સ્વાદ અને હેલ્થ માટે વપરાતી અડદની દાળ નિખારશે તમારી સ્કીન, જાણો ઉપયોગની રીત

શું તમે ક્યારેય પહેલા અડદની દાળનો ઉપયોગ ચહેરાની સુંદરતા વધારવા માટે કર્યો છે. નહીં ને તો આજે જાણો કયા ઉપાયો કરી લેવાથી તમે અડદની દાળની મદદથી તમારો ચહેરો ચમકાવી શકો છો.

image source

અડદની દાળની તમે અનેક વાનગીઓ બનાવીને ખાધી હશે પણ તમે ક્યારેય તેનો ઉપયોગ ચહેરાને ચમકાવવા માટે કર્યો નહીં હોય. તો જાણો સુંદરતા વધારવા માટે કઈ રીતે અડદની દાળનો ઉપયોગ કરી શકાય છે. તો જાણો તેનો ફાયદો શું મળશે.

ગ્લોઈંગ સ્કીન માટે

image source

ચહેરાની સુંદરતા માટે અને તેને ગ્લોઈંગ બનાવવા માટે અડધો કપ અડદની દાળને રાતભર પાણીમાં પલાળીને રાખો અને સવારે તેને ધોઈને પાણીથી અલગ કરી લો. તેમાં 4 બદામ, 3 ચમચી દૂધ અને 2 ચમચી ગુલાબજળ મિક્સ કરો. તેને બારીક પીસી લો અને પછી તેને ચહેરા ને ગરદન પર લગાવી લો. વીસ મિનિટ સુધી તેને એમ જ રહેવા દો પછી ફેસને સાદા પાણીથી ધોઈ લો.

ખીલથી મળશે રાહત

image source

ખીલથી રાહત મેળવવા માટે તમે અડધા કર અડદની દાળને રાતભર પાણીમાં પલાળીને રાખો. સવારે પાણી અલગ કરો અને તેને પીસીને તેની પેસ્ટ બનાવી લો. તેમાં 2 ચમચી ગુલાબજળ અને એક ચમચી ગ્લિસરીન મિક્સ કરી લો. આ પેસ્ટને ચહેરા અને ગરદન પર ફેસ પેકની જેમ લગાવી લો. વીસ મિનિટ રાખ્યા બાદ તેને ધોઈ લો અને હળવા હાથથી ચહેરા પર મસાજ કરો. આ પછી તમારા ચહેરા પર ગ્લો જોવા મળશે.

બ્લેકહેડ્સ હટાવવામાં કરશે મદદ

image source

બ્લેકહેડ્સને હટાવવા માટે તમે અડધો કપ અડદની દાળને રાતમાં પાણીમાં પલાળીને રાખો. તેની સાથે 5 બદામ પલાળી લો. સવારે તેને ધોઈને પાણીથી અલગ કરો. દાળ અને બદામને થોડું દૂધ મિક્સ કરીને પીસી લો. આ પેસ્ટને ફેસ અને ગરદન પર લગાવીને 20 મિનિટ બાદ ધોઈ લો. તમને રાહત મળશે અને સ્કીન પર અલગ ગ્લો જોવા મળશે.

મળશે સનબર્નમાં રાહત

image source

ચહેરા પરથી સનબર્ન હટાવવા માટે તમે અડધા કપ અડદની દાળને રાતે પલાળી લો અને સવારે ધોઈ લો અને બારીક પીસી લો. તેમાં 2 ચમચી દહીં મિક્સ કરો અને તેને ફેસ અને ગળા પર લગાવો. આ પેસ્ટ સૂકાઈ જાય તો ચહેરાને સાદા પાણીથી ધોઈ લો. તેના પછી હળવા હાથે ચહેરાની મસાજ કરો. અને ચહેરો ધોઈ લો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત

Leave a comment

Your email address will not be published. Required fields are marked *