ગુલકંદ લસ્સી – નાના મોટા દરેકને પસંદ આવે એવી આ લસ્સી તમે પણ બનાવી શકશો પરફેક્ટ…

લસ્સી એ દહીં માં થી બનતી વાનગી છે આ વાનગી ઉનાળા માં ખાવા ની મઝા આવે છે દહીં માં થી આપણે વિટામિન c મળે છે લસ્સી માં બહુ બધી પ્રકાર ની હોય છે. કેસર, પિસ્તા , મલાઈ, ચોકલેટ એન્ડ રજવાડી લસ્સી આપણે ઉપવાસ માં ખાવા ની મઝા આવે છે આ બધી ડેરી માં મળે છે બઝાર કરતા આપણે જલ્દી એન્ડ ચોખી લસ્સી બનાવી શકી છે

સામગ્રી

  • 1 લીટર અમુલ ગોલ્ડ દૂધ
  • 2 સ્પૂન દહીં
  • 1/2 કપ દૂધ
  • 2 સ્પૂન મલાઈ
  • 2 સ્પૂન મિલ્ક પાવડર
  • 2 સ્પૂન ગુલકંદ
  • 1 સ્પૂન રોઝ સરબત
  • 1/2 કપ બુર ખાંડ
  • 1 સ્પૂન ડ્રાયફ્રુટ કતરણ

રીત

એક તપેલી માં મિલ્ક ગરમ કરો હવે થોડું ઠંડુ થાઈ એટલે તેમાં 2 સ્પૂન દહીં નાખો હવે તને 6 કલાક માટે જમાવા મુકો હવે તેને 5 કલાક માટે ફ્રીઝ મૂકી દો દહીં સેટ થઇ જશે હવે દહીં સેટ થઇ ગયું છે હવે તેને એક કોટોન કપડા માં લો તેમાં થી દહીં મસ્કો રેડી કરો

આ કપડાં 2 કલાક બાંધી લો બધા પાણી નીકળી જશે મસ્કો બની જશે

હવે આ મસ્કા ને 1કલાક માટે ફ્રીઝ માં મુકો હવે એક તપેલી લો તેમાં મસ્કો , ગુલકંદ, રોઝ શરબત, બૂરું ખાંડ, મલાઈ એન્ડ મિલ્ક મિક્સ કરો મિલ્ક પાવડર હવે તેને મિક્સ કરો

આ મિક્સર ને 2 થી 3 વાર હેન્ડ મિક્સર ફેરવો ચાલુ એન્ડ બંધ કરી ને એક સાથે નથી ફેરવા નું નઈ તો લિક્વિડ પાતળું થઇ જશે

હવે આપણી ગુલકંદ લસ્સી રેડી છે હવે તેને ડ્રાયફ્રુટ એન્ડ રોઝ સરબત સાથે સર્વ કરો

રસોઈની રાણી :એકતા મોદી

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *