કઈક ગળ્યું ખાવાનું મન થાય તો બનાવો સિક્રેટ ટિપ્સ સાથે દાણેદાર ટ્રેડિશનલ ગુજરાતી મોહનથાળ

આજે આપણે કંઈક ગળ્યું ખાવાનું મન થાય તો દાણેદાર ટ્રેડિશનલ ગુજરાતી મોહનથાળ તેની સિક્રેટ ટિપ્સ જોઈશું. જ્યારે તમે ફાડા લાપસી બનાવતા હોય ત્યારે કૂકર માં પાણી રાખવાનું છે.કારણકે લાપસી લચકા પડતી હોય છે અને જ્યારે કંસાર હોય છે તે છૂટો હોય છે એટલા માટે તો આ બન્ને માં તફાવત જોવા મળે છે.મોહનથાળ નામ સાંભળતા જ મોંમાં પાણી આવી જાય છે કોઈ લચકા પડતો મોહન થાળ બનાવતા હોય છે અને મોહનથાળ એકદમ કેવો સરસ પરફેક્ટ બને તે આજે આપણે જોઇશું.નાની નાની ટિપ્સ છે અને ટ્રિક પણ છે તે આપણે જોઈશું.

1- સૌથી પહેલા જ્યારે તમે મોહનથાળ બનાવતા હોય ત્યારે બે લોટ લેવાતા હોય છે ચણા નો લોટ લેવાનો છે ચણા નો લોટ લો તો ધાબો દેવો પડે છે જો ચણા નો લોટ કરકરો લો તો ધાબો દેવાની જરૂર નથી પડતી તો આજે આપણે ચણા નો કરકરો લોટ લઈશું.જ્યારે તમે કરકરો લોટ લો ત્યારે મોહનથાળ માં જે કણી પડે તે બહુ હાર્ડ લાગે છે.તો તેને સોફ્ટ કંઈ રીતે કરીશું.

2- સૌથી પહેલા આપણે તેનું માપ જોઈશું.તો તેની સામે પા વાડકી ઘી લઈશું તો તેની સામે અડધો કપ ખાંડ લઈશું.આ માપ તમારે ધ્યાન માં રાખવાનું છે.જો તમે ચણા નો લોટ લેતા હોય તો પણ ખાંડ અને ઘી નું માપ આજ રહેશે.જ્યારે કરકરો લોટ ના લેતા હોય ત્યારે ધાબો દેવો પડતો હોય છે હવે ઘી લઈ લોટ ને સરસ રીતે શેકી લેવાનો છે.હવે લોટ શેકો ત્યારે લોટ ગુલાબી કલર નો શેકવાનો છે વધારે ડાર્ક નથી કરવાનો.જો વધારે બદામી કલર નો લોટ થઈ જશે ને તો જ્યારે ખાંડ ની ચાસણી કરી ને તેમાં એડ કરશો ને ત્યારે એ જે મોહનથાળ બનશે ને તે બહુ હાર્ડ બનશે.

3- કારણકે જેમ વધારે કણી શેકાશે ને તો તેમ વધારે કણી હાર્ડ થઈ જાય છે હવે એ મોહનથાળ ને પોચો બનાવવા માટે ઘી માં બહુ સરસ શેકી લીધો છે હવે તેમાં બે ટેબલ સ્પૂન દૂધ એડ કરીશું.આ એક સિક્રેટ ટિપ્સ છે એટલે જે કણી છે તે સોફ્ટ થઈ જશે તેના કારણકે મોહનથાળ બહુ સરસ બનશે. હવે તેની સાથે બે મોટી ચમચી મલાઈ એડ કરવાની છે.

4- મલાઈ એ માવા નું કામ આપશે.જો તમે માવો લેતા હોય તો મલાઈ નથી એડ કરવાની લગભગ ૫૦ થી ૬૦ ગ્રામ જેટલો માવો ઉમેરી દેવાનો છે અને માવો ઉમેરો ત્યારે લોટ ગુલાબી રંગ નો શેકાય ને ત્યારે માવો એડ કરી દેવાનો છે.અને માવા ને પણ એક થી બે મિનિટ માટે શેકી લેવાનો છે.માવો ઉમેરશો ને એટલે કલર વધારે ડાર્ક થતો જશે, એટલે ગેસ બંધ કરી દેવાનું છે.હવે ચાસણી ની વાત જ્યારે તમે લોટ શેકો ને ત્યારે તે પહેલાં ચાસણી તૈયાર રાખવાની છે.આ ચાસણી ચિકાસ પડતી બનાવવાની છે.

5- હવે જેટલી ખાંડ લો એટલું પાણી એડ કરવાનું છે.અને ખાંડ ઓગળે પછી તમે હાથ લગાડો તો તમને ચિકાસ આવે તો આ ચિકાસ પડતી ચાસણી કહેવાય.જ્યારે વધારે ચિકાસ થાય ત્યારે એક તાર ની ચાસણી બને છે.એક તારી બે તારી ચાસણી બધી અલગ અલગ બને છે.અલગ અલગ મીઠાઈ માં અલગ અલગ ચાસણી બનતી હોય છે.જ્યારે તમારે પીસ બનાવો હોય ત્યારે અઢી તાર ની ચાસણી જોઈતી હોય છે.

6- જ્યારે તમારે દોઢ તાર ની ચાસણી જોઈતી હોય ત્યારે એક થી સવા તાર ની ચાસણી થાય એટલે ગેસ બંધ કરી દેવાનો.કારણકે તમે જે પેન છે તે ગરમ હોય છે પણ તમારે ચાસણી ઉમેરવાની હોય ને તે ગરમ હોય છે આપણે શેકેલો લોટ રાખ્યો હતો તેમાં ચાસણી ઉમેરો તો લોટ પણ ગરમ જ હોય છે.તો આ બન્ને વસ્તુ ગરમ હોવા ના કારણે ચાસણી વધારે બની જાય છે.એટલે આ વાત નું ખાસ ધ્યાન રાખો કે જ્યારે. ચાસણી બનાવો ત્યારે ઓછી ચાસણી બનાવવાની તો તમારી મીઠાઈ એકદમ પરફેક્ટ ને મસ્ત બનશે.

7-હવે આમાં જાયફળ,ઈલાયચી અને તમને કેસર ગમે તો તે પણ એડ કરી શકો છો.ઘણા લોકો ફૂડ કલર એડ કરતા હોય છે.જ્યારે તમે ફૂડ કલર એડ કરવો હોય તો તમે ચાસણી માં જ એડ કરો કઈ પણ નુકશાન કારક તત્વો હોય તો તે નાશ પામી જાય છે લોટ માં નથી ઉમેરવાનો પણ ચાસણી માં ઉમેરવાનો છે.અને જ્યારે પીસ પડતો મોહનથાળ બનાવો ત્યારે ચાસણી એક થી સવા તાર બનાવો.આ વસ્તુ જ્યારે હાથ માં લેશો ને ત્યારે ચાસણી ને થોડી વાર ઠંડી થવા દો.એટલે કે તમે ચમચી માં ચાસણી લીધી તો ચમચી માં જ તેને ઠંડી થવા દો અને પછી હાથ માં તાર કરો ઠંડી થયા પછી તાર થાય ને એ ચાસણી સાચી ચાસણી છે.

8- આપણે શું કરતા હોઈએ છીએ કે નાના હવે તો ચાસણી એકદમ તૈયાર તો થઈ ગઈ છે એટલે ચમચી માં લઇ હાથ માં તાર થવા લાગે એટલે ગરમ હોય ને તો તાર ના થાય ધારો કે એક તાર ની ચાસણી જોઈતી હોય તો એક તાર ના થાય ચાસણી ઠંડી પડે ને એટલે તરત જ તાર થાય.એટલે આપણી ચાસણી ઘણી વાર વધારે કુક થઈ જતી હોય છે. હવે બીજી એક ટિપ્સ જોઈશું તમને ખબર ના પડતી હોય ને કે ચાસણી એક તાર ની છે કે બે તાર ની તો શું કરવાનું કે એક વાડકા માં પાણી લેવાનું છે પાણી લઈ તેમાં એક ચાસણી નો ડ્રોપ નાખવાનો છે.જો ચાસણી એકદમ ફેલાઈ જાય અને પાણી સાથે મર્જ થઈ જાય તો તે ચિકાસ પડતી ચાસણી તૈયાર થઈ.

9- જો ચાસણી થોડી વાર રહે અને પછી ફેલાઈ ને તો એક તારી ચાસણી તૈયાર થઈ અને જો ચાસણી નો ડ્રોપ નાખો ને એવો જે એવો જ ડ્રોપ રહે તો બે તારી ચાસણી તૈયાર થઈ કહેવાય હવે આ વસ્તુ ની ખબર પડી ગઈ આ પાણી માં તમે ચેક કરશો ને તો બહુ ઇઝી પડશે.જ્યારે તમે ચાસણી વારી મીઠાઈ બનાવો ત્યારે ચાસણી ઓછી જ બનાવવાની દોઢ તારી જોઈતી હોય તો એક તારી બનાવવાની.એના કારણકે શું થશે કે જ્યારે તમે હલાવો ત્યારે એવું લાગે કે હજુ ચાસણી બનાવવાની જરૂર છે તો ગેસ ચાલુ કરી લેવાનો.

10- આપણે બે મિનિટ ગેસ ચાલુ રાખવાનો છે અને પછી ગેસ બંધ કરી દેવાનો છે અને તેને સતત હલાવતા રહેવાનું છે અને પછી તેને કોઈપણ થાળી માં કાઢી લેવાનો છે.અને બે કલાક રહેવા દો.અને એકદમ બહાર જેવા જ પીસ પડશે.મહેમાનો વાહ વાહ બોલી જાય એવી સરસ મજા ની મીઠાઈ તૈયાર થશે.હવે ચાસણી ના બધા પ્રોબ્લેમ દૂર થઈ ગયા ને તો હવે પરફેક્ટ મોહનથાળ બનશે.તો તમે આ ટીપ્સ ને ચોક્કસથી ફોલો કરજો.

રસોઈની રાણી : સુરભી વસા

Youtube Link :ચેનલ સાથે જોડાવવા અહીંયા ક્લિક કરો.

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *