હોમમેડ કન્ડેન્સ મિલ્ક – બજાર કરતા અડધી કિંમતમા તૈયાર – Homemade Condensed Milk – Gujarati Recipes

આજે આપણે બનાવીશું હોમમેડ કન્ડેન્સ મિલ્ક.જે બજાર કરતા અડધી કિંમત માં ઘરે તૈયાર થાય છે.અને બહુ સહેલાઇ થી ઘરે બનાવીશું. તો ચાલો બનાવી લઈએ.

સામગ્રી

  • દૂધ
  • ખાંડ
  • ખાવા નો સોડા

રીત

1- સૌથી પહેલા એક પેન માં અડધો લીટર દૂધ લઈશું. અને ફૂલ ફેટ દૂધ લેશો તો વધારે સારું.અને જે તપેલું લો તે જાડા તળિયા વાળું લેવું. હવે તેમાં છ ટેબલ સ્પૂન ખાંડ ઉમેરી શું.અને ખાંડ ને શરૂઆત માં જ ઉમેરી લઈશું.

2- હવે દૂધ ને ગરમ કરવા મુકી દઈશું. કન્ડેન્સ મિલ્ક બનતા થોડી વાર લાગે છે. પણ મહેનત જરા પણ નથી.કંઇપણ બીજું કામ કરતા હોય તો તમારી પાસે દૂધ વધારે હોય ત્યારે તેને બાજુ માં બનવા મુકી દો.તમે જાત જાતની મીઠાઈ બનાવી શકો છો.

3- તમારું કામ અડધું થઈ જાય છે. કે તમારે પેંડા બનાવા હોય કે ઘણી વખત કેક માં અને અલગ અલગ રીત નું ઉપયોગ છે.કોપરા ના લાડુ બનાવવા હોય ઇન્સ્ટન્ટલી બની જાય છે. જો તમારી પાસે કન્ડેન્સ મિલ્ક તૈયાર પડ્યુ હોય તો.

4- આ કન્ડેન્સ મિલ્ક તમારું ઘરે ૬૦ થી ૭૦ રૂપિયા માં બની જશે. અને જે બહાર લેવા જશો. તો એટલું કન્ડેન્સ મિલ્ક ૧૨૦ રૂપિયા ની આજુબાજુ માં આવશે.અને અહીંયા આપણે અડધો લીટર ના દૂધ માંથી જ બનાવીએ છે.

5- તમને ૨૦૦ગ્રામ જેટલું કન્ડેન્સ મિલ્ક આપશે.તો અહીંયા તેને સતત હલાવતા ધીમા તાપે તમે વીડિયોમાં જોઈ શકો છો કે આ દૂધ ઘણું બળી ગયું છે. અને તેનો કલર પણ ઘણો બદલાઈ ગયો છે.

6- આ અડધો લીટર માંથી ૨૦૦ ગ્રામ કન્ડેન્સ મિલ્ક બનશે.હવે તમે વીડિયોમાં જોઈ શકો છો કે ઘણું જાડું થઈ ગયું છે. જે બજાર માં કન્ડેન્સ મિલ્ક મળે છે. તેમાં થોડી ચિકાસ હોય છે.

7- હવે તેના માટે આપણે ચપટી ખાવા નો સોડા એડ કરીશું. આ ઉમેરવું ખૂબ જરૂરી છે. અને આને તમારે છેલ્લે ઉમેરવાનું છે. હવે તેને હલાવી લઈશું. અને તે તરત જ જાડું થઈ જશે.અને ચિકાસ પણ આવી જશે.

8- હવે કન્ડેન્સ મિલ્ક યુઝ કરવા માટે તૈયાર થઈ જશે. ક્યારેય તમે મીઠાઈ બનાવા માટે ઇન્સ્ટન્ટલી યુઝ કરી શકો. હવે તેને ઠંડુ કરી લઈશું.હવે તેને બીજા વાસણમાં કાઢી લઈશું. હવે તમે વીડિયોમાં જોઈ શકો છો કે આની અંદર થોડા ગાઠા પડ્યા છે. આપણે તેને હલાવ્યું નથી.હવે તેને બહાર જેવું બનાવા માટે હવે ગરણી થી એક વખત ગાળી લઈશું.

9- જેથી ગાઠા બધા જ તૂટી જશે. આ સ્ટેપ કરવાથી એકદમ બહાર જેવું સ્મૂથ થઈ જશે. આ કન્ડેન્સ મિલ્ક ને બનાયા પછી તેને ફ્રીઝ માં મૂકવાનું રહેશે.આને તમે બે વીક સુધી ફ્રીઝ માં રાખી શકો છો.

10- આને તમે વિવિધ ઉપયોગ માં લઇ શકો છો. તમારે દૂધ વધારે હોય તેમાંથી કન્ડેન્સ મિલ્ક બનાવી ને રાખી શકો છો. તો કોઈપણ મીઠાઈ માં તમારો ટાઈમ ખૂબ જ બચશે અને જ્યારે મન થાય ત્યારે આઈસ ક્રીમ કે પછી રબડી કે પેંડા , બરફી અને હલવા માં પણ યુઝ કરી શકો છો.અને જરૂર થી ટ્રાય કરજો.

વિડિઓ રેસિપી:

રસોઈની રાણી : કરિશ્મા પંડ્યા

Youtube Link :ચેનલ સાથે જોડાવવા અહીંયા ક્લિક કરો.

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *