ક્રન્ચી આલૂ કટલેટ – દરેકને પસંદ આવતા બટાકામાંથી બનાવો આ ટેસ્ટી કટલેટ…

આલૂ કટલેટ

બટેટાએ નાના મોટા સૌને ખુબજ પ્રિય હોય જે બારેમાસ ઇઝિલી અવેઇલેબલ છે. તેમાં રહેલ આયર્ન, કેલ્શિયમ, ઝિંક અને મેગ્નેશિયમ હાડકા મજબૂત બનાવે છે. બટેટા પૂરતા પ્રમાણમાં ફાઇબર્સ પણ સમાવે છે. તે વિટામીન્સ અને મિનરલ્સનો સારો એવો સોર્સ છે. તેથીજ તો આજે હું આવા બટેટાની એક યુનિક અને મજેદાર રેસિપી શેર કરવા જઈ રહી છું.

સામગ્રી :


4 નંગ મીડીયમ સાઈઝના બાફેલા બટેટા

2 ટેબલ સ્પૂન ટોસ્ટ પાવડર

3 ટેબલ સ્પૂન સુજી(રવો)

1 ટેબલ સ્પૂન ઝીણી સમારેલ કોથમીર

1/2 ટેબલ બારીક કાપેલ લાલ મરચું

1/2 ટેબલ સ્પૂન લીલું મરચું અને આદુની પેસ્ટ

1/4 ટેબલ સ્પૂન લીંબુ નો રસ

1 ટેબલ સ્પૂન દેશી ઘી

1/2 ટેબલ સ્પૂન ગરમ મસાલો

ચપટી આખા ભાંગી ખાંડેલી વરિયાળી

ચપટી તજ નો પાવડર

મીઠું સ્વાદપ્રમાણે

તળવા માટે તેલ

રીત :


સૌપ્રથમ આપણે કટલેટનો મસાલો તૈયાર કરીશું. એક કડાઈમાં એક ટેબલ સ્પૂન ઓઇલ લો, ઓઇલ ગરમ થઇ જાય એટલે તેમાં લીલું મરચું અને આદુની પેસ્ટ ઉમેરો. બરાબર મિક્સ કરો. સ્ટવની ફ્લેમ સ્લૉ રાખવી. તેમાં ઘી ઉમેરો, ઘી ઉમેરવાથી કટલેટ સરસ ક્રન્ચી બને છે, તેમ જ મિશ્રણને સ્મૂથ ટેક્ચર મળે છે. હવે તેમાં વરિયાળીનો ભુક્કો , તજ પાવડર અને અડધો ગરમ મસાલો ઉમેરી બરાબર મિક્સ કરો અને બાફેલા બટેટાને મેશ કરીને તેમાં ઉમેરો. બધું બરાબર મિક્સ કરો, આ મિશ્રણને હાથથી અડી શકાય તેટલું ઠંડુ પડવા દો.


ઠંડા પાડેલા મિશ્રણમાં બચાવેલો ગરમ મસાલો, બારીક સમારેલી કોથમીર, ઝીણું સમારેલું લાલ મરચું અને લીંબુ નો રસ નાખો, ખટાશ વધારે પસંદ હોય તો લીંબુ નો રસ વધારે નાખી શકાય. તેમાં બે ટેબલ સ્પૂન ટોસ્ટનો ભૂકો નાખો, ટોસ્ટનો ભૂકો નાખવાથી, કટલેટ તળતી વખતે તેલમાં છુટ્ટી પડતી નથી. બધુજ બરાબર મિક્સ કરો. થોડો-થોડો મસાલો લઇ કટલેટ બનાવો.


કટલેટ બનાવવા માટે અલગ અલગ શેઈપ અને સાઈઝના મોલ્ડ પણ વાપરી શકાય.


એક કડાઈમાં તળવા માટે તેલ ગરમ કરો. તેલ ઇનફ ગરમ કરી હળવા હાથે કટલેટ તળી લો. તેલ ઇનફ ગરમ ન હોય તો કટલેટ ઓઈલી બની શકે છે.
તો તૈયાર છે મજેદાર કટલેટ, ચટણી અથવા સોસ સાથે ગરમાગરમ સર્વ કરો.


રસોઈની રાણી : અલ્કા સોરઠીયા

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *