રોટલી અને થેપલા ઘરે પરફેક્ટ કેવી રીતે બનાવા તેના માટે ખાસ ધ્યાનમાં રાખવાની ખૂબજ મહત્વની ઉપયોગી ટિપ્સ

આજે રોટલી થેપલા ઘરે પરફેક્ટ કેવી રીતે બનાવવા તેના માટે ખાસ ધ્યાનમાં રાખવાની ખૂબ જ મહત્વની ઉપયોગી ટીપ્સ જોઈશું. અઠવાડિયામાં બધાના ઘરમાં આ વાનગી ના નામ સંભળાતા હોય છે. અને રોટલી તો રોજ ની રોજ હોય જ એક પણ દિવસ ખાલી ના જાય. આપણે રોટલી એકદમ સોફ્ટ અને પોચી કઈ રીતે બનાવી તેની ટિપ્સ જોઈશું. રોટલી બધાના ઘરમાં બનતી જ હોય છે અને જમવા બેસીએ ત્યારે એક પ્રશ્ન હોય છે કે આજે રોટલી કડક કેમ આજે ઘી ઓછું લાગે છે. આવું અમુક સાથે થાય છે.

1- સૌથી પહેલા રોટલી પોચી અને સોફ્ટ બનાવી હોય તો શું શું વાતનું ધ્યાન રાખવું જોઈએ. અને કઇ વસ્તુની કેર કરવી જોઈએ. તો સૌથી પહેલા કડક મેન વસ્તુ છે. કડક એકદમ સરસ બાંધવું જોઈએ.


2- સૌથી પહેલા કડક બાંધવા માટે તેનું માપ જોઈશું. 1 કપ ઘઉંનો લોટ લીધો હોય તો તેની સામે બે ચમચી તેલ લેવાનું મોવાણ માટે. તે બહુ ઉપયોગી વસ્તુ છે. તેના લીધે રોટલી સુંવાળી બનશે. ઘણા લોકો અંદરથી મોવાણ એડ નથી કરતા ઉપરથી કરે છે. કડક થઈ જાય પછી ઉપરથી એડ કરે છે.

3- હવે આપણે પાણી નું માપ જોઈશું. તે પણ ખુબ ઉપયોગી છે વધારે પાણી પડી ગયું તો રોટલી ચવડ થઈ જાય. એટલે અડધો કપ પાણી લઈશું. પહેલા મોવાણ એડ કરી સરસ રીતે મિક્સ કરી લેવાનું લોટમાં જેથી કરીને કણે કણ માં મોવાણ પહોંચી જાય. અને પછી તેની અંદર પાણી ઉમેરી કડક કરી લેવાનું છે. અને કડક કરી તેને થોડીવાર મુકી રાખવાનું છે. આ ખાસ ધ્યાન રાખવાનું છે તમે જ્યારે પણ થેપલા, પરોઠા,રોટલી, પુરી બનાવતા હોય ત્યારે તેની કણક તૈયાર કરો ત્યારે તેને થોડીવાર મુકી રાખો. એટલે કે તેની અંદર પ્રોસેસ થાય છે.એટલે કે એરેસન થાય છે ગ્લુટન ફ્રિ થાય છે. તેના કારણે વસ્તુ કે વાનગી પોચી બને છે.

4- જ્યારે તમે રેસ્ટ આપ્યા પછી રોટલી ના લોટ ને લગભગ એકથી બે કલાક રેસ્ટ આપવો બહુ જરૂરી છે. જો ટાઇમ ના હોય તો ૩૦ મીનીટ રેસ્ટ આપવો જોઈએ. અને પછી તેને બહુ સારી રીતે મસળી લેવાનું છે. મસળવાથી લોટ નો કલર પણ બદલાઈ જશે.અને તેમાં ગ્લુટન વધશે.અને રોટલી બહુ સરસ વણી શકશો. અને જો તમે તરત રોટલીનો લોટ બાંધી તૈયાર કરીને જો રોટલી બનાવશો તો ડ્રાય લાગશે. એટલે પહેલા કણક સરસ અને સોફ્ટ બંધ આવવું જોઈએ. વધારે કઠણ પણ નહીં વધારે નરમ પણ નહીં.

5- જો લોટ ઢીલો હશે તો વધારે અટામણ લેવું પડશે. જે રોટલી ને કડક બનાવશે. એટલે આ ખાસ ધ્યાન રાખવાનું છે. હવે આપણે વણવાની વાત કરીએ. તમને ખબર છે કે રોટલી સરસ વણી શકો છો. એકસરખી રોટલી વણવાની એક જગ્યાએ જાળી અને બીજી જગ્યાએ પાતળી એવી રીતના રોટલી વણાવી ના જોઈએ.


6- હવે ખાસ બીજી વાતનું ધ્યાન રાખવાનું છે કે એ છે કેવી રીતે શેકવી. જ્યારે તમે રોટલી શેકતા હોય ત્યારે પહેલા તવી ને એકદમ સરસ ગરમ કરી લેવાની છે. બહુ વધારે પણ નથી અને સાવ ઓછી પણ નહીં.તવી સરસ ગરમ થઈ ગઈ હસે તો તેની પર રોટલી નાખશો તો પાંચ મિનિટમાં તેની પર બબલ્સ આવી જશે.અને પછી રોટલી ને પલટાવી લેવાની છે. અને બીજું જે પડ હોય તેને સરસ રીતે શેકી લેવાનું છે.એટલે થોડા મોટા બબલ્સ આવા જોઈએ. અને પછી ફૂલ કો કરી લેવાની છે. એટલે મસ્ત મજાની ફૂલકા રોટલી તૈયાર થઈ જશે.

7- હવે જ્યારે પણ તમે કણક બનાવતા હોય ત્યારે રોટલી કણક અલગ હોઈ છે. પરાઠાની પણ કણક અલગ હોય છે. જ્યારે પરાઠાની કણક તૈયાર કરો ત્યારે પાણીનું પ્રમાણ ઓછું રાખવાનું હોય છે અને મોવાણ નું પ્રમાણ વધુ રાખવાનું હોય છે. અને એક સીક્રેટ ટિપ્સ પણ જોઈએ. જો તમે પરાઠાની કણક માં બેથી ચાર ચમચી દૂધ ઉમેરશો તો પરાઠા એકદમ સરસ બનશે.એકદમ સોફ્ટ બનશે. હવે રોટલી એકદમ સરસ તૈયાર થઇ ગઇ છે.

8- હવે થેપલા જોઈશું. થેપલા માં પણ આવો જ પ્રશ્ન થાય છે. થેપલા આપણે લાંબો ટાઈમ સાચવતા હોય છે.જ્યારે ટ્રાવેલિંગમાં જતા હોય ત્યારે પાચ કે સાત દિવસ માટે થેપલા આપણે બનાવીને લઈ જઈ જઈએ છે. આપણા ગુજરાતીઓ પાસે હોય જ છે. પણ તેને સોફ્ટ કેવી રીતે રાખવા. તો થેપલા બનાવતી વખતે તેની કણક રોટલી ની જેમ જ તૈયાર કરવાની છે.તેજ રીતે 1 કપ ઘઉંનો લોટ લેવાનો છે. 1 કપ ઘઉંનો લોટ હોય તો તેની સામે મોવાણ માં બે ચમચી તેલ લેવાનું છે. તેલનું પ્રમાણ વધવું પણ ના જોઈએ. હવે તેમાં ઘટ દહીં ઉમેરવાનું છે.

9- દહીં તમારે ૩ ચમચી લેવાનું છે. આ રીતે તમે દહીં ઉમેરીને થેપલા બનાવશો તો થેપલા એકદમ સોફ્ટ બનશે. થેપલા ની કણકને થોડી વાર રેસ્ટ આપવાનો છે.મસાલા તો આપણે એડ કરતા જ હોય છે.હવે શેકતી વખતે. જ્યારે આપણે થેપલા શેકતી વખતે ધ્યાનમાં રાખવાનું છે કે તવી એકદમ ગરમ હોવી જોઈએ. અને તવી પર લઈ લઈએ પછી બબલ્સ થશે રોટલી જેવા જ.નાના બબલ્સ થાય એટલે પલટાવી લેવાની.અને બબલ્સ થાય એટલે તેલ લગાવીશું.અને સાઈડમાં ધારો માં પણ તેલ ઉમેરી શું. પછી તેને તરત જ પલટાવી લેવાનું છે.


10- આ રીતે બે વાર પલટાવીને શેકી લેવાના છે. એક ખાસ આ વાતનું ધ્યાન રાખવાનું છે કે થેપલા ને વારંવાર પલટાવા ના નથી. જો વારંવાર પલટાયા કરશો તો થેપલા કડક થઈ જશે. આ નાનકડી tips ને ખાસ ધ્યાન રાખજો. હવે આપણે કરારી રોટીની રેસિપી જોઈશું. લોકો ઘરે ઘરે બનાવી રહ્યા છે. કારણકે રેસ્ટોરન્ટ બંધ છે અત્યારે તો આપણે ઘરનું જ લેવાનું છે એટલે કરારી રોટલી બનાવતા હોય ત્યારે અડધો કપ ઘઉંનો લોટ અને અડધો કપ મેંદો લેવાનો છે. તેમાં એક ચમચી ઘી નું મોવાણ લેવાનું છે. અડધો કપ દૂધ ઉમેરવાનું છે. પાણી નથી લેવાનું દૂધ ઉમેરવાથી કરારી રોટલી એકદમ કડક તો બનશે.પણ સાથે ખાવા માં સોફ્ટ બનશે.

11- હવે આ કરારી રોટલી રૂમાલી રોટી છે પણ રૂમાલી રોટી સોફ્ટ હોય છે. કરારી રોટલી ને આપણે ક્રિસ્પી બનાવી રહ્યા છે.તેને પણ રેસ્ટ આપવાનું છે. જ્યારે તમે રોટલી, પરાઠા,કે તેના કણક ને રેસ્ટ તો આપવાનું છે. પછી એકદમ પાતળું વણી લેવાનું છે. પછી તવી માં ઊંધું પલટાવી ને રોટી મૂકી દેવાની. પછી નાના નાના બબલ્સ થાય એટલે તેને પલટાવી લેવાની. પછી તેને રૂમાલથી સરસ શેકી લેવાની છે. હવે કરારી રોટલી તૈયાર થઈ ગઈ છે. તેની પર સ્પ્રેડ કરવા માટે બટર લેવાનું છે. તેની અંદર ચાટ મસાલો, લાલ મરચું પાવડર, ધાણાજીરૂ અને ચપટી ગરમ મસાલો જો તમને પસંદ તો.અને મિક્સ કરી લઈશું.આ મિક્સ કરેલો મસાલો તે રોટલી પર સ્પ્રેડ કરી લઈશું.તેમાં તમે કોઈ પણ સલાડ જે રીતે તમે પાપડ પર સર્વિંગ કરો છો તેવી જ રીતે રોટલી પર સર્વિંગ કરવાનું છે.

12- હવે ઘરે કરારી રોટલી બનાવી રેસ્ટોરન્ટ જેવો આનંદ માણવાનો છે. આ બહુ બેઝિક છે.અત્યારે બધા ઘર માં જ છે તો આવી જ રીતે હવે આ ટિપ્સ ને અપનાવી બનાવશો તો પરફેક્ટ બનશે.

સંપૂર્ણ વિડિઓ


રસોઈની રાણી : સુરભી વસા

Youtube Link :ચેનલ સાથે જોડાવવા અહીંયા ક્લિક કરો.

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *