કચ્છી અડદીયા – શિયાળાની શરૂઆત થાય અને આવે સીઝન અડદીયા બનાવવાની, તો તમે ક્યારે બનાવશો…

અડદિયા કચ્છ ની પ્રસિદ્ધ મિઠાઈ છે. જે શિયાળામાં જ મળે છે . અડદિયા આરોગ્ય માટે પણ અનેક રીતે લાભકારી છે. આ મિઠાઈ શુદ્ધ ઘી માં બનાવામાં આવે છે. આજે આપણે સરસ કણીદાર અડદિયા બનાવીશું. જે ખૂબ જ હેલ્થી છે…

કચ્છી અળદીયા

સામગ્રી :

  • અળદનો લોટ – ૨૦૦ ગ્રામ
  • દેશી ઘી – ૨૦૦ ગ્રામ
  • મીઠોમાવો – ૧૫૦ ગ્રામ
  • ખાંડ – ૧૦૦ ગ્રામ
  • દૂધ જરૂરીયાત મુજબ
  • ગુંદર – અર્ધો કપ
  • કીસમીસ – ૨ ચમચી
  • પીસ્તા ૨ – ચમચી
  • કાજુ – ૨ ચમચી
  • ખસખસ શેકેલી – ૨ ચમચી
  • સુંઠ પાવડર – ૩ થી ૪ ચમચી
  • એલચી પાવડર- ૨ ચમચી
  • જાયફળ પાવડર -1/2 ચમચી
  • તજ લવીંગ પાવડર -1 ચમચી
  • સફેદ મરી પાવડર – 1 ચમચી
  • જાવંત્રી પાવડર – 1 ચમચી
  • પીપરીમુળ પાવડર – 1/2 ચમચી

રીત :

૧ – ધાબુ આપવા ધી ગરમ કરો. થોડું દૂધ ગરમ કરો. જરૂરીયાત મુજબ લોટમા નાખી ધાબુ આપો. થોડું ઠરે એટલે હાથેથી મિક્સ કરો.

કલાક માટે ઢાંકી રહેવા દો. ૨ – ચારણામા લઈ ને ચાળી લો. લોટ રવા જેવો કરકરો થશે.

ઘી મા ગુંદર તળી ભુક્કો કરી રાખો.   ખાંડની 1 તાર ની ચાસણી કરી ઠરવા દો.

હવે ઘી મા લોટ શેકો. ધીમા તાપે ઘી ઉપર આવે ત્યા સુધી શેકવુ. પછી તેમાં માવો ઉમેરો.

૩ – ધીમાતાપે ગોલ્ડન બ્રાઉન થાય ત્યા સુધી શેકવુ. પછી તેમાં બધાં મસાલા, ગુંદર નાખી દો.

ગેસ બંધ કરી દો. ૫ મીનીટ ઠરે પછી ચાસણી નાખવી. મિક્સ કરી થાળીમા ઠારી આખી રાત્રી રહેવા દો. પછી તેના પીસ પાડી દેવા.

રસોઈની રાણી : નેહા આર. ઠક્કર

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *