સીઝનમાં ભરવા માટે કયું હળદર અને ધાણાજીરું પાવડર લેવું બેસ્ટ છે?ખૂબ જ ઉપયોગી માહિતી જાણો- Surbhi Vasa

આજે આપણે સીઝન માં ભરવા માટે કયું હળદર અને ધાણાજીરું પાવડર લેવું બેસ્ટ છે. ખૂબ જ ઉપયોગી માહિતી જોઈશું. આ બંને મસાલા એવા છે કે દરેકે દરેક વાનગી માં જોઈતા જ હોય છે. આપણે બહુ બધું સાંભળ્યું છે કે હળદર છે તે એન્ટિબાયોટિક છે. તેના આયુર્વેદિક ઉપાય ની ખબર છે.પણ હળદર કઈ વાપરવી તેમાં મૂંઝવણ થાય છે કે કઈ હળદર સરસ છે.

1- હવે હળદર ને કઈ રીતે વાપરવી જોઈએ તેની આપણને સમજણ નથી. હળદર વિશે આપણે વાત કરીએ તો હળદર એ એક એવો મસાલો છે કે દરેક વાનગી ને કલર તો સરસ આપે છે. તેની સાથે સાથે તેના આપણા શરીર માટે પણ ફાયદાકારક છે. આપણને કંઈક વાગી જાય તો હળદર લગાવી એ છે.ક્યાંય દુખે તો પણ હળદરનો લેપ કરતા હોય છે.


2- આ બધી કોમન વાત છે કે જે બધાને ખબર જ છે. પણ હળદર જ્યારે બારે માસની ભરવાની હોય ત્યારે કેવી હળદર ઉપયોગમાં લેવી. આપણે ગુજરાતમાં જોઈએ તો ત્રણ અલગ અલગ ટાઈપ ની હળદર મળતી હોય છે. એક તો સેલમ ની હળદર આવે છે અને બીજી રાજાપુરી હળદર આવે છે. અને ત્રીજી વીસનગરી હળદર આવે છે. આ ત્રણે હળદરનો થોડો થોડો ડિફ્રન્ટ હોય છે.

3- હવે તમે વીડિયોમાં જોઈ શકો છો કે આખી હળદર છે.આ હળદર છે તે સેલમ ની હળદર છે તેનો કલર એકદમ પીળો કલર છે.અને તેની જોડે બીજી જે હળદર છે વીસનગરી હળદર છે. તેનો થોડો આછો કલર હોય છે.તેનો બ્રાઉન કલર થઈ જાય છે. અને જે ત્રીજી હળદર છે તે રાજાપુરી હળદર છે. તેનો કલર પણ પીળાશ પડતો છે. જે સેલમ ની હળદર પીસાઈ ત્યારે તેનો કલર કેસરી કલર મળે છે.જે તમે વીડિયોમાં જોઈ શકો છો.કેસરિયો પીળો કલર મળે છે.તેનો સ્વાદ પણ સરસ આવે છે.

4- જો તમે હળદર વધારે પ્રમાણમાં ઉમેરો તો તેની તુરાશ જેવી ટેસ્ટ આવે છે. એટલે હળદર નું પ્રમાણ ઓછું ઉમેરવામાં આવે છે.તેના કલર માટે અને તેના બેનીફેટ માટે હળદર ઉમેરતા હોય છે. જ્યારે તમે હળદર પસંદ કરો ત્યારે બેસ્ટ છે તે છે સેલમ ની હળદર છે તે બેસ્ટ છે. તમે રાજાપુરી હળદર યુઝ કરતા હોય તો તે પણ સારી છે. સૌથી સારામાં સારી સેલમ ની હળદર છે. જ્યારે તમે પેકેટ લાવો છો ત્યારે તમે બે પેકેટ સરખાવી ને જોવો.

આ હળદર ઓરીજનલ છે કે નહીં. તેમાં કલર એડ કરેલો છે કે નહીં. તે પણ ચકાસણી કરવી ખૂબ જરૂરી છે.આ વાત ની હંમેશા તકેદારી રાખવી પડે.કે આ વસ્તુ છે તે આખું વર્ષ વાપરવાની છે. જ્યારે આપણને ગળામાં દુખતું હોય તો હળદર અને મીઠું ફાકીએ છે. જેથી આપણું ગળુ ચોખ્ખું થઈ જતું હોય છે.


5- આ તમે આયુર્વેદિક ઉપાય કરો તો તેનું ઝડપથી પરિણામ મળતું હોય છે. તો હળદર જ્યારે પણ પસંદ કરો ત્યારે આ વાતનું ખાસ ધ્યાન રાખવું.કે હળદર કઈ લેવાની.જો તમે આખી હળદર દડાવતા હોય તો કઈ હળદર લેવાની? તેને ધોઈ ને ચોખ્ખી કરી લેવાની છે. અને પછી તેને કોરી લેવાની છે. અને તડકા માં થોડી તપાવી લેવાની છે. અને પછી તેને દડાવવાની છે. હળદર હંમેશા ઘંટી માં જ દડાતી હોય છે.જો તમે મિક્સર માં દળશો તો તેના ગાંગડા બહુ કઠણ હોય છે.તેની જે પ્લેટ છે તે તૂટી જવાનો ભય રહે છે. જ્યારે તમે બહારથી લાવો ત્યારે તમે ચોક્કસ ધ્યાન રાખજો. અને હા તમને ખબર પડવી જોઈએ કે હું કઈ હળદર વાપરું છું. અને કઈ હળદર મારે લેવાની છે. હવે આપણે ધાણાજીરું વિશે જોઈશું.

6- મરચું, હળદર, ધાણાજીરૂ અને હીંગ આ ચાર મસાલા આપણી વાનગી ના હીરો છે. હિંગ પણ આપણે ઉત્તમ કોલિટી ની લેતા હોઈએ છે. જેના કારણે તમે ચપટી હીંગ ઉમેરો તો તેની સુગંધ ક્યાંય જાય. હિંગ ઉમેરવાનું કારણ એ છે કે તમારી વાનગી સ્વાદિષ્ટ બને છે. અને તેની સાથે સાથે તમને ગેસ કે અપચો ની તકલીફ હોય તો તે દૂર થઈ જાય. અને જે વાનગી ખાવ તે નડે નહીં. ધાણાજીરું છે તે પણ તે જ પ્રકાર નો મસાલો છે.

એસિડિટી દૂર કરે છે. એટલે ધાણા ને પલાળી રાખો ને અને તે પીવો તો એસિડિટી દૂર થઈ જશે. જ્યારે આપણે ધાણી લેતા હોય ત્યારે તો કેવી ધાણી લેવી જોઈએ. જે રાજસ્થાન કે પાકિસ્તાન ની બોડર પર મળે છે તે સૌથી બેસ્ટ ધાણી છે. તે ધાણી નો સ્વાદ ખૂબ સરસ આવે છે. જ્યારે તમે ધાણી લેવા જાવ ત્યારે તે ધાણી તમે મોઢા મૂકશો ને તો ધાણી ચવાયા પછી છાલ લાગતી હોય તો એટલે કે તેના ફોતરા આવતા હોય તો તે ધાણી સારી નથી.

7- કારણકે તેનો તુરો ટેસ્ટ આવશે. એ ધાણી પિસાસે તો તે ફોતરા જેવું લાગશે. જે ધાણી ચાવવા થી મીઠી લાગે તે ધાણી બેસ્ટ હોય છે. ધાણી હમેંશા ગ્રીન જ પસંદ કરવી. ઘણી જગ્યાએ કલર ચડાવી ને પણ વેચતા હોય છે. હવે તમે વીડિયોમાં જોઈ શકો છો કે આ ધાણી બેસ્ટ હોય છે. તમને તેની સુગંધ પણ સરસ આવશે.અને એવું લાગશે કે એકદમ ફ્રેશ છે.અને તેની અંદર થી કોથમીર જેવી સુગંધ આવતી હોય છે. તો તે ધાણી એકદમ સરસ બેસ્ટ ધાણી છે. તે ધાણી માંથી જે પાવડર તૈયાર થાય છે તેનો એકદમ સરસ કલર આવે છે.

જે તમે વીડિયોમાં જોઈ શકો છો.તેમાં ફાયબર નું પ્રમાણ વધારે હોય છે. જ્યારે તમે શાક માં ઉમેરો ત્યારે એસિડિટી માં બેલેન્સ કરે છે. જે પણ વાનગી છે પચવામાં પણ મદદ કરે છે. એટલે શાક માં તમે ધાણાજીરું ઉમેરો ત્યારે ઓછી નઈ ઉમેરવાની તેનો સ્વાદ અને બેનિફિટ મળે ને એ રીતે ઉમેરવું જોઈએ.


8- હમેશા તમે ધાણાજીરું દળાવો ત્યારે એક કિલો ધાણી હોય તો સો ગ્રામ જીરું લેવાનું છે. ઘણા લોકો તમાલપત્ર પણ ઉમેરતા હોય છે. અને તેની સાથે પંદર થી વીસ મરી ઉમેરવા ના. આમ કરવાથી ધાણી નો સ્વાદ બહુ સરસ આવે છે. ઘણા લોકો તજ, લવિંગ, મરી બધું જ ઉમેરતા હોય છે. એટલે તેનો સ્વાદ ગરમ મસાલા જેવો આવે છે. અને જ્યારે તમે ધાણી ને દડાવો ત્યારે ધાણી ને થોડી શેકી લેવાની છે. અને તડકા માં તપાવી લેવાની છે.

જેથી તેની સુગંધ સરસ મળે છે. પછી ઠંડુ પડે એટલે એર ટાઈટ ડબ્બા માં ભરી લેવાની છે.ચારી ને ભરવાની છે. તો આખા વર્ષ માટે એકદમ સરસ ધાણી રહેશે. ધાણાજીરું ને સાચવવા માટે તેમાં હીંગ ના ગાંગડા ઉમેરી શકો છો. અથવા લવિંગ પણ ઉમેરી શકો છો. અથવા તજ ના ટુકડા પણ ઉમેરી શકો છો.અથવા તમાલપત્ર પણ ઉમેરી શકો છો.જેથી આખું વર્ષ ધાણાજીરું પાવડર સરસ રહેશે.

9- મરચું પાવડર માં પણ અમુક લોકો મીઠા ના ગાંગડા ઉમેરતા હોય છે. જેથી તે આખું વર્ષ સારું રહે. તો આ રીતે મરચું, ધાણાજીરૂ ,હળદર આ બધું સરસ રીતે આખું વર્ષ ટકી શકે.તેના માટે આ વીડિયો બનાવ્યો છે. અને ચોક્ક્સ થી આ રીતે ફોલો કરજો. તમે શું ખાવ છો તેની પણ તમને ખબર હોવી જોઈએ. કઈ ટાઇપ ના મસાલા હું ખાય રહી છું. આ રીતે રાય છે.જીરું છે.મેથી છે આ બધી વસ્તુ પણ એટલી જ અગત્ય ની છે.મેથી તમે જ્યારે કઢી બનાવતા હોય ત્યારે ભલે દસ થી બાર દાણા ઉમેરતા હોય પણ એ મેથી બવ મોટો ભાગ ભજવે છે.

10- હવે જીરું જે છે એ સરસ લાંબુ અને પાતળું હોવું જોઈએ. અને રાય બે ટાઇપ ની આવે છે. ઘણા લોકો એકદમ ઝીણી રાય વાપરતા હોય છે. અને ઘણા લોકો થોડી મોટી રાય વાપરતા હોય છે. રાય માં તીખાશ વધારે હોય તે રાય તમે વાપરી શકો છો. રાય નો ઉપયોગ બધું ઓછા પ્રમાણમાં કરતા હોય છે. આમ છતાં દરેક મસાલા નો અલગ અલગ સ્વાદ છે.

અલગ અલગ રોલ છે. આ આપણું મસાલીયું એ એક આયુર્વેદિક કીટ છે. આપણી ઇમ્યુનિટી જાળવી રાખવાની આપણા દાદી માં કે આપણા વડીલો ની એ એક મોટી ગિફ્ટ છે. આ ગિફ્ટ આપણે એકદમ સરસ રીતે ઉપયોગ માં લઈએ. તો હવે તમે મસાલા લેતા પહેલા આ વીડિયો ને ચોક્ક્સ થી જોજો.


રસોઈની રાણી : સુરભી વસા

Youtube Link :ચેનલ સાથે જોડાવવા અહીંયા ક્લિક કરો.

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *