ગોળવાળા મરચાં – થેપલા, ચોપડા અને પરાઠા સાથે મોજથી ખાઈ શકશો આ ગળ્યા તીખા મરચાં…

કેમ છો મિત્રો જય જલારામ, આપણને ભોજનમાં હંમેશા સાઈડ વાનગીઓ જોઈતી હોય છે. આપણે થેપલા અને ઢેબરાં સાથે અથાણું, આથેલાં મરચા દૂધ એવું તો ખાતા જ હોઈએ છીએ પણ આજે હું તમારા માટે લાવી છું ગોળવાળા મરચા બનાવવા માટેની રેસિપી, આ મરચા થોડા રસાવાળા હોય છે એ રસો ગોળનો હોય છે એટલે મરચા ગાળ્યા લાગે છે પણ મરચાની તીખાશ આ રસાના ટેસ્ટને ચાર ચાંદ લગાવી દે છે. તો ચાલો આજે આપણે ગોળવાડા મરચા બનાવીશું. તે થેપલા, ઢેબરા, ભાખરી, પરાઠા કોઈપણ સાથે ખાઈ શકો છો.

મારી યુટ્યુબ ચેનલ તમે હજી સબ્સ્ક્રાઇબ નથી કરી તો હમણાં જ અહીંયા ક્લિક કરો અને મારી ચેનલની મુલાકાત લો.

સામગ્રી

  • તેલ
  • ગોળ
  • અજમો
  • હિંગ
  • હળદર
  • મીડીયમ તીખા મરચા

રીત-

1- આ મરચાં બહુ ટેસ્ટી લાગે છે. તમે બહાર જાવ તો તે લઈ જઈ શકો છો. હવે કઢાઇ લઈશું. તેમાં એક ચમચી તેલ એડ કરીશું. અને તેમાં થોડો અજમો નાખી શું. હવે ચપટી હિંગ નાખી શું.

2- હવે આપણે 100 ગ્રામ લીલા મરચાં લઈશું. તેને ટુકડા કરી લઈશું. તે કઢાઈમાં એડ કરીશું.હવે તેને હલાવી હલાવી ને ફ્રાય કરી લઈશું.હવે તેમાં પા ચમચી હળદર નાખીશું.

3- આપણે અહીંયા મીડીયમ તીખા મરચા લીધા છે. આપણા મરચાં થઈ જશે એટલે થોડા સોફ્ટ થઈ જશે.હવે તેમાં અડધા કપ જેટલું પાણી એડ કરીશું.

4- પાણી નાખીશું એટલે આપણા મરચા ચડી જશે.હવે તેમાં સ્વાદ મુજબ મીઠું નાખીશું.મરચા ઉકળી ને ઉપર આવે એટલે સમજી જવાનું કે આપણા મરચા ચડી જવા આવ્યા છે.

5- હવે પચાસ ગ્રામ ગોળ લઈશું.તે એડ કરીશું.આપણે અહીંયા રસા વારા મરચા બનાવ્યા છે જો તમારે બહાર લઈ જવાના હોય તો તેમાં બે ચમચી પાણી નાખી જે તરત જ અંદર ગોળ નાખી દેવાનો.એટલે રસો એકદમ જાડો જ રહેશે.અને તેને હલાવી ને ઉતારી લેવાના.

6- હવે તમે વીડિયોમાં જોઈ શકો છો કે મરચા ચડી ગયા છે. આપણા ઘડિયા મરચા તૈયાર થઈ ગયા છે.હવે ગેસ બંધ કરી દઈશું.હવે તેને એક બાઉલ માં કાઢી લઈશું.તો વીડિયોમાં જોઈ શકો છો કે એકદમ ટેસ્ટી મરચા તૈયાર થઈ ગયા છે. તો તમે ચોક્કસથી બનાવજો.

વિડિઓ રેસિપી :


રસોઈની રાણી : પદમા ઠક્કર

Youtube ચેનલ : જલારામ ફૂડ હબ

મિત્રો, અમારી આ ચેનલ સબ્સ્ક્રાઇબ જરૂર કરજો અને આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *