બ્રેડ પર ચીઝ સ્લાઇસ મુકી દેવી અને તેને ગ્રીન ચટની વાળી બ્રેડથી કવર કરી લેવી.

હવે તેના એક સરખા નાના નાના ટુકડા કરી લેવા.

હવે બટાટાનું જે પુરણ તૈયાર કર્યું છે તેનું ગોળ વડુ બનાવી લેવું. અને તેને દબાવીને પહોળુ કરવું અને તેમાં તૈયાર કરેલી બ્રેડનો ટુકડો સ્ટફ કરી લેવો અને તેને બરાબર પુરણથી કવર કરી લેવો. આવી જ રીતે બધા જ વડા બ્રેડથી સ્ટફ કરીને તૈયાર કરી લેવા. આ દરમિયાન તેલ ગરમ કરવા મુકી દેવું.

હવે આ તૈયાર થયેલા વડાને ખીરામાં બરાબર કવર કરી લેવા.

હવે તેને ગરમ થયેલા તેલમાં તળવા નાખવા.

હવે વડા લાઇટ બ્રાઉન થાય એટલે તેને બહાર કાઢી લેવા.

તૈયાર છે ઇનસાઇડ આઉટ વડાપાવ. તેને સર્વ કરો ટોમેટો કેચપ અને તળેલા મર્ચા સાથે.

રસોઈની રાણીઃ ચેતના પટેલ

ઇનસાઇડ આઉટ વડાપાવની વિગતવાર વિડિયો

Leave a comment

Your email address will not be published. Required fields are marked *