તવા મસાલા બર્ગર – આલુ ટિક્કી વગર બનાવો તવા મસાલા બર્ગર…

આજે આપણે આલુ ટિક્કી વગર બનાવો તવા મસાલા બર્ગર.જો તમારી પાસે ટાઈમ નથી તો ઝટપટ બનાવી લઈએ.તો આ રેસિપી ને જોઈ લઈશું કઈ રીતે બને છે.

સામગ્રી

  • બટાકા
  • ટામેટા
  • લીલા મરચાં
  • લીલા ધાણા
  • ઓરેગાનો
  • ચીલી ફ્લેક્સ
  • મીઠું
  • આમચૂર પાઉડર
  • તેલ
  • ગરમ મસાલો
  • હળદર
  • બર્ગર બન
  • પ્રોસેસ ચીઝ
  • કેચપ
  • બટર
  • તેલ
  • મેયોનિઝ

રીત

1- સૌથી પહેલા આપણે એક પેન લઈશું તેમાં બે ચમચી તેલ લઈશું અને તેલ ને ગરમ કરી લઈશું.હવે તેની સાથે એક લીલું મરચું અને સાથે એક ટામેટું ઝીણું સમારેલું એડ કરીશું.

2- હવે તેમાં સ્વાદ મુજબ મીઠું નાખીશું. ત્યારબાદ અડધી ચમચી હળદર નાખીશું. હવે બધું મિક્સ કરી લઈશું હવે તમે વીડિયોમાં જોઈ શકો છો કે ટામેટા એકદમ સરસ કુક થઈ ગયા છે.

3- હવે તેમાં ત્રણ બટેકા ને છાલ કાઢી અને તેને મેસ કરી લઈશું.હવે તેમાં એક ચમચી આમચૂર પાઉડર નાખીશું, ત્યારબાદ એક ચમચી ગરમ મસાલો એડ કરીશું.હવે તેમાં સ્વાદ મુજબ મીઠું નાખીશું હવે બધી વસ્તુ ને સરસ રીતે મિક્સ કરી લઈશું.

4-હવે તેમાં ૧/૪કપ પ્રોસેસ ચીઝ તેમાં છીણી ને એડ કરીશું.અહીંયા તમે ચીઝ વધારે પણ લઈ શકો છો.તમે મોઝરેલા ચીઝ પણ લઈ શકો છો.હવે ચીઝ ને મસાલા સાથે મિક્સ કરી લઈશું, હવે મસાલો તૈયાર છે હવે ગેસ બંધ કરી દઈશું.

5- હવે અહીંયા આપણે જે રેડી બર્ગર પાઉં આવે છે તે લઈ લીધા છે જેથી આ રીતે કટ કરી લેવાના.જે તમે વીડિયોમાં જોઈ શકો છો,હવે તેમાં મેયોનીઝ લગાવી લઈશું.અથવા તમે કેચપ પણ લગાવી શકો છો.

6- હવે બીજી સાઈડ ટામેટા સોસ લગાવી લઈશું.હવે મસાલો મૂકી ને સ્પ્રેડ કરી લઈશું,હવે બીજા બર્ગર બન માં મસાલો કરી ને રેડી કરી લઈશું.આ રીતે આપણે ચાર બન બનાવી લીધા છે ને તમે વિડિયો માં જોઈ શકો છો.

7- હવે એની સાથે એક પાઉં ભાજી નો પાઉં લઈ ને તેમાં પણ તે જ રીતે મસાલો ભરી લઈશું.તમે પાઉં ભાજી ના પાઉં આવે છે તેનો પણ ઉપયોગ કરી શકો છો. હવે એક પેન માં એક ચમચી તેલ લઈશું.

8- હવે તેમાં અડધી ચમચી બટર નાખીશું.હવે તેમાં ચિલી ફ્લેક્સ એડ કરીશું,ત્યારબાદ થોડો ઓરેગાનો એડ કરીશું ત્યારબાદ થોડી ઝીણી સમારેલી કોથમીર નાખીશું.હવે તેની પર બર્ગર મૂકી બન્ને બાજુ કોટ કરી લઈશું.

9- તમે વીડિયોમાં જોઈ શકો છો કે એકદમ સરસ બર્ગર બની ને તૈયાર થઈ ગયો છે હવે આ રીતે બાકી ના બર્ગર ને શેકી લઈશું.હવે બધા રેડી થઈ ગયા છે. છે ને? એકદમ ઈઝી.નાના મોટા બધા ને પસંદ પડે એવા મસાલા બર્ગર આ તવા બર્ગર તમે ચોક્કસથી બનાવજો.

વિડિઓ રેસિપી:


રસોઈની રાણી : નિરાલી કોરાટ યુટ્યુબ ચેનલ : MyCookingDiva

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *