ઇન્સ્ટન્ટ બ્રેડ રસમલાઈ – બહુ જ ઓછા સમયમાં તૈયાર થઇ જશે આ રસ મલાઈ…

આજે આપણે બનાવીશું રસદાર ઇન્સ્ટન્ટ બ્રેડ રસ મલાઈ. જો તમારે ઓછા સમયમાં રસમલાઈ બનાવી છે તો આ રેસિપી ચોક્ક્સ થી ટ્રાય કરજો.ઘરે કોઈ ગેસ્ટ આવે તો ફટાફટ બની જાય છે.અને ઘર માં દરેક ને પસંદ આવશે.અને નાના બાળકો ને તો ખાસ.એકવાર જોતા જ મોઢા માં પાણી આવી જશે.તેવી રસમલાઈ તમે ઘરે જરૂર થી ટ્રાય કરજો. અને આ વિડિયો ને અંત સુધી જોજો. તો ચાલો રેસિપી જોઈ લઈએ.

સામગ્રી

  • દૂધ
  • કેસર
  • ખાંડ
  • મિલ્ક પાવડર
  • બદામ
  • બ્રેડ

રીત

1- સૌથી પહેલા દૂધ ને ગરમ કરવા મૂકી દઈશું.અહીંયા આપણે ૫૦૦ ગ્રામ ફેટ વારું દૂધ લઈશું. ઉભરો આવે ત્યાં સુધી તેને ગેસ પર રહેવા દઈશું. ત્યાર પછી તેમાં મિલ્ક પાવડર એડ કરીશું.

2- હવે આપણે થોડું દૂધ લઇ ચાર ચમચી મિલ્ક પાવડર એડ કરીશું. અને ગાઠીયા ના પડે તે રીતે મિક્સ કરી લઈશું. ત્યાર બાદ દૂધ માં એડ કરીશું. અને તેને વીસ્કર થી મિક્સ કરી લઈશું.

3- હવે તેમાં બે ચમચી કેસર વાળુ દૂધ એડ કરીશું.હવે બરાબર મિક્સ કરી તેને એક થી બે મિનિટ ઉકાળી લઈશું.ત્યાર પછી તેમાં ત્રણ ચમચી ખાંડ ઉમેરી શું. તમે તમારા ટેસ્ટ મુજબ એડ કરી શકો છો.

4- હવે ખાંડ નાખ્યા પછી ત્રણ થી ચાર મિનિટ માટે ઉકાળી લઈશું. હવે તમે વીડિયોમાં જોઈ શકો છો કે આપણું દૂધ ઉકળી ગયું છે. હવે દૂધ ને ઠંડુ થવા દઈશું. હવે આપણે પાચ બ્રેડ લઈ લઈશું.

5- હવે બ્રેડ ને ગોળ કટ કરી લઈશું. તમારી પાસે બોટલ નું ઢાંકણ હોય તો તેના થી કટ કરી લેવાનું. તમે મોટા પણ કરી શકો છો. હવે બધી બ્રેડ ના ગોળ કટ કરી લીધા છે. જે તમે વીડિયોમાં જોઈ શકો છો. દૂધ ને બહાર ઠંડુ થઈ ગયા પછી તેને ફ્રીઝ માં ઠંડુ કરી લેવાનું.

6- હવે આપણે સર્વે કરીશું. હવે એક પ્લેટ માં બ્રેડ કટ કરેલી લઈ લઈશું. હવે તેના પર દૂધ નાખતા જઈશું. તમારે બાઉલ માં સર્વે કરવી હોય તો તે રીતે પણ કરી શકાય. હવે બદામ ની કતરણ થી ગાર્નિશ કરી લઈશું.

7-તમે બદામ સાથે પિસ્તા પણ લઈ શકો છો. તો બિલકુલ તૈયાર છે એકદમ ટેસ્ટી રસમલાઈ.મિલ્ક પાવડર નો ઉપયોગ કરી ને બનાવેલી આ રસમલાઈ એકદમ ટેસ્ટી લાગે છે.તો તમે આ રીતે એકવાર ચોક્ક્સ થી બનાવજો.

વિડિઓ રેસિપી:


રસોઈની રાણી : નિરાલી કોરાટ યુટ્યુબ ચેનલ : MyCookingDiva

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *