ઉનાળું સ્પેશિયલ ઈન્સ્ટન્ટ કાચી કેરીનો છુંદો બનાવવાની રીત…

આજે આપણે બનાવીશું ઉનાળુ સ્પેશિયલ ઇન્સ્ટન્ટ કાચી કેરી નો છુંદો બનાવવાની રીત જોઈશું. આ નાના બાળકો નો ફેવરીટ હોય છે.તો ચાલો જોઈ લઈએ કઈ રીતે બને છે.

સામગ્રી

  • કાચી કેરી
  • ખાંડ
  • લવિંગ
  • તજ
  • લાલ મરચું
  • મીઠું
  • સીંગતેલ
  • સૂકું લાલ મરચું
  • જીરું

રીત

1-અત્યારે આપણે એક કેરી લઈશું જનરલી છુંદો રાજાપુરી કેરી નો બને છે પણ રાજાપુરી અત્યારે અવેલેબલ નથી એટલા માટે અત્યારે તોતાપુરી કેરી લીધી છે.હવે કેરી ને ધોઈ લઈશું તેને કોરા કપડે સાફ કરી લઈશું.અને તેને છોલી લઈશું અને ધ્યાન રાખવાનું છે કે પાણી નો ભાગ ના રહેવો જોઈએ નહી તો છુંદો બગડી જશે.

2- હવે કેરી નું લાંબુ લાંબુ છીણ કરી લઈશું.હવે તમે વીડિયોમાં જોઈ શકો છો કે લાંબુ લાંબુ છીણ તૈયાર કરી લીધું છે અત્યારે આપણે છુંદો બનાવીએ છીએ તે ગેસ પર બનાવીશું.ઘણા ના ઘર માં તડકો નથી આવતો તો આપણે ક્યાં સૂકવવા જઈએ.

3- તે વખતે આ ઓપ્શન બહુ સારું રહે છે ગેસ પર પણ તમે છુંદો બનાવી શકો છો,વઘારેલો છુંદો.તો આજે આપણે એ બનાવીએ છીએ.હવે જેટલી કેરી લઈએ તેટલી જ ખાંડ લેવાની છે માપ બવ અગત્ય નું છે,હવે તેને એડ કરીશું.

4- હવે અડધી ચમચી મીઠું એડ કરીશું હવે તેને મિક્સ કરી લઈશું હવે ખાંડ ઓગળે ત્યાં સુધી તેને ઢાંકી ને રહેવા દઈશું.આપણે અહીંયા ઓછી કેરી છે એટલે ખાંડ ને ઓળતા પંદર મિનિટ લાગશે જો વધારે હોય તો વાર લાગશે. ખાંડ નું પાણી છૂટે પછી તેને વઘારી શું.

5- હવે તેને ઢાંકીને ને પંદર મિનિટ રહેવા દઈશું.હવે વીસ મિનિટ જેવું થઈ ગયું છે જે તમે વીડિયોમાં જોઈ શકો છો. એકદમ સરસ ખાંડ ઓગળી ગઈ છે હવે આપણે તેને વઘારી શું.હવે એક પેન લઈશું હવે તેમાં એક ચમચી સીંગતેલ લઈશું અને જો સીંગતેલ હોય તો વધારે સારું.

6- આમાં તમે હળદર પણ નાખી શકો છો પણ આપણે અહીંયા નથી નાખી. હવે તેલ ગરમ થઈ ગયું છે હવે તેમાં ત્રણ લવિંગ અને બે તજ ના ટુકડા અને એક સૂકું લાલ મરચું નાખીશું.હવે તેમાં એક મોટી ચમચી જીરૂ નાખીશું.હવે તેમાં કેરી નું છીણ એડ કરીશું.હવે તેને કુક કરી લઈશું.હવે કેરી સરસ ચડી જશે,રસો જાડો થાય ત્યાં સુધી તેને કુક કરી લઈશું.

7- હવે પાચ મિનિટ થઈ ગઈ છે તમે વીડિયોમાં જોઈ શકો છો કે કેરી નો કલર બદલાઈ ગયો છે હજુ તેને ઢાંકી ને થોડી વાર કુક થવા દઈશું.લગભગ દસ મિનિટ થઈ ગઈ છે હવે તમે વીડિયોમાં જોઈ શકો છો કે કેરી એકદમ સરસ કુક થઈ ગઈ છે.આનો રસો છે તે એકદમ ઘટ્ટ થઈ ગયો છે હવે આ સ્ટેજ પર ગેસ બંધ કરી દઈશું.

8- હવે આપણે લાલ મરચું ઉમેરવાનું છે પણ અત્યારે નહી જો અત્યારે એડ કરીશું તો કલર બગડી જશે.એટલે તેને એકદમ ઠંડુ પડવા દઈશું.ઠંડુ પડશે ત્યારે તેમાં લાલ મરચું એડ કરીશું,હવે તમે વીડિયોમાં જોઈ શકો છો કે ઠંડુ પડ્યું એટલે તે સરસ જાડું થઈ ગયું છે.

9- હવે તેમાં એક ચમચી લાલ મરચું પાવડર નાખીશું.જો તમે વધારે તીખું પસંદ કરો તો વધારે નાખી શકો છો.તમે વીડિયોમાં જોઈ શકો છો કે કેટલો સરસ કલર આવ્યો છે જો તમે તરત જ નાખશો તો બળી જસે અને આવો સરસ કલર નઈ આવે.હવે આને કાચ ની બરણી માં ભરી લઈશું.

10- ધ્યાન એ રાખવાનું છે કે બરણી માં પાણી નો ભાગ ના હોય તેને એકદમ ડ્રાય કરી લેવાની છે અને એર ટાઈટ હોવી જોઈએ.તો રેડી છે વઘારેલો છુંદો.આ ઉનાળા માં જરૂર થી બનાવજો ખાજો અને ખવડાવજો.

રેસિપી વિડિઓ:


રસોઈની રાણી : કોમલ ભટ્ટ

Youtube Link :ચેનલ સાથે જોડાવવા અહીંયા ક્લિક કરો.

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *