કોર્ન કેપ્સીકમ રોલ – ટોમેટો સોસ તથા ગ્રીન ચટણી સાથે કોર્નકેપ્સિકમ રોલ ગરમાગરમ સર્વ કરો..

કોર્ન કેપ્સીકમ રોલ


2+5 બ્રેડ ‌- એકાદ દિવસ જૂની – જેથી સારો કરકરો ભૂકો થઇ શકે.


બધી બ્રેડનો ગ્રાઇંડરમા એક સાથે ભૂકો કરી લેવો.

1 કપ અમેરિકન સ્વીટ કોર્નના દાણા – બાફેલા.

4 મિડિયમ સાઇઝના બટેટા – બાફી લેવા – છાલ ઉતારી લેવી.

1 ડુંગળી – એકદમ બારીક કાપી લેવી.

1 ગાજર – ખમણી લેવું.

1કેપ્સિકમ – બરીક કાપેલું.

2 ટેબલ સ્પુન વટાણા – બાફેલા.

2 ટેબલ સ્પુન પનીર.

2 ટેબલ સ્પુન – પેસ્ટ – 4 લીલા મરચા + 7-8 લસણની કળી + 1 ઇંચ આદુનો ટુકડો લઇ બધું એક સાથે ગ્રાઇંડ કરી ચટણી બનાવી લેવી.

2 ટેબલ સ્પુન ચોખાના પૌઆ –પાણી થી ધોયેલા.

1 ટેબલ સ્પુન ટોમેટો સોસ.

સોલ્ટ તમારા સ્વાદ મુજાબ ઉમેરો.

1 ટી સ્પુન કાળા મરીનો પાવડર.

1 ટી સ્પુન મીક્સ હર્બ્સ.

1 ટી સ્પુન બ્લેક સોલ્ટ

*
મેંદાની સ્લરી માટેની સામગ્રી :

5 ટેબલ સ્પુન મેંદો.

સોલ્ટ સ્વાદ મુજબ

પાણી – ઘટ્ટ સ્લરી બને એટ્લુ ઉમેરવુ. (બટેટા વડાના ખીરા જેટલુ ઘટ્ટ રાખવું).

5 બ્રેડનો ભુકો બ્રેડ રોલ ને તેમા રગદોળવા અલગ રાખી લેવો.

રોલનું મિક્સ બનવવાની રીત :


એક મોટા બાઉલમાં બાફેલા બટેટા મેશ કરો. તેમા એક બારીક કાપેલી ડુંગળી અને મકાઇના બાફેલા દાણાને બરાબર મિક્સ કરો.


ત્યારબાદ તેમા બાફેલા લીલા વટાણાના દાણા, પનીર, પૌઆ, મરચા + આદુ + લસણ ની પેસ્ટ, ખમણેલુ ગાજર, અને બારીક કાપેલુ કેપ્સીકમ ઉમેરી બરાબર મિક્સ કરો.ત્યારબાદતેમા બાફેલા લીલા વટાણાના દાણા, પનીર,પૌઆ, મરચા + આદુ + લસણની પેસ્ટ, ખમણેલુ ગાજર, અને બારીક કાપેલું કેપ્સીકમ ઉમેરી બરાબર મિક્સ કરો.


હવે 4 ટેબલ સ્પુન બ્રેડનો ભુકો (બાકીની 2 બ્રેડનો ભુકો), સોલ્ટ – તમારા સ્વાદ મુજબ, સંચળ પાવડર, કાળા મરીનો પાવડર અને મિક્સ હર્બ્સ ઉમેરી મિક્સ કરો.


ત્યાર બાદ એ મિક્સરમાં ટોમેટો કેચપ ઉમેરો જેથી રોલનો ટેંગિ ટેસ્ટ આવવશે.

રોલ બનાવવાની રીત :


ત્યારબાદ એક બોલને બે હથેળી વચ્ચે મૂકી, થોડુ પ્રેસ કરી રોલ બનાવો.


હવે મેંદા મા ધટ્ટ મિક્સર થાય એટલુ પાની ઉમેરી મિક્સ કરો.

તેમા ટેસ્ટ પુરતુ સોલ્ટ ઉમેરી, ફરી મિક્સ કરી આઉટર લેયર માટે થીક બેટર તૈયાર કરો.

(બટેટા વડા ડિપ કરવા માટેના બેસન ના બેટર જેટલુ થીક બનાવો.).


હવે તૈયાર કરેલા રોલમાંથી એક રોલ લઇ, થિક બેટરમાં ડીપ કરી, તેમાંથી બહાર કાઢી બ્રેડના ભુકામાં મુકો.


હવે તૈયાર કરેલા રોલ માથી એક રોલ લઇ, થિક બેટરમાં ડીપ કરી, તેમાંથી બહાર કાઢી બ્રેડ ના ભુકા મા મુકો.


5 બ્રેડ ના અલગ રાખેલા ભુકામા રોલ ને વારાફરતી રગદોળી લો.


જેથી રોલ ફરતે બ્રેડ ના ભુકા નુ સરસ લેયર થઈ જશે. ત્યારબાદ બધા રોલ ને ડિશ મા ગોઠવી ફ્રિઝ મા 10 મિનીટ મુકો, જેથી બરબર સેટ થઇ જાય. ફ્રિઝ માથી બહાર કાઢી બધા રોલ વારાફરતી બેય હથેળી વચ્ચે મુકી, હલ્કા હાથે રોલ કરો. જેથી બ્રેડનો ભુકો રોલ પર બરબર સ્ટીક થઇ જશે.


*( ટીપ્સ : તેમ કરવાથી ફ્રાય કરતી વખતે રોલ છૂટો નહીં પડે અને બ્રેડનો ભુકો પણ તેલમાં છૂટો નહીં પડે, જેથી તેલ પણ ખરાબ નહિ થાય). હવે ફ્રાયપેનમાં રોલ ફ્રાય કરવા માટે તેલ ગરમ મુકો. તેલ ગરમ થઇ જાય પછી ફ્લૈમ મિડીયમ રાખો. 4-5 રોલ એક્સાથે ફ્રાય કરી શકાશે. ઓવર ઓલ ગોલ્ડન બ્રાઉન કલરના રોલ થાય ત્યા સુધી ફ્રાય કરો.


*( ટીપ્સ : સર્વ કરવા સમયે રોલ ફ્રાય કરો, જેથી ક્રંચી લાગે.)


*( ટીપ્સ: ફ્રાય કરીને બધા રોલ ડીશમાં કિચન પેપર પર મુકો જેથી વધારાનું તેલ પેપરમાં એબસોર્બ થઇ જશે.)

ટોમેટો સોસ તથા ગ્રીન ચટણી સાથે કોર્નકેપ્સિકમ રોલ ગરમાગરમ સર્વ કરો. દરેક ટિપ્સને ફોલો કરો જેથી રેસીપી ટેસ્ટ ફુલ અને પર્ફેક્ટ બને. આ રેસીપી ખરેખર ખૂબજ કર્બોહાઇડ્રેડ્સ, પ્રોટિન, વિટામીનથી યુક્ત છે.

રસોઈની રાણી : શોભના વીરપરિયા ગોંડલ

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *