ગાર્લિક-ચીઝ બ્રેડ સ્ટીક – હવે બાળકોને સાદી સેન્ડવિચ નહિ પણ આ ટેસ્ટી બ્રેડ સ્ટીક બનાવી આપો…

દરેક પ્રકારની બ્રેડમાંથી અનેક જાતની બનતી વાનગીઓ ખૂબજ સ્વાદિષ્ટ બનતી હોય છે. જે બાળકો અને યંગ્સને વધારે પસંદ હોય છે. સ્ટ્રીટ ફુડમાં બ્રેડની મળતી ખૂબજ ચીઝી, બટરી અને ટેંગી વાનગીઓ લોકોમાં અત્યારે હોટ ફેવરીટ છે. પરન્તુ હેલ્થ કોંશિયસ લોકો સ્ટ્રીટ ફુડમાંની તે જ વાનગીઓ ઘરના રસોડે માઇલ્ડ ચીઝ, બટર અને સોસના માઇલ્ડ ટેસ્ટવાળી ઘરે જ આરોગતા હોય છે.

હવે ગૃહિણીઓ ઘરના રસોડામાં પીઝાથી માંડીને બ્રેડમાંથી બનતી દરેક પ્રકારની સેંડવીચ, બ્રેડ બોલ્સ, બ્રેડમાંથી બનતા સ્નેક્સ, બ્રેડ ઉપમા કે બ્રેડ પિઝા રોલ્સ વગેરે ક્વીક અને ઇઝી વાનગીઓ બ્રેક્ફાસ્ટ કે ડીનરમાં બધાં માટે બનાવતા હોય છે. બ્રેડ અને બન પણ હવે ઘરે બનતા થયા છે. બ્રેડની સ્પાયસી વાનગી ઉપરાંત બ્રેડની સ્વીટ વાનગી જેવીકે બ્રેડના જાંબુ, હલવો, માલપુવા, બાસુંદી, કુલ્ફી કે આઈસ્ક્રીમ પણ ઘરના રસોડે બને છે.

તો આજે હું અહીં ક્વીક અને ઇઝી એવી ગાર્લિક-ચીઝ બ્રેડ સ્ટીક બનાવવાની રેસિપિ આપી રહી છું. જે બાળકો અને યંગ્સને તો ભાવશે જ સાથે માઇલ્ડ ટેસ્ટ હોવાથી મોટા તેમજ વડીલોને પણ ચોક્કસથી પસંદ પડશે.

ગાર્લિક-ચીઝ બ્રેડ સ્ટીક બનાવવા માટેની સામગ્રી :

  • 4 સ્લાઇઝ ક્રસ્ટલેસ સેંડવીચ બ્રેડ
  • 1 સ્ક્વેર ચીઝ
  • 6-7 ટેબલસ્પુન મોઝરેલા ચીઝ
  • 2 ટેબલસ્પુન બારીક કાપેલી કોથમરી
  • 2 ટી સ્પુન બારીક કાપેલા લીલા મરચા
  • 1 ટી સ્પુન મિક્ષ હર્બ્સ
  • ½ ટી સ્પુન મરી પાવડર
  • 1 ટી સ્પુન ચિલિ ફ્લેક્સ
  • 1 ટેબલ સ્પુન ક્રશ કરેલું ડ્રાય લસણ (ગાર્લિક)
  • 100 ગ્રામ્સ બટર
  • મીઠું જરુર મુજબ

ગાર્લિક-ચીઝ બ્રેડ સ્ટીક બનાવવાની રીત :

સૌ પ્રથમ ફોલેલા લસણની 7-8 કળીઓ લઇને અધકચરી ક્રશ કરી લ્યો.

એક બાઉલમાં 100 ગ્રામ વ્હાઇટ બટર કે સોલ્ટી બટર લ્યો.

વ્હાઇટ સોલ્ટ વગરનું બટર વાપર્યુ હોય તો તેમાં સોલ્ટ સ્વાદ મુજબ ઉમેરી દ્યો.

( સોલ્ટી યલો બટર લીધું હોય તો તેમાં સોલ્ટ ઉમેરવાની જરુર નથી).

મેં અહીં ઘરનું બનાવેલું વ્હાઇટ બટર વાપર્યુ છે.

હવે તેમાં દોઢ ટેબલ સ્પુન બારીક સમારેલી કોથમરી, 1 ટી સ્પુન મિક્ષ હર્બ્સ, ½ ટી સ્પુન મરી પાવડર, સ્વાદ મુજબ મીઠું અને 1 ટી સ્પુન ચિલિ ફ્લેક્સ ઉમેરી ,સ્પુનથી સરસથી હલાવીને મિક્ષ કરી લ્યો.

હવે ગાર્લિક બટરને બ્રેડ પર લગાવવા માટે રેડી છે.

ત્યારબાદ 4 સ્લાઇઝ ક્રસ્ટલેસ સેંડ્વીચ બ્રેડ લ્યો.

દરેક બ્રેડ પર 1 -1 ટેબલ સ્પુન બનાવેલું ચીઝ-ગાર્લીક બટર લગાવી દ્યો.

(બટર તમારા ટેસ્ટ મુજબ લગાવી શકો છો. મેં અહીં બધાને માફક આવે તેવો માઇલ્ડ ટેસ્ટ કર્યો છે).

હવે તેના પર ક્રમ્બલ કરેલું મોઝરેલા ચીઝ 1 થી 1 ½ ટેબલ સ્પુન મૂકો.

તેના પર થોડા બારીક કાપેલા લીલા મરચા સ્પ્રિંકલ કરો.

હવે તૈયાર કરેલી બ્રેડ પર બીજી તૈયાર કરેલી બ્રેડ કાળજી પૂર્વક ફ્લીપ કરી મૂકો. જેથી ફ્લીપ કરતી વખતે ચીઝ બહાર નીકળીના જાય. ઉપરની બ્રેડ હાથથી થોડી પ્રેસ કરી દ્યો.

એ રીત બાકીની બ્રેડ માટે પણ રીપીટ કરો.

(મેં અહીં ગાર્લીક-ચીઝ બ્રેડને સેંડ્વીચ ગ્રીલરમાં રોસ્ટ કરી છે. નોન સ્ટીક તવા-ફ્રાયપેનમાં પણ બન્ને બાજુ ક્રન્ચી અને ગોલ્ડન કલરની થાય ત્યાં સુધી રોસ્ટ કરી શકાય છે. તેના પર થોડું ચીઝ મૂકી ઢાંકણ ઢાંકી ચીઝ મેલ્ટ થાય ત્યાં સુધી રોસ્ટ કરવી).

હવે બનાવેલી બન્ને ગાર્લીક બ્રેડની ઉપરની સાઇડ પણ બનાવેલ ચીઝ-ગાર્લિક બટર સ્પ્રેડ કરી બટરનું લેયર કરી દ્યો.

સેંડ્વીચ ગ્રીલર પ્રીહિટ કરી લ્યો.

બ્રેડ પરનું ચીઝ-ગાર્લીક બટરનું લેયર ગ્રીલરની સરફેઇસ પર આવે એ રીતે મૂકો. ( ફ્લીપ કરીને મૂકો).

હવે ઉપર આવેલી બટર લગાવ્યા વગરની સાઇડ પર પણ ચીઝ ગાર્લીક બટરનું લેયર કરો.

હવે સેંડ્વીચ ગ્રીલરમાં ચીઝ-ગાર્લિક બ્રેડ ક્રંચી અને ગોલ્ડન કલરની થાય ત્યાંસુધી રોસ્ટ કરી લ્યો.

આ રીતે બાકીની બ્રેડ પણ રોસ્ટ કરી લ્યો.

હવે બરાબર રોસ્ટ થયેલી ગાર્લીક-ચીઝ બ્રેડને પ્લેટમાં ટ્રાંસફર કરો.

શાર્પ ચપ્પુ વડે ઉભી સ્ટીક કટ કરો.

હવે સર્વિંગ પ્લેટમાં મૂકી તેના પર ચીઝ ગ્રેટ કરો. ત્યાર બાદ તેના પર જરુર મુજબ બારીક સમારેલી કોથમરી, મિક્ષ હર્બ અને થોડા લીલા મરચાના નાના પીસ સ્પ્રિંકલ કરી ગાર્નીશ કરી સર્વ કરો.

ઘરે આવેલા ગેસ્ટ, બાળકો તેમજ નાના મોટા બધા જ ને આ ચીઝ-ગાર્લિક બ્રેડ સ્ટીક ખાવી ખૂબજ પસંદ પડશે.

રસોઈની રાણી : શોભના વણપરિયા

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *