લીલી ડુંગરી અને ગાંઠિયાનું શાક – નામ વાંચીને જ મોઢામાં પાણી આવી ગયું…

નમસ્તે મિત્રો…

આજે આપણે જોઈશું એક મસાલેદાર શબ્જી જેનું નામ છે. લીલી ડુંગરી અને ગાંઠિયા નું શાક….

ડુંગળી માંથી બનાવામાં આવેલ આ શાક અતિ સ્વાદિષ્ટ હોવાથી એકદમ હેલ્થી પણ છે. અને બીજી વાત આ શાક બનાવવા માટે વપરાયેલ તમામ સામગ્રી પણ આસાનીથી દરેક રસોડે હોયજ છે તેથી કોઈ તકલીફ પડતી નથી …શિયાળા ની ઋતુ માં આ શાક ખાવાની મજા ખુબ આવે છે .ત્યારે લીલી ડુંગળી સહેલાય થી મળી રહે છે .

સામગ્રી :

  • – 100 ગ્રામ લીલી ડુંગળી ના પાન
  • – 50 ગ્રામ લીલી ડુંગળી નો સફેદ ભાગ
  • – 100 ગ્રામ ગાંઠિયા
  • – 1 ચમચી જીરૂ અને રાય
  • – 1 ચમચી આદું લસણ ની પેસ્ટ
  • – 1/2 ચમચી હળદર પાવડર
  • – 1 ચમચી ધાણા પાવડર
  • – 1 ચમચી લાલ મરચું.
  • – 3-4 ચમચી તેલ.
  • – મીઠું સ્વાદનુસાર

રીત:

સ્ટેપ :1

· સૌ પ્રથમ એક કડાઈમાં તેલ ગરમ કરો, તેલ ગરમ થઇ જાય ત્યારે તેમાં મરચા નાંખી, તળી થોડી વાર પછી પ્લેટમાં કાઢી લો. આ મરચાં સેર્વિંગ માટે છે .હવે તે જ કડાઈમાં રાય નાંખી થોડી વાર ત્ડ્તડવા દો.

સ્ટેપ :2

· હવે તેમાં આદું-મરચાંની પેસ્ટ નાંખી થોડી વાર સાંતડો. ત્યાર બાદ તેમાં છોલેલી ડુંગળી નો સફેદ ભાગ નાંખી સાંતડો.ત્યાર પછી સમારેલું ટામેટું ઉમેરવું . હવે તેમાં હળદર પાવડર, ધાણા પાવડર, કાશ્મીરી લાલ મરચું પાવડર, અને નમક નાખો.

સ્ટેપ :3

· મીઠું નાખતી વખતે ધ્યાન રાખો કારણકે ડુંગળીમાં જ ઘણા એવા પ્રમાણમાં મીઠું રહેલ હોઈ છે. તેને મિક્ષ કરો અને ત્યારબાદ તેમાં પાણી ઉમેરો.ત્યારપછી લીલી ડુંગળી ના પાન ઉમેરો .પાકી જાય ત્યાં સુધીનું થોડા એવા પ્રમાણમાંજ પાણી ઉમેરો.હવે તેને ઢાંકી દઈ ડુંગળી પાકી જાય ત્યાં સુધી પકાવો.

સ્ટેપ :4

· હવે તેમાં ગાઠીયા ઉમેરી મિક્ષ કરી, ઢાંકી દઈ ૧ મિનીટ માટે પકાઓ. ૧ મિનીટ બાદ તેને સર્વિંગ પ્લેટમાં લઇ સર્વ કરો.આ શાક ને તમે રોટલાં ,પરાઠાં અને રોટલી સાથે સર્વ કરી શકો છો .કાંતો ખીચડી સાથે સરસ લાગશે .

નોંધ :

– મેં અહીં થોડું રસા વાળું શાક બને એટલે ટામેટું લીધું છે .

– તમે ટમેટા ને બદલે લીલા પાન ઉમેર્યા પછી આમચૂર પાવડર પણ લઇ શકો છો .


રસોઈની રાણી : દિગના રૂપાવેલ (બરોડા)

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *