હેલ્થી ચાટ કટોરી – બાળકોને સ્કૂલથી આવે એટલે બનાવી આપો આ કટોરી ચાટ…

ચાટ તો બધાયનું ઓલ ટાઇમ ફેવરિટ હોય છે..એમા ય આપણે આવા હેલ્થી ચાટ બનાવીશું તો ડબલ મજા અવિ જશે.બધાયની મમ્મી ઘર ના મેંમ્બર્સ ને હેલ્થી ખવડાવાનો પ્રયત્ન કરતી જ હોય છે …તો આ કટોરી ચાટ ચોક્કસ થી ટ્રાય કરજો…તો રાહ જેની જોવોછો….જાણી લો ફટાફટ તેની સામગ્રી :-

હેલ્થી ચાટ કટોરી

  • ફણગાવેલા મગ – ૧ વાટકી
  • ઘઉં અને સોયાબીન નો લોટ – ૧ બાઉલ
  • લાલ મરચું – ૧ ચમચી
  • ચાટ મસાલા – ૧ ચમચી
  • ટામેટા – ૧ નંગ
  • ડુંગળી – ૧ નંગ
  • મીઠી ચટણી – સ્વાદાનુસાર
  • મીઠું – સ્વાદાનુસાર
  • તેલ – જરૂર મુજબ
  • પાણી જરૂરમુજબ
  • ઝીણી સેવ
  • કોથમરી

રીત :-

સૌ પ્રથમ લોટ માં મીઠું અને પાણી નાખી બાંધી ૧૦ મિનિટ માટે મકી દો

એક પ્યાન માં મગ,પાણી,મીઠું નાખી ૫ મિનિટ બાફી લેઉ.

ત્યાંસુધી ડુંગળી,ટામેટા,અને કોથમરી ઝીણી સમારી લેવી.

બાંધેલા લોટમાંથી નાની નાની પુરી બનાવી લેવી.

હવે બાફેલા મગમાં ડુંગળી,ટામેટા,કોથમરી,મરચું, મીઠું , ચાટ મસાલો બધું નાખી મિક્સ કરી લો.

અપ્પમ પાત્ર લઈ તેમાં ફક્ત ૨ ડ્રોપ તેલ નાખી પુરી અંદર ગોઠવી કટોરી નો શેપ આપવો.

હવે અપ્પમ પાત્ર ગૅસ પર મૂકી તૈયાર કરેલું સ્ટફિંગ કટોરી માં નાખી ઢાંકણ બંદ કરી ૫ મિનિટ મૂકવું.

૫ મિનિટ પછી કટોરી બારે કાઢી લેવી.

પ્લેટ માં બધી કટોરી કાઢી ઉપર મીઠી ચટણી,શેવ, કોથમરી નાખી હેલ્થી ચાટ સર્વ કરવું.

રસોઈની રાણી : નેહા આર. ઠક્કર

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *