રેસ્ટોરન્ટ સ્ટાઈલ કોકોનટ ચટણી – ઈડલી ઢોસા અને ઉત્તપમ સાથે ખુબ સ્વાદ આપશે આ ચટણી…

આજે આપણે રેસ્ટોરન્ટ સ્ટાઈલ કોકોનટ ચટણી બનાવીશું. હમેશા આપણે જ્યારે સાઉથ ઈન્ડિયન વાનગી બનાવતા હોય ત્યારે ચટણી તો બનાવતા જ હોય છે.તો આ ચટણી માં આપણે બે જ સામગ્રી એડ કરીશું.તો આ રીતે બનાવશો તો તમારા હાથ ની ચટણી વખાણાશે તો તમે ચટણી શીખી જજો અને આ રીતે બનાવજો.

સામગ્રી:

  • કોપરું
  • ખાંડ
  • દાળીયાની દાળ
  • કોથમીર
  • લીલા મરચા
  • મીઠા લીમડાના પાન
  • દહીં
  • મીઠું
  • રાઈ
  • અડદ ની દાળ

રીત

1- સૌથી પહેલા આપણે કોપરા લઈશું. એટલે કે એક શ્રીફળ લઈ લઈશું.અને તેના ટુકડા કરી લઈશું.હવે ટેબલ સ્પૂન દાળીયા ની દાળ લઈશું.હવે તેમાં બે લીલા મરચા લઈશું.હવે તેમાં મીઠા લીમડાના પાન પણ એડ કરીશું.

2- હવે આ ચટણી ને ક્રશ કરી લઈશું. હવે બાકી ની સામગ્રી પછી એડ કરીશું. હવે બે થી ત્રણ ચમચી દહીં એડ કરીશું, હવે એક ટેબલ સ્પૂન મીઠું નાખીશું, હવે બે ટેબલ સ્પૂન ખાંડ એડ કરીશું.

3- જે કોપરા ની મીઠાશ તે બહુ સરસ આવે છે.આ ચટણી તો બહુ જ સરસ લાગે છે હવે ફરી થી આ ચટણી ને પીસી લઈશું.જરૂર લાગે તો થોડું પાણી પણ એડ કરીશું.

4- હવે આપણે આ ચટણી ને પીસી લઈશું.હવે આ ચટણી ને એકદમ બારીક પીસી લેવાની છે.હવે તેને સર્વીંગ બાઉલ માં કાઢી લઈશું. સાઉથ ઈન્ડિયન ચટણી છે એટલે આ ચટણી વઘાર વગર તો અધૂરી છે.

5- તો આપણે હવે વઘાર તૈયાર કરી લઈશું.તેના માટે એક ટી સ્પૂન તેલ લઈશું,વઘાર માં તેલ બવ નથી લેવાનું કારણકે જો ચટણી ઉપર તેલ આવશે તો જરા પણ સારું નઈ લાગે,તેલ ગરમ થાય એટલે એક ટી સ્પૂન રાઈ લઈ લઈશું.

6- હવે એક ટી સ્પૂન અડદ ની દાળ એડ કરીશું.ચટણી નો વઘાર બળી ના જવો જોઈએ તે ખાસ ધ્યાન રાખવાનું છે.અડદ ની દાળ ને ગુલાબી કલર ની થાય ત્યાં સુધી તેને શેકી લેવાની છે આ ચટણી સ્વાદ એટલો સરસ આવશે ને કે જે તમે રેસ્ટોરન્ટ માં ખાવ છો તેવો જ સ્વાદ હવે ઘરે પણ આવશે.

7- કોપરા ની ચટણી પાતળી નથી રાખવાની ઘટ્ટ જ રાખવાની છે.હવે તમે વિડિયો માં જોઈ શકો છો કે અડદ ની દાળ ગુલાબી કલર ની થઈ ગઈ છે,હવે તેમાં આપણે મીઠા લીમડાના પાન નાખીશું.હવે વઘાર સરસ રેડી થઈ ગયો છે.

8- હવે જે ચટણી તૈયાર કરી હતી તેમાં રેડી દઈશું.આ વઘાર ના કારણે કોપરા ની ચટણી બહુ સરસ લાગે છે અને થોડો વઘાર મિક્સ પણ કરી શકાય અને થોડો ઉપર વઘાર થોડો રહેવા દઈશું જેથી કરી ને દેખાવ માં ખુબ જ સરસ લાગે અને સ્વાદ પણ સરસ લાગે.આ ચટણી છે તે રેસ્ટોરન્ટ સ્ટાઈલ ચટણી બનાવી છે તો તમારા ઘરે ચોક્ક્સ થી બનાવજો.આ ચટણી ઘરે બનાવ્યા પછી તમે વારંવાર ઘરે બનાવશો.તો એકવાર જરૂર થી ટ્રાય કરજો.

રસોઈની રાણી : સુરભી વસા

Youtube Link :ચેનલ સાથે જોડાવવા અહીંયા ક્લિક કરો.

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *