ભાવનગરી ગાંઠિયા – સવારે ચા કે કોફી સાથે ગાંઠિયા ખાવા છે? તો હવે ઘરે જ બનાવો…

ભાવનગરી ગાંઠિયા

આમ તો ખાસ કરીને સવારની ચા સાથે તમને ઘણા લોકોને નાસ્તોન કરવાની એ આદત હોય છે પરંતુ જો તમે રોજ રોજ શુ નાસ્તો બનાવવો તે માટે તમારે કેટલીક વખત કન્ફ્યૂઝ એ થઇ જવાય છે માટે તો આજે અમે તમને તમારા માટે એક સરસ મજાની રેસીપી લઇને આવી છું કે જે તમે ઘરે સહેલાઇથી બનાવી શકો છો.અને હમણાં તમે lock down હસો એટલે ગાંઠિયા તો યાદ આવતા હશે ને ?? અને તમે ઘણી વખત આ બજારમાંથી ગાંઠિયા લાવીને નાસ્તો કરો છો પરંતુ આ ગાંઠિયા એ ઘરે જ બનાવવામા આવે તો કેવુ રહેશે. તો ચાલો જોઇએ કેવી રીતે બનાવાય ભાવનગરીગાંઠિયા.

ગાઠીયા બનવાની સામગ્રી

  • – 500 ગ્રામ ચણાનો લોટ ( ગાય છાપ બેસન લીધો છે )
  • – 1 કપ તેલ
  • – 3 ચમચી મીઠું
  • – 2 ચમચી બેકિંગ સોડા અથવા કપડાં ધોવા ના સોડા અથવા ખાવા ના સોડા
  • – 2 નાની ચમચી અજમો
  • – 1 ચપટી હિંગ
  • – 3 ચમચી વાટેલાં કાળામરી
  • – તળવા માટે તેલ
  • – ગાંઠિયા નો જારો

બનાવવાની રીત

સ્ટેપ :1

સૌપ્રથ તમારે એક મોટા બાઉલમા ચણાનો લોટ લો અને આ લોટ ને 2-3 વાર છાની લો .અને કથરોટ માં લઇ લેવું .

સ્ટેપ :2

આ લોટ એ બાંધવા માટે તમારે તેલ ગરમ કરવુ અને આ તેલ ગરમ થઈ જાય એટલે તમારે ગેસ એ બંધ કરી દેવું .

સ્ટેપ :3

હવે લોટ માં અંદર મીઠુ અને સોડા એ નાખી મિક્સ કરી આ તમારે તેલને ચણાના લોટમા મિક્સ કરી દો અને ત્યારબાદ તમારે ચણાના લોટમા હિંગ અને કાળામરી અને અજમો એ મસળીને નાખો અને ત્યારબાદ મસળીને થોડું થોડુ પાણી એ ઉમેરતા જાઓ અને લોટ તૈયાર કરો.

સ્ટેપ :4

આ સિવાય જેના માટે તમે લોટ એ એકદમ સોફ્ટ હોવો જરૂરી છે અને આટલો લોટ એ બાંધવા માટે તમારે લગભગ પોણો કપ પાણી લાગશે. અને આ લોટને તમારે લગભગ ૧૦ મિનિટ સુધી ફેંટીને તૈયાર કરવો અને ત્યારબાદ તમારે ગાંઠિયા પાડવાના જારો લઇ તેને હાથમા થોડુ તેલ એ લગાવી લોટ જારો ની મદદ થી હાથ ની મદદ થી પાથરો બીજી તરફ તમે તેલ એ ગરમ કરવા મૂકવુ અને આ ગાંઠિયા માટે તેલ મિડિયમ ગરમ હોવુ જોઇએ.

સ્ટેપ :5

આ સિવાય તેલ એ ગરમ થઈ જાય એટલે તમારે તેલમા ગાંઠિયા પાડવા અને તેને વ્યવસ્થિત તળવા બસ તૈયાર છે સોફ્ટ ગાંઠિયા.અને મારચા સાથે માજા માળો ….

ટિપ્સ :

તમારે બસ તૈયાર છે માટે આ ગાંઠિયા માટે તમારે લોટ અને રોટલીના લોટ કરતા પણ વધુ સોફ્ટ હોવો જોઇએ. અને આ ગાંઠિયાને તમારે એરટાઇટ ડબ્બામા એક દોઢ મહિના સુધી તમારે સ્ટોર કરી શકાય છે.અને જયારે પણ ગરમ ખાવા નું મન થઈ જાય તો ગરમ ગરમ ઉતારી શકાય …


રસોઈની રાણી : દિગના રૂપાવેલ (બરોડા)

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *