બ્રેડ મલાઇ રોલ – ફોટો જોઈને જ મોઢામાં પાણી આવી ગયું હું તો આજે જ બનાવીશ અને તમે?

સ્વીટ એ દરેક ને ભાવતી વસ્તુ છે, કોઈ પણ નાનું સેલિબ્રેશન હોય , પાર્ટી હોય કે મેહમાન આવવાના હોય સ્વીટ વગર તો ચાલે જ નાઈ તો આજે આપણે બહુ જ ઓછી સામગ્રી થી સરળ રીતે બની જાય તેવી રેસીપી જોઈએ. આજે આપણે બનાવીશુ બ્રેડ મલાઈ રોલ તો ચાલો રેસિપી જોઈ લઈએ.

સામગ્રી

  • 500 મિલી ફુલ ફેટ દૂધ
  • ૨ ચમચી ખાંડ
  • અડધી ચમચી ઈલાયચી પાઉડર
  • ૪-૫ ચમચી કેસર વાળું દૂધ
  • ૬ બ્રેડ સ્લાઈસ
  • ૧.૫ ચમચી ખાંડ + પાણી
  • બદામ ની કતરણ

સૌ થી પેલા દૂધ ને ધીમા ગેસ પર ગરમ કરવા મૂકી દેવાનું છે ,

દૂધ ગરમ થઇ ને ઉપર આવા લાગે એટલે હલાવતા જવાનું છે , સાઈડ માં જે મલાઈ ભેગી થાય તે પણ દૂધ માં સાથે મિક્સ કરતા જવાની છે.

દૂધ ફૂલ ફેટ જ લેવું જે થી મલાઈ સરસ આવશે અને ટેસ્ટ સારો આવશે. ધીમા ગેસ પાર ૧/૪ ભાગ નું દૂધ બળી જાય ત્યાં સુધી દૂધ હલાવતા રેવાનું છે ,

ત્યાર પછી તેમાં ખાંડ તમને જેટલું ગળ્યું પસંદ હોય તે પ્રમાણે વધુ કે ઓછી કરી લેવી , ઈલાયચી પાઉડર નાખી દો.

બરાબર હલાવી અને ગેસ બંધ કરી મલાઈ રબડી ને પેલા એમનમ ઠંડી થવા દઈ અને પછી ફ્રિજ માં મૂકી ઠંડી કરી લેવી.

હવે આપણે બ્રેડ રોલ બનાવા માટે બ્રેડ ની સ્લાઈસ લઇ અને કિનારી કાપી લઈશુ,

અને સાથે સુગર સીરપ પણ બનાવી લઈશુ તો તેના માટે ૧.૫ ચમચી ખાંડ અને સામે તે પ્રમાણે પાણી લઇ બધી ખાંડ ઓગળી જાય ત્યાં સુધી હલાવી લો , અને પછી સાઈડ પર રાખી દો.

હવે બ્રેડ સ્લાઈસ ને પાટલી પર વેલણ થી વણી થોડી પતલી કરી દઇશુ , જેથી રોલ બરાબર વળે .

પછી ૨ બ્રેડ સ્લાઈસ લઇ તેના પર સુગર સીરપ લગાવી લો વિડિઓ માં બતાવ્યા પ્રમાણે , બદામ ની કતરણ નાખી અને ધીમે ધીમે રોલ કરી દો , આ રીતે બધી બ્રેડ ના રોલ કરી લો,

હવે સર્વિંગ પ્લેટ માં બ્રેડ રોલ મૂકી , ઉપર મલાઈ રબડી નાખી દો , અને ઉપર થોડું કેસર વાળું દૂધ નાખી દો , બદામ ની કતરણ અને કેસર થી ગાર્નિશ કરી સર્વ કરો.


રસોઈની રાણી : નિરાલી કોરાટ

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *