Burrito bowl – યંગ જનરેશનને અને બચ્ચાઓને ખૂબ મજ્જા પડશે એવી વાનગી છે.

ફ્રેન્ડ્સ આજે હું એક નવીજ મેક્સિકન વાનગી “Burrito bowl “ની રેસીપી લાવી છું . ખાવામાં ખૂબ ટેસ્ટી છે . યંગ જનરેશનને અને બચ્ચાઓને ખૂબ મજ્જા પડશે એવી વાનગી છે. ફ્રેન્ડ્સ તમે જરૂર થી ટ્રાય કરજો. ખાવામાં હેલ્થી એન્ડ સ્વાદ માં ટેસ્ટી એવી વાનગી છે. જોતાજ ખાવાનું મન થયી જશે. તો ચાલો જોઈ લઇ બનાવવાની રીત.

” Burrito Bowl ” બનાવવા જોઈશે :

પેન માં એડ કરવાની સામગ્રી :

  • ૧ કપ બોઇલ રાઈસ ,
  • ૧/૨ કપ બોઇલ રેડ રાજમા
  • ૧/૨ કપ બોઇલ કોર્ન
  • ૧ ડુંગળી જીણી સમારેલી ,
  • ૧ ટામેટું ઝીણું સમારેલું ,
  • ૧ કપ કેપ્સિકમ ઝીણું સમારેલા (લાલ, લીલા, પીળા )
  • ૨ ચમચી રેડ સોસ ,
  • ૧ ચમચી સોયા સોસ,
  • ૩ ચમચી સાલસા સોસ,
  • ૧ ચમચી રેડ ચીલી ફ્લૅક્સ
  • ૧ ચમચી તેલ,
  • મીઠું, કોથમીર, મરી પાઉડર ..

સલાડ ની સામગ્રી :

  • ૧ કાંદો જીણી સમારેલો
  • ૧ટામેટું ઝીણું સમારેલું
  • રેડ ચીલી ફ્લૅક્સ , મીઠું.

Sour ક્રીમ ની સામગ્રી :

  • ૧ વાડકી હંગ કર્ડ
  • ૧ ચમચી લીંબુ નો રસ,
  • સિંધવ મીઠુ.

રીત :

Step 1 : એક પેન માં થોડું તેલ મૂકી રાજમા એન્ડ રાઈસ સિવાય ની બધી સામગ્રી એડ કરી સાંતળવું,. બહુ નહી સાંતલવાનું, જેથી થોડું કાચું રહે.

Step 2 :ત્યાર પછી પેન માં રાજમા એન્ડ ભાત ઉમેરવા અને થોડી વાર યે સબ એક બાઉલ મે માધ્યમ ગેસ પે 3 મિનિટ ધીમા ગેસ રાખી હલાવતા રેહવું પછી ગેસ બંધ કરી દેવો ..

Step: ૩

એક બાઉલ માં સલાડ ની સામગ્રી ૧ કપ કાંદા , ૧ કપ ટામેટા, રેડ ચીલી ફ્લેક્સ , મીઠું મિક્સ કરવું.

Step 4 :

બીજા બોઉલ માં sour ક્રીમ ની સામગ્રી મિક્સ કરવી. દહીં, કાળા મરી પાવડર, સિંધવ મીઠું, લીંબુનો રસ મિક્સ કરવો.

Step 5:

એક મોટા બાઉલ માં પહેલાં રાઈસ – રાજમા બનાયા એનું લેયર કરવું. પછી ઉપર sour ક્રીમ નું લેયર પાથરવું , પછી ઉપર સલાડ પાથરવું ..

Step 6: તૈયાર કર્યો એ બોઉલ માં ઉપર ચીઝ પણ ભભરાઈ શકો છો અને ઘર માં હોય તો નાચો ચિપ્સ ના ટુકડા પણ ભભરાઈ શકો છો. રેડી છે “Burrito Bowl ” જમવા માટે.

તમે જરૂર થી બનાવજો આ વાનગી તમારા ઘરે. ખુબજ સરળ અને ટેસ્ટી વાનગી તમારા ઘરમાં બધા ને જરૂર થી ભાવશે.

રસોઈની રાણી : રૂચિતા અંકુર શાહ (અમદાવાદ)

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *