બટાકાનું કોઈ શાહી વર્ઝન ટ્રાય કરવું હોય તો દમ આલુ બેસ્ટ ઓપ્શન છે..

શાકમાં દરરોજ શું બનાવવું તે દરેક ગૃહિણીને પજવતો પ્રશ્ન છે. બાળકો અને ઘરના વડીલો બધાને ભાવે તેવું શાક હોય તો પરેશાની ઓછી થઈ જાય છે. બટાકા એવું શાક છે જે બધાને જ ભાવતું હોય. તો બટાકાનું કોઈ શાહી વર્ઝન ટ્રાય કરવું હોય તો દમ આલુ બેસ્ટ ઓપ્શન છે.અને એ પણ ધાબા માં બને એ રીતે શીખીશું .તો ચલો રેડી ને ??

સામગ્રી :

  • – 2 ટામેટા છીણેલા
  • – 3 ચમચી તેલ
  • – 1 નગ કાંદો જીનો સમારેલો
  • – 1 ચમચી ચણાનો લોટ
  • – 1/2 ચમચી મારચા અને લસણ પેસ્ટ
  • – 1/2 ચમચી કસૂરી મેથી
  • – 1 ચમચી કસમીરી લાલ મરચું પાવડર
  • – 1/2 ચમચી હળદર પાવડર
  • – 1/2 ચમચી ધાણા પાવડર
  • – 6-7 નગ જીના બટાકા બાફેલા
  • – 2 ચમચી મલાઈ
  • – 1/2 ચમચી કસૂરી મેથી
  • – 2 ચમચી મલાઇ

રીત :

સ્ટેપ :1 ( તૈયારી માટે )

સૌ પ્રથમ એક પેન માં ચણાનો લોટ સેકી લેવો .ધીમા તાપે સેકી એક બાજુ મૂકી દેવો .અને ટામેટા ને છીણી લેવા અને કાંદા ને જીના સમારી રાખવા .

સ્ટેપ :2

તે પછી એક પેન માં તેલ લઇ તેમાં માર્ચ અને લસણ ની પેસ્ટ ઉમેરવી …સંતળાય પછી કાંદા ઉમેરી સાંતળવા …ત્યારપછી ટોમેટો નું છીણ ઉમેરી સાંતળવું ….

સ્ટેપ :3

બધું સંતળાય જાય પછી લાલ મરચું પાવડર ,હળદર ,ધાણા પાવડર અને ગરમ મસાલો ઉમેરવા …તેલ ઉપર આવે એટલે ચણાના લોટ નું મિક્સર અને તેમાં બાફેલા નાના બટાકા ઉમેરી દેવા …અને છેલ્લે કસૂરી મેથી અને મીઠું ઉમેરી .થોડી વાર મસાલા ચડવા દેવા …

સ્ટેપ :4

સૌથી છેલ્લે ઘરની મલાઈ ઉમેરવી .જેથી ક્રિમી લાગે .અને લાસ્ટ માં કોથમીર થી ગાર્નિશ કરી પરાઠા ,રોટલી અથવા ભાત સાથે સર્વ કરવું …


રસોઈની રાણી : દિગના રૂપાવેલ (બરોડા)

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *