ઘી માંથી વધતું કીટું ઉમેરીને બનાવો આ ઘઉં અને બાજરીના વડા, ટેસ્ટી અને હેલ્થી…

શું તમે ઘી માંથી વધતું કીટું ફેંકી દો છો ? તો તમે એનો ઉપયોગ કરી ને તેમાંથી ઘઉં અને બાજરીના વડા તમારી સમક્ષ લાવી છું. હું તમારી સમક્ષ ઘઉં ન બાજરી ના વડા લાવી છું જે મારા મોટા સાસું ની ખાસ વાનગી છે. ચોમાસામાં આ વડા ખાવાની ખુબજ મજા આવે છે .તો તમે પણ આ વડા ઘરે અચુક બનાવજો. વરસાદ પડતો હોય અને ગરમ ગરમ વડા સાથે ચા સાથે ખુબજ ટેસ્ટી લાગે છે.

તૈયારી નો સમય :10-15 મિનિટ

રેસ્ટ નો સમય : 4-5 કલાક

બનાવાનો સમય : 15-20 મિનિટ

સામગ્રી :

– (1) ઘઉં નો લોટ – 1/2 કપ

– (2) બાજરી નો લોટ – 1 કપ

– (3) આદું – મરચાં ની પેસ્ટ – 1 ચમચી

– (4) ઘી નું કીટું – 3 ચમચી

– (5) કસૂરી મેથી – 3 ચમચી

– (6) મોણ માટે તેલ – 2-3 ચમચી

– (7) હળદર -1/2 ચમચી

– (8) લાલ મરચું -1 ચમચી

– (9) તલ – 1 ચમચી

– (10) સ્વાદ મુજબ મીઠું

– (11) અજમો 1/2 ચમચી

– (12) ઘણાં જીરું 1/2 ચમચી

– (13) દહીં -2 ચમચી

રીત :

સ્ટેપ :1


એક ડીશ માં ઘઉં નો લોટ અને બાજરી નો લોટ ચાળી ને લઇ તેમાં આદુ અને મરચાં ની પેસ્ટ ,કીટું ,તલ ,મરચું ,હળદર ,મીઠું ,મોણ ,અજમો લઇ બધું બરાબર મિક્ષ કરી લેવું .

સ્ટેપ :2


આ મિશ્રણ માં કસૂરી મેથી અને દહીં ઉમેરી જરૂર મુજબ પાણી લઈ કણક બાંધી લેવું .

સ્ટેપ :3


આ કણક ને કવર કરી 4-5 કલાક માટે રેવા દેવું .

સ્ટેપ :4


ત્યારબાદ એક પાટલા ઉપર પ્લાસ્ટિક કવર લઇ લોટ ના એક સરખા ના લુવા કરી એની ઉપર થોડાં તલ ઉમેરી થેપી દેવા .અને વડા નો શેપ આપી દેવો .

સ્ટેપ :5


આ થેપેલાં વડા ને ગરમ તેલ મા મીડ્યમ ફ્લેમ પર ગુલાબી કલર ના તળી લેવા .

Step:6


અને ચા અથવા દહીં સાથે સર્વ કરવા .

નોંધ :

તમે ઘર માં ફ્રેશ મેથી હોય તો તમે લઇ શકો .લોટ ને મીડિયમ બાંધવો .કડક લોટ બાંધશો તો વડા પોચા નહિ થાય .

સાભાર : દિગના રૂપાવેલ (બરોડા )

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *