ગમે એવા પીઝા બર્ગર ખાઈએ પણ કાઠિયાવાડી ખીચડી અને કઢીની તો વાત જ નિરાળી છે…

કેટલીક સોડમની બરાબરીના કરાય…. જેમકે પ્રથમ વરસાદના ટીપાંથી ભીની થયેલી માટીની સુગંધ, ચુલા પર સીજતી ખીચડીની સુંગઘ, આ બધી સુગંધની તોલે કોઇ ના આવે.

આજે ફરીથી એક વખત કાઠિયાવાડી ડીશ લઈને આવ્યાં છે અમદાવાદના શોભના શાહ જેઓ એમને પીરસવાની આગવી કળા માટે ખૂબ જાણીતાં છે.

ચાલો આજે કાઠિયાવાડી ભોજનની મજા માણીએ.

ભાખરી

ખીચડી

કઠી

દહીં

બટાકા રીંગણનું શાક

પાપડ

આખી થાળી બનાવવા જરૂર પડશે…..

સામગ્રી…

ખીચડી માટે….

1 વાડકી મગની દાળ

2 વાડકી ચોખા

મીઠ

મીઠો લીમડો

લીલા મરચા

લસણની કળી 5 નંગ

એક સમારેલી ડુંગળી

વઘાર….. 2 ચમચી ઘી, રાઈ, હીંગ.

રીત……. સૌ પ્રથમ દાળ ચોખા ધોઈને એક કલાક પલાળી રાખવા. ત્યારબાદ એક કૂકરમાં ઘી તેલ ગરમ થાય એટલે એમા લષણ, લીલા મરચા, લવિંગ હીંગ લીમડો લાલ મરચું, હળદર નાખી હલાવો તરત જ પલાળેલા દાળ ચોખા નાંખી દો. હવે બાકીનો મસાલો અને મીઠું સ્વાદ મુજબ નાંખો. જેટલા વાડકી દાળ ચોખા હોય એનાથી બે ઘણા પાણી ઉમેરી કૂકર બંધ કરી દો. હવે 3 સીટી વગાડો અને ખીચડી તૈયાર…..

કઢી માટે

1 વાડકી છાશ

1 વાડકી પાણી

3 ચમચી ચણાનો લોટ

લીમડો

લીલા મરચા

લવિંગ 3

જીરું

ગોળ

મેથી દાણા

કોથમીર.

વઘાર માટે.. ઘી 2 ચમચી, લીલા મરચા, જીરૂ, લીમડો, હીંગ.

સૌ પ્રથમ તો છાશ પાણી અને ચણાનો લોટ બધું જ બરાબર મિક્સ કરો ત્યારબાદ જ ગેસ પર મૂકવું. દયાન રહે કઢી મોટા વાસણમાં બનાવવી. અને ધીમા તાપે રાખવું.

હવે એમા મીઠુ, લીલાં મરચાં, લીમડો, ગોળ, લવિંગ, બધી જ સામગ્રી નાંખીને હલાવો. સતત હલાવતા રહેવું.

ચાર પાંચ ઊભરા પછી વઘાર માટે વઘારિયામાં ધી ગરમ કરો. એમાં લવિંગ અને જીરૂ નાંખો એની સાથે હીંગ ઉમેરો હવે ગેસ બંધ કરી દો વઘાર કઢી મા રેડો. ઊપરથી કોથમીર નાંખો.

ભાખરી માટે…

ભાખરી નો લોટ એક વાડકી.

2 ચમચા તેલ

મીઠુ

રીત…. લોટમાં તેલ મીઠું નાંખીને કઠણ લોટ બાંધો. હવે નાના નાના ગોળા વાળી ભાખરી વણી લો અને એને ધીમે ધીમે શેકો.

કઢીની સાથે દહીં પણ પીરસી શકાય છે.

આ છે કાઠિયાવાડી મેનુ આપ સૌ માટે…. તૈયાર.

કઢી, ખીચડી, દહીં, ભાખરી, સાથે રીંગણ બટેટા નું શાક, શેકેલો પાપડ હોય પછી શું ખૂટે???? ખાટલો…..????

હા એની સગવડ તમારે કરવી પડશે હોં…. 😄

રસોઈની રાણી : શોભના શાહ.

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *