કુમચા સ્ટાઇલ ભેળ પૂરીની સ્પેશિયલ તીખી અને મીઠી ચટણી બનાવાની સિક્રેટ રેસિપી -“Chef SurbhiVasa” પાસેથી

આજે આપણે જોઈશું કુમચા સ્ટાઈલ ભેળ પુરીની સ્પેશિયલ તીખી અને મીઠી ચટણી બનાવવાની સિક્રેટ રેસિપી જોઈશું બહુ જ ગરમી અત્યારે પડી રહી છે અત્યારે ઠંડુ ઠંડુ ખાવાની ઈચ્છા થતી હોય છે અને ઠંડી વસ્તુ ને જ્યારે આપણે વાત કરીએ ચાટ એમાં પહેલા નંબર પર આવે પહેલા તો કેવું હતું કે આપણે કઈક બહાર શાક લેવા જઈએ કે બહાર કરીયાણું લેવા જઈએ ને તો એક ચાટ ની પ્લેટ ખાતા આવીએ અને મોઢું એકદમ સરસ તીખું તમતમતું થઈ જાય અને ઘરે આવી ને એવું થાય કે મને આજે કઈ ભૂખ નથી હું મિલ્ક શેક પી લવ અથવા છાસ પી લવ અને આપણું ડિનર કમ્પ્લેટ થઈ જાય છે

અત્યારે એ પોસીબલ નથી થતું કારણકે અત્યારે આપણે બહાર નું ખાવાનું બંધ કર્યું છે અત્યારે આપણે ઘરે ચાટ તો બનાવીએ છીએ એ કૂમચા સ્ટાઈલ છે ને તેને આપણે બહુ મિસ કરીએ છીએ જ્યારે આપણે ઘરે ચાટ બનાવીએ ત્યારે તીખી ચટણી બનાવીએ, મીઠી ચટણી બનાવીએ કે ગ્રીન ચટણી બનાવીએ આ બધી સામગ્રી ચાટ લઈ ને બેઠા હોય અને કરતા હોય તેવી જ રીતે પ્રીપેર કરતા હોય છતાં તેનો સ્વાદ નથી મળતો તો એ સ્વાદ લાવવા માટે શું જોઈએ છે એ સ્વાદ ચટણી માંથી આવશે આપણે ઘરે હમેશા ગળી ચટણી બનાવતા હોયએ છે ખજૂર આંબલી ની કે ગોળ આંબલી ની બનાવતા હોઈએ છીએ પણ આજે જે ચટણી બનશે તે એકદમ ટેસ્ટી બનશે અને કુમચાં સ્ટાઈલ બનશે.અને એક બીજી જે ચટણી છે તે ક્યારેય ઘરે નથી બનાવતા એ છે તીખી ચટણી.


પણ ખરેખર આ તીખી ચટણી છે તે લસણ ની નથી હોતી આ ચટણી શેમાંથી બને છે તે જોઈશું અને આ ચટણી એટલી ટેસ્ટી બને છે ને કે તમે બનાવશો ને તો તમારી ચાટ પરફેક્ટ લી કુમચા સ્ટાઈલ બનશે. હવે તમે આ ચાટ ને ક્યારેય મિસ નઈ કરો આમાં ગ્રીન ચટણી જરાય પણ જરૂર નથી આ બે જ ચટણી મુખ્ય છે તેના સિવાય હજુ પણ એક એવી વસ્તુ એવી છે કે આ ચાટ અધૂરી છે તો અત્યારે આ બે ચટણી બનાવવા ની શરૂઆત કરી દઈએ.

સામગ્રી

  • ગોળ
  • લાલ મરચું પાવડર
  • હીંગ
  • આમચૂર પાઉડર
  • હળદર
  • જીરું
  • સંચળ પાવડર
  • ખાંડ
  • મીઠું
  • ચાટ મસાલો
  • લાલ મરચા

રીત

1- સૌથી પહેલા એક બાઉલ માં એક કપ પાણી લઈશું હમેશાં આપણે ચટણી બનાવતા હોઈએ ખજુર આંબલી ની બનાવતા હોઈએ કે ગોળ આંબલી ની બનાવતા હોઈએ અને જ્યારે આપણે બહાર ચાટ ખાવા જઈએ તેવો ટેસ્ટ ઘરે ક્યારેય નથી આવતો.

2- આજે આપણે આમચૂર અને ગોળ નો ઉપયોગ કરી ને એકદમ ટેસ્ટી ચટણી બનાવીશું હવે એક ટેબલ સ્પૂન આમચૂર પાઉડર લઈશું હવે તેની સામે પા કપ ગોળ એડ કરીશું આ ચટણી એકદમ ઈઝી છે કે ઝડપ થી તૈયાર થઈ જાય છે.

3- અત્યારે આપણે ચાટ માટે ઉપયોગ કરી રહ્યા છે આના સિવાય તમે કોઈપણ ફરસાણ બનાવો તેની સાથે પણ સર્વે કરી શકો છો આ ચટણી દહીંવડા સાથે બહુ સરસ લાગે છે હવે બે ચમચી લાલ મરચું પાવડર નાખીશું હવે તેને મિક્સ કરી લઈશું.


4- આપણે અહીંયા દેશી ગોળ લીધો છે કારણકે ટેસ્ટ ની સાથે સાથે હેલ્થનું પણ ધ્યાન રાખવાનું હોય ને? હવે તેમાં પા ચમચી હિંગ નાખીશું હવે પા ચમચી હળદર પણ નાખીશું હવે આ મિશ્રણ ઘટ્ટ થાય ત્યાં સુધી કુક કરી લઈશું તમે વીડિયોમાં જોઈ શકો છો કે ચટણી એકદમ ઘટ્ટ થઈ ગઈ છેઅને ઠંડી થશે એટલે વધારે ઘટ્ટ થશે.

5- હવે તેમાં મીઠું એડ કરીશું અને અડધી ચમચી ચાટ મસાલો એડ કરીશું હવે બધું મિક્સ કરી લઈશું આ ચટણી નો સ્વાદ બહુ સરસ આવે છે હવે આ ચટણી તૈયાર થઈ ગઈ છે હવે તેને એમ બાઉલ માં લઈ લઈશું કુમચા સ્ટાઇલની ગળી ચટણી તૈયાર થઈ ગઈ છે.તમે વીડિયોમાં જોઈ શકો છો કે તેના કલર પરથી જ લાગી રહી છે કે કેટલી સરસ બની હશે.

6- તમે આમાંથી ભેળ પૂરી બનાવશો તો એકદમ કૂમચાં સ્ટાઈલ ટેસ્ટી બનશે. કુમચા સ્ટાઇલ જ્યારે પણ આપણે ભેળ બનાવતા હોઈએ ત્યારે એક ગળી ચટણી અને તેનો મસાલો બનાવતા હોઈએ છીએ અને તેની સાથે એક ત્રીજી ચટણી હોય છે તે તીખી ચટણી. આ તીખી ચટણી શેમાંથી બનતી હોય છે ખબર છે? આખા લાલ મરચાં માંથી જ બને છે.

7- આ ચટણી સ્વાદ એકદમ અલગ હોય છે તો તેની એક સિક્રેટ ચટણી પણ જોઈ લઈએ જેથી તમારી ચટણી છે એ એકદમ મસ્ત બને અહીંયા આપણે પાચ થી સાત આખા લાલ મરચાં લઈશું જેની સાથે કાશ્મીરી લાલ મરચાં અને તેની સાથે રેશમ પટ્ટા મરચા લીધા છે.

8-હવે તેને મિક્સર જારમાં લઈ ને ક્રશ કરી લઈશું ત્યારબાદ તેમાં અડધી ચમચી જીરૂ નાખીશું અને એક ટી સ્પૂન સંચળ પાવડર નાખીશું ત્યારબાદ અડધી ચમચી મીઠું નાખીશું અને એક ટી સ્પૂન ખાંડ નાખીશું.


9- હવે તેને ક્રશ કરી લઈશું હવે તીખી ચટણી તૈયાર થઈ ગઈ છે તો તેને સર્વે કરી લઈશું આનો કલર એકદમ સરસ આવી ગયો છે તમે કુમચા સ્ટાઇલ તમે ભેળ પૂરી કે પાણી પૂરી ખાવા જતા હોય તેમાં એ લોકો આ જ તીખી ચટણી નો ઉપયોગ કરે આમાં લસણ નો ઉપયોગ નથી હોતો.

10- જો તમે તીખી ચટણી બનાવો તો આ સ્ટાઇલ થી બનાવો તો જ તમને એવો ટેસ્ટ મળશે.આમાં જે જીરા નો ટેસ્ટ આવે છે તે એકદમ સરસ લાગે છે તો તમે પણ આ રીતે ચોક્કસથી બનાવજો.

રસોઈની રાણી : સુરભી વસા

Youtube Link :ચેનલ સાથે જોડાવવા અહીંયા ક્લિક કરો.

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *