થાળીનો સ્વાદ વધારવા માટે ટ્રાય કરી લો ઈન્સ્ટન્ટ ખીરાની આ રેસિપિ, બાળકો થઈ જશે ખુશ

ઢોંસા એ સાઉથ ઇન્ડિયન લોકપ્રિય વાનગી છે. તે સામાન્ય રીતે ચોખા અને અડદમાંથી બનાવવામાં આવે છે. ઉપરાંત ઘણીવાર ચોખા અને પૌવા કે રવામાંથી પણ ઢોંસા બનાવવામાં આવતા હોય છે. હવે ગૃહિણીઓ મગની દાળ તેમજ ઘઉંના લોટ વગેરેનાં પણ ઢોસા બનાવતા થઈ છે. જે ખુબ જ સ્વાદિષ્ટ બનતા હોય છે, ઈન્સ્ટન્ટ જ બનાવી શકાય છે. તેમાં પણ સાઉથ ઇન્ડિયન ઢોસાની જેમ બટેટાનું સ્ટફિંગ કરી સાંભાર અને કોકોનટ ચટણી સાથે ખાવામાં આવે તો લાજવાબ ટેસ્ટ આવશે. તમે પણ મારી ઘઉંના લોટમાંથી મસાલા ઢોસા અને પેપર ઢોસા બનાવવાની રેસીપી ફોલો કરીને તમારા રસોડે ચોક્કસથી બનાવજો. ઢોસા તો કોઈ પણ હોય હંમેશા બધાના હોટ ફેવરીટ જ રહેવાના. અહી હું ઇઝી અને ક્વીક મેથડથી ઘઉંના લોટ માંથી ઢોસા અને તેનું સ્ટફિંગ એટલે કે બટાકાનો મસાલો બનાવવાની રેસીપી આપી રહી છું.

વ્હીટ ( ઘઉંના લોટના ) મસાલા ઢોસા

ઢોસા માટેનું સ્ટફિંગ

મસાલો બનાવવા માટેની સામગ્રી

૬ મીડીયમ સાઈઝનાં બાફેલા બટેટા
૨ ટેબલ સ્પુન ઓઈલ
૧/૨ ટી સ્પુન રાઈ
૧/૨ ટી સ્પુન આખુ જીરું
૧ ટેબલ સ્પુન અડદની દાળ પલાળેલી
૧ ટેબલ સ્પુન ચણાની દાળ પલાળેલી
૨ બારીક સમારેલા લીલા મરચા
૧૦-૧૨ મીઠા લીમડાના પાન
ચપટી હિંગ
૨ ડુંગળી – ઉભી સ્લાઈઝ કરી પાતળી સમારેલી
સ્વાદ મુજબ મીઠું
૧/૪ ટી સ્પુન હળદર પાવડર
૨ ટેબલ સ્પુન કોથમરી
૧/૨ ટેબલ સ્પુન લેમન જ્યુસ
૨ ટેબલ સ્પુન પાણી

ઢોસાનાં સ્ટફિંગ માટેનો બટેટાનો મસાલો બનાવવાની રીત

સૌ પ્રથમ બટેટા બાફી લો. બાફેલા બટાટાની છાલ કાઢી બારીક સમારો. એક પેનમાં મીડીયમ ફ્લેઈમ પર ૨ ટેબલ સ્પુન ઓઈલ ગરમ મૂકી ઓઈલ વઘાર કરવા જેવું ગરમ થાય એટલે તેમાં ૧/૨ ટી સ્પુન રાઈ અને ૧/૨ ટી સ્પુન આખુ જીરું ઉમેરી તતડવા દો. ત્યારબાદ તેમાં ૧ ટેબલ સ્પુન અડદની પલાળેલી દાળ અને ૧ ટેબલ સ્પુન ચણાની પલાળેલી દાળ પાણી નીતારી ઉમેરો. ત્યારબાદ તેમાં ૨ બારીક સમારેલા લીલા મરચા, ૧૦-૧૨ મીઠા લીમડાના પાન અને પીંચ હિંગ ઉમેરો. તે સંતળાઈ જાય એટલે તેમાં ૨ ડુંગળીની ઉભી પાતળી સમારેલી સ્લાઈઝ ઉમેરો. સાથે તેમાં સ્વાદ મુજબ સોલ્ટ અને ૧/૪ ટી સ્પુન હળદર પાવડર ઉમેરી બધી સામગ્રી બરાબર મિક્સ કરી લો. હવે આ સામગ્રીમાં બારીક સમારેલા બાફેલા બટેટા ઉમેરી મિક્સ કરો. હવે આ મસાલાને મેશર વડે પ્રેસ કરી થોડો –અધકચરો મેશ કરી લો. ફરી એક વાર બધી સામગ્રી મિક્સ કરો. હવે તેમાં કોથમરી, ૨ ટેબલ સ્પુન પાણી અને ૧/૨ ટેબલ સ્પુન લેમન જ્યુસ ઉમેરી મિક્સ કરી ઢાંકીને ૨-૩ મિનીટ કુક કરો. વચ્ચે એકાદવાર ખોલીને મસાલો સ્પુન વડે ઉપર નીચે કરી હલાવી લો. હવે ઘઉંના લોટના મસાલા ઢોસામાં ભરવા માટેનો મસાલો રેડી છે.

હવે સાદા ઢોસા અને પપેર ઢોસા માટેનું બેટર અને ઢોસા બનાવીશું.

ઘઉંનાં લોટના ઢોસા બનાવવા માટેની સામગ્રી

૨ કપ ઘઉંનો લોટ
૧ ટી સ્પુન સુગર પાવડર
૧ ટી સ્પુન મીઠું
૧/૨ કપ સોજી
૧/૨ કપ દહીં
૧ ટી સ્પુન ઈનો ફ્રુટ સોલ્ટ
૪ કપ પાણી
ઓઈલ – જરૂર મુજબ

ખીરું બનાવવાની રીત

સૌ પ્રથમ મોટો ગ્રાઈન્ડર જાર લઇ તેમાં ૨ કપ ઘઉંનો લોટ, ૧ ટી સ્પુન સુગર પાવડર, ૧ ટી સ્પુન સોલ્ટ, ૧/૨ કપ સોજી, ૧/૨ કપ દહી અને ૪ કપ પાણી ઉમેરીને સ્પુન વડે એક વાર થોડું મિક્સ કરો. ત્યાર બાદ તેને ગ્રાઈન્ડ કરી એકરસ કરી બરાબર મિક્સ થઇ જાય એટલે તેને એક મિક્સિંગ બાઉલમાં કાઢી લો. હવે ફરી એક વાર બરાબર ફીણી લો. હવે તેમાં ૧ ટી સ્પુન ઈનો ફ્રુટ સોલ્ટ ઉમેરીને ફીણી લ્યો. સરસ ફ્લફી બેટર તૈયાર થઇ જશે.

ઢોંસા બનાવવાની રીત

આ બેટરને રેસ્ટ આપ્યા વગર જ ઢોસા બનાવી શકાય છે. એક બાઉલમાં ૧ ટેબલ સ્પુન ઓઈલ અને ૧ કપ પાણી મિક્સ કરી લો. ઢોસો બનાવતા પહેલા આ પાણીને તવા પર લગાવવાથી તવાનું ટેમ્પરેચર બેલેન્સ થશે. મીડીયમ ફ્લેઈમ પર નોન સ્ટિક તવાને ગરમ મૂકી બરાબર ગરમ થાય એટલે સ્લો કરી, તેમાં ઓઈલ અને પાણી મિક્સ કરેલા બાઉલમાં નાનું એક કપડું ડીપ કરી તવા પર ફેરવી લો. જેથી તવાની હિટ બેલેન્સ થઇ જાય અને સારી રીતે ઢોસો તવામાં પાથરી શકાય. ત્યાર બાદ એક મોટો સ્પુન ભરીને તવામાં બેટર મૂકી તેને રાઉન્ડમાં સ્પ્રેડ કરી પાતળો ઢોંસો બનાવી લો. સરસ જાળી વાળો દેખાવા લાગશે. તેના પર થોડું ઓઈલ લગાવી લો અને ફરતે પણ ૧ ટીસ્પુન જેટલું ઓઈલ મૂકી ક્રિસ્પી થાય ત્યાં સુધી રોસ્ટ કરો. ઢોંસો રોસ્ટ થશે એટલે ઉપરની બાજુ જાળી ગોલ્ડન કલરની દેખાવા લાગશે. તમે ઈચ્છો તો બન્ને બાજુ ઢોસાને રોસ્ટ કરી શકો છો. ત્યારબાદ તવામાંજ ઢોંસો રાખીને તેમાં બટેટાનું સ્ટફિંગ મુકો. જો તમે ઈચ્છો તો ઢોસા પર તેમાં પહેલા લસણની રેડ ચટણી લગાડી શકો છો. ત્યાર બાદ તેના પર ઢોસાનું સ્ટફિંગ એટલે કે મસાલો મુકવો. હવે ઢોંસાને બેન્ડ કરીને કે રોલ કરીને સાંભાર અને કોકોનટની ચટણી સાથે સર્વ કરો. ઢોસાને જો બન્ને બાજુ વધારે ક્રિસ્પી રોસ્ટ કરવાથી આ જ બેટર માંથી પેપર ઢોંસા બનાવી શકાય છે. આ પ્રમાણે બાકીના બેટરમાંથી બધા સરસ ક્રિસ્પી ઢોસા બનાવો. આ ઢોસા ખુબ જ ઝટપટ અને બજારમાંથી લાવેલા હોય તેના કરતા વધારે ટેસ્ટી બને છે. ઘરના દરેક લોકોને આ ઢોસા ખુબજ પસંદ પડશે. તમે પણ ચોક્કસથી આ હેલ્ધી ક્વીક, ઇઝી અને ટેસ્ટી વ્હિટ મસાલા ઢોસા તમારા રસોડે ચોક્કસથી ટ્રાય કરજો. બધાને ખુબજ ભાવશે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *