ટેસ્ટી અને ચટપટા ઇન્દોરી પૌઆ સ્પેશ્યલ ડ્રાય મસાલા સાથે સરળ અને પરફેક્ટ રીત…

આજે આપણે ટેસ્ટી અને ચટપટા ઇન્દોરી પૌઆ સ્પેશિયલ ડ્રાય મસાલા જોઈ લઈશું.આ પૌઆ બહાર લારી પર મળે તેવા તમારે પૌઆ ખાવા છે તો ચાલો આજે બનાવી લઈએ ઇન્દોર ના ફેમસ એવા ઈન્દોરી પૌઆ.

સામગ્રી

  • પૌવા
  • મીઠા લીમડાના પાન
  • હીંગ
  • રાઈ
  • જીરું
  • મીઠું
  • ખાંડ
  • હળદર
  • ચાટ મસાલો
  • લીલા મરચાં
  • સીંગદાણા
  • જાયફળ
  • ફુદીના પાવડર
  • તેલ
  • લીંબુ નો રસ
  • કાશ્મીરી લાલ મરચું
  • ડુંગળી

રીત

1- સૌથી પહેલા પૌવા ને ધોઈ લઈશું આપણે અહીંયા ૫૦૦ ગ્રામ પૌવા લઈ લીધા છે તમારે નાયલોન પૌવા નથી લેવાના તે ખાસ ધ્યાન રાખજો, હવે આ પૌવા ને પાચ મિનિટ રહેવા દઈશું.

2- જેથી તેમાંથી બધું પાણી નીકળી જાય,હવે પાચ મિનિટ થઈ ગઈ છે અને પૌવા માંથી બધું પાણી પણ નીકળી ગયું છે હવે તેમાં અડધી ચમચી મીઠું એડ કરીશું અને એક ચમચી જેટલી ખાંડ નાખીશું.

3- હવે તેમાં અડધી ચમચી હળદર નાખી બધું મિક્સ કરી લઈશું હવે આ પૌવા ને સ્ટીમ કરી લઈશું તો તેના માટે એક વાસણ માં ગરમ કરવા પાણી મુકીશું તેમાં પૌવાની જાળી મૂકી ઢાંકી દઈ પાચ મિનિટ માટે કુક થવા દઈશું હવે ઇન્દોરી પૌવા માં એક ડ્રાય મસાલો ભભરાવતા હોય છે.

4- તો એક ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર,એક ચમચી ચાટ મસાલો,૧/૪ ટેબલ સ્પૂન હીંગ અને એક ચમચી જાયફળ ફુદીના પાવડર હવે આ બધું એક બાઉલ માં લઇ લો બધું સરસ મિક્સ કરી લઈશું.

5- તો આપણો ડ્રાય મસાલો રેડી છે હવે પાચ મિનિટ થઈ ગઈ છે અને પૌવા પણ આપણા સ્ટીમ થઈ ગયા છે હવે ગેસ બંધ કરી દઈશું હવે એક કડાઈમાં ચાર થી પાંચ ચમચી તેલ ગરમ કરવા મુકીશું હવે તેલ ગરમ થાય એટલે તેમાં ૧/૪ કપ સીંગદાણા એડ કરીશું તેને એક થી બે મિનિટ માટે સાંતળો.

6- હવે તમે વીડિયોમાં જોઈ શકો છો કે સીંગદાણા સંતળાય ગયા છે તો તેને કાઢી લઈશું પછી તે જ તેલ માં એક ચમચી રાઈ ત્યારબાદ એક ચમચી જીરૂ,૧/૪ ટેબલ સ્પૂન હીંગ એડ કરીશું ત્યારબાદ દસ થી પંદર મીઠા લીમડાના પાન નાખીશું.

7- હવે તેમાં બે લીલા મરચા કટ કરેલા, ત્યારબાદ એક બટેકુ ઝીણું કટ કરેલું ત્યારબાદ અડધી ચમચી હળદર નાખીશું ત્યારબાદ અડધી ચમચી મીઠું નાખી મિક્સ કરી લઈશું હવે તેને ઢાંકીને બે મિનિટ માટે કુક કરી લઈશું,હવે બે મિનિટ પછી બટેકા સોફ્ટ થઈજાય એટલે તેમાં એક નંગ ઝીણી સમારેલી ડુંગળી નાખી અને એક મિનિટ જેટલું સાંતળી લો.

8- હવે તેમાં ફ્રાય કરેલા સીંગદાણા એડ કરીશું અને સ્ટીમ કરેલા પૌવા નાખી દેવાના છે હવે ગેસ ને બંધ કરી દઈશું પૌવા ને વધારે કુક કરવાની જરૂર નથી હવે તમે તમારા સ્વાદ પ્રમાણે મીઠું નાખી શકો છો ત્યારબાદ એક ચમચી જેટલી ખાંડ નાખીશું.

9- હવે એક લીંબુ નો રસ એડ કરીશું ત્યારબાદ અડધી ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર નાખીશું જો તમારે નાખવું હોય તો નાખી શકો છો હવે તેમાં ઝીણી સમારેલી કોથમીર નાખીશું હવે હળવા હાથે પૌવા ને સરસ મિક્સ કરી લઈશું.

10- તમે વીડિયોમાં જોઈ શકો છો કે પૌવા એકદમ સરસ છુટા છુટા બન્યા છે હવે પૌવાને એક સર્વિગ પ્લેટ માં લઇ લઈશું હવે તેમાં ઉપર થી બનાવેલો ડ્રાય મસાલો ભભરાવી લઈશું ત્યારબાદ ઝીણી સમારેલી ડુંગળી નાખીશું, ત્યારબાદ ઝીણું સમારેલું ટામેટું નાખીશું. હવે ફરી મસાલો થોડો ભભરાવી લઈશું.

11- હવે તેમાં થોડું નમકીન નાખીશું તમારી પાસે રટલામી સેવ હોય તો તમે એ પણ નાખી શકો છો, ઇન્દોરી ચેવડો મળે છે તે પણ તમે નાખી શકો છો. તો તમે એકવાર ચોક્કસથી ટ્રાય કરજો.

વિડિઓ રેસિપી:


રસોઈની રાણી : નિરાલી કોરાટ યુટ્યુબ ચેનલ : MyCookingDiva

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *