ભૈડકુંનો લોટ ઘરે તૈયાર કરવા માટેનો પરફેકટ માપ સાથેની સિક્રેટ ટિપ્સ

આજે આપણે ભૈડકું નો લોટ ઘરે તૈયાર કરવા માટે નો પરફેક્ટ માપ સાથે ની સિક્રેટ ટિપ્સ જોઈશું.

1- જ્યારે આપણે ભૈડકું નો લોટ ઘરે બનાવો હોય ત્યારે શું શું લેવાનું? તો તેના માટે બે કપ મગ ફોતરા વાળી દાળ લઈશું. તેની સામે એક કપ બાજરી લેવાની છે.અને તેની સામે અડધો કપ ચોખા અને અડધો કપ ચણા ની દાળ લેવાની છે. અને લગભગ બે ચમચી ઘઉં લેવાના છે. આ પાચ વસ્તુ જરૂરી છે ભૈડકુ બનાવવા માટે.


2- હવે આ પાચ વસ્તુ લઈ કકરુ દળાવી લેવાનું છે. આ રીતે ભૈડકુ નો લોટ તૈયાર થતો હોય છે.તમે ઘરે પણ દળી શકો છો. અથવા બહાર ઘંટી એ પણ દડાવી શકો છો.જે લોટ છે તે એકદમ લીસો ના થવો જોઈએ. તેનું ખાસ ધ્યાન રાખવાનું છે.

3- આ ભૈડકુ એકદમ હેલ્ધી છે. જ્યારે તમને શરદી થઈ હોય ત્યારે તમે ભૈડકુ બનાવી ને ખાય શકો છો.જ્યારે હું ભૈડકુ મારા ઘરે બનાવું ત્યારે શું કરું કે ત્યારે એક ચમચી લોટ લેતી હોવ છું. અને એક ચમચી ઘી માં શેકી લવ છું. બહુ વધારે પ્રમાણમાં ઘી નથી એડ કરવાનું. અને બાજુ માં એક પેન માં પાણી ગરમ કરવા મૂકી દેતી હોવ છું.

4- જ્યારે એક ટેબલ સ્પૂન લોટ લેતા હોય એની સામે એક કપ પાણી લેવાનું છે. એ પાણી ને આપણે ઉકળવા મૂકી દઈશું. અને એ પાણી માં લગભગ ૧/૪ ટી સ્પૂન અધકચરા મરી લઈ લઈશું. તેની સાથે પા ટી સ્પૂન સૂંઠ પાવડર લઈશું. અને પા ટી સ્પૂન થી અડધી હળદર એડ કરીશું.અને સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું.


5- હવે આ પાણી ને આપણે ઉકળવા મૂકી દઈશું.હવે લોટ ને સુગંધ આવે ત્યાં સુધી શેકી લેવાનો છે. હવે લોટ શેકાય એટલે તેમાં ઉકાળેલું પાણી તેમાં ઉમેરી દઈશું. અને ફરી થી તેને હલાવતા રહીશું. અને ખાસ ધ્યાન રાખવાનું છે કે એકદમ સરસ રીતે તેને હલાવતા રહેવાનુ છે કે જેથી કરી ને લોટ ના ગાઠા ના પડી જાય.

6- જો લોટ બરાબર શેકાયો હસે ને તો લોટ માં ગાઠા નઈ પડે.પણ લોટ કાચો હસે ને તો ચોક્કસ થી જે ભૈડકુ તૈયાર થશે ને તેમાં ગાઠા પડી જશે. એટલે સરસ રીતે મિક્સ કરી લેવાનું છે.અને જો તમને એવું લાગે કે હજુ વઘારે ગાઠા છે અને આ ગાઠા છુટી નથી રહ્યા. તો શું કરવાનું? ચિંતા કરવાની જરૂર નથી. તરત જ બ્લેન્ડર જ ફેરવી લેવાનું. તો ગાઠા તૂટી જસે.જે ભૈડકુ સરસ તૈયાર થઈ જસે.

7- હવે ભૈડકુને ઉકાળી લઈશું.જેથી એકદમ પરફેક્ટ ભૈડકુ તૈયાર થઈ જસે. અને કચ્છ માં તો આ ભૈડકું નો લોટ છે તેમાંથી મુઠીયા પણ બનાવે છે.અને લીલા મરચાં અને કોથમીર ઉમેરવા માં આવે છે.અને દુધી છીણી ને પણ અંદર ઉમેરવામાં આવે છે. એ લોટ ને એક થી બે કલાક માટે પલાળવામાં આવે છે. મુઠીયા ની જેમ જ પલળવાનો છે. એટલે કે ખીરું નથી બનાવવાનું પણ તેની અંદર પાણી ઉમેરી થોડું મોવાણ ઉમેરી અને રહેવા દેવાનું છે.

8- હવે તેને મિક્સ કરી ઘટ્ટ લોટ બનાવી તેને ઘટ્ટ ખીરુ બનાવી ને રહેવા દેવાનું છે. જેથી કરી ને જે કરકરો લોટ છે. એ સરસ રીતે ફૂલી જાય અને સરસ તૈયાર થઈ જાય પછી તેના હાથ થી વારી ને મુઠીયા બનાવવામાં આવે છે. આ મુઠીયા જે છે એ તેલ સાથે મેથી ના મસાલા સાથે બહુ જ સરસ લાગે છે. તેની સાથે વઘારેલા પણ બહુ જ સરસ લાગે છે.તો તમે ટ્રાય કરજો.અને ભૈડકુ નો લોટ ચોક્ક્સ ઘરે બનાવજો. અને આ રીતે બનાવશો તો ભૈડકું એકદમ પરફેક્ટ બનશે. અને આ મુઠીયા છે ને એ પણ બહુ જ સરસ બનશે.તો ચોક્ક્સ થી બનાવજો.


રસોઈની રાણી : સુરભી વસા

Youtube Link :ચેનલ સાથે જોડાવવા અહીંયા ક્લિક કરો.

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *