હવે સવારના વધેલા ભાતમાંથી જીરા રાઈસ કે પુલાવ નહિ પણ આ વાનગી બનાવજો કાંઈક નવીન પણ લાગશે.

ઘણીવાર દરરોજ બનાવતા હોય તેટલું જ બનાવ્યું હોય તો પણ વધી પડે છે. દરેક સ્ત્રી માટે વધેલું ભોજન એક સમસ્યા બની જાય છે. કેમ કે આ વધેલું એટલું ન હોય કે સાંજે બધાને ચાલી જાય અને જો સાંજે બીજુ કંઈ બનાવે તો જે વધ્યું હોય તેનું શું કરવું. જોકે આવી સમસ્યામાં કેટલીક રાહત આપે તેવી રેસીપી અમે તમારા માટે ખાસ લઈ આવ્યા છીએ.

જાણો હકીકત અને ભાતના અદભુત ફાયદા! ચોખામાં પ્રોટીન, વિટામિન્સ અને ખનિજ હોય છે. નબળું પાચનતંત્ર ધરાવતા લોકો માટે ભાતનું ઓસામણ અત્યંત ફાયદાકારક હોય છે.

તો આજે હું વધેલા ભાત માંથી છાશ વાળો ભાત શીખવીશ .

સામગ્રી :

– 1/2 ચમચી રાય

– 1/2 ચમચી જીરું

– 4-5 લીમડાં ના પાન

– 1 ચમચી ક્રશ લસણ

– સ્વાદ મુજબ મીઠું

– 1 કપ વધેલો ભાત

– 1/2 ચમચી હળદર

– 1 નંગ મરચું કટ કરેલાં

– 1 ગ્લાસ છાશ

– 1 ચમચી તેલ

રીત :

(1) એક કડાઈ માં તેલ લઈ .તેલ ગરમ થાય એટલે તેમાં રાય ,જીરું ,મરચાં ના કટકા અને લીમડો લઇ તતડે એટલે તેમાં ભાત ઉમેરી બરાબર મિક્ષ કરી લેવું .

(2) હવે ,આ ભાત માં મસાલા ઉમેરવા જેવાં કે હળદર ,મીઠું અને લસણ ની પેસ્ટ અને તેને બરાબર મિક્ષ કરી લેવું .

(3) ત્યારબાદ છેલ્લે છાશ ઉમેરી .તેની ઉપર ડીશ ઢાંકી .અને મસાલા ચડી જાય અને ભાત એક રસ થાય એટલે ગેસ બંધ કરી .કોથમીર થી સજાવી ગરમ પીરશવું .

નોંધ :

તમે છાશ ને બદલે ઘોળેલું દહીં પણ લઇ શકો છો .


રસોઈની રાણી : દિગના રૂપાવેલ (બરોડા )

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *