કાઠીયાવાડી સ્ટાઈલ ગુવાર ઢોકળી – હવે જયારે પણ કાઠિયાવાડી ખાવાનું વિચારો તો આ શાક જરૂર બનાવજો…

આજે આપણે કાઠીયાવાડી સ્ટાઈલ ગુવાર ઢોકળી નું શાક બનાવવાની રીત જોઈશું.આ એકદમ સરસ ટેસ્ટી લાગે છે આપણે ગુવાર નું શાક તો બનાવતા જ હોય છે ગુવાર માં ઢોકળી ખૂબ જ સરસ લાગે છે અને ખાવાની ખુબ જ મજા પણ આવે છે ઢોકળી નો પરફેક્ટ લોટ બાંધવાની અને તેને વણવાની રીત જોઈશું.તો ચાલો જોઈ લઈએ કઈ રીતે બને છે. રેસિપીના અંતમાં વિડિઓ ચેનલ સબ્સ્ક્રાઇબ કરવાની લિંક આપી છે. ચેનલ સબ્સ્ક્રાઇબ કરી વિડિઓ જોવાના કોઈ પૈસા નથી.

સામગ્રી

  • ઝીણો બેસન
  • ઘઉં નો લોટ
  • હળદળ
  • મીઠું
  • અજમો
  • લાલ મરચું પાવડર
  • તેલ
  • ગરમ મસાલો
  • લીલા ધાણા
  • ગવાર
  • લસણ
  • આદુ
  • લીલા મરચા ની પેસ્ટ
  • ધાણાજીરું પાવડર
  • ગરમ મસાલો
  • લીંબુ નો રસ
  • ગોળ

રીત

1- ગુવાર ઢોકળી નું શાક બનાવવા માટે આપણે અહીંયા ૨૫૦ ગ્રામ ગુવાર લઈ લીધી છે અને તેને ધોઈ ને નાના નાના ટુકડા કરી લીધા છે તમે એક ગવાર ના બે ટુકડા પણ કરી શકો છો,બહુ નાના રાખશો તો તે ઓગળી જાય છે.

2- હવે તેને સાઈડ માં રાખી દઈશું અને પહેલા ઢોકળી નો લોટ બાંધી લઈશું, હવે એક બાઉલ લઈ લઈશું અને તેમાં અડધો કપ ઝીણો બેસન લઈ લઈશું. ત્યારબાદ અડધો કપ ઘઉં નો ઝીણો લોટ લઈશું તમે કકરો લોટ પણ લઈ શકો છો.

3- હવે બન્ને લોટ ને મિક્સ કરી લઈશું હવે તેમાં મસાલા કરી લઈશું,હવે તેમાં પા ચમચી હળદર નાખીશું, ત્યારબાદ અડધી નાની ચમચી લાલ મરચું પાવડર નાખીશું, ત્યારબાદ સ્વાદ મુજબ મીઠું નાખીશું અને પા ચમચી અજમો નાખીશું પણ તેને હાથ થી મસળી ને એડ કરવાનો.

4- હવે પા ચમચી ગરમ મસાલો નાખીશું,આ તમારે નાખવો હોય તો તમે નાખી શકો છો, આનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે હવે આપણે ઝીણા સમારેલા લીલાં ધાણા નાખીશું.આનો ટેસ્ટ ખૂબ સરસ આવે છે અને એક ચમચી તેલ નાખીશું હવે બધું સરસ મિક્સ કરી લઈશું.

5- હવે તેમાં આપણે થોડું થોડું પાણી નાખી ને લોટ બાંધી લઈશું આમાં તમે મેથી પણ નાખી શકો છો આપણે ઢીલો લોટ નથી બાંધવાનો પરોઠા જેવો લોટ બાંધી લઈશું.હવે લોટ સરસ બંધાય ગયો છે તો તેમાં હવે થોડું તેલ નાખીશું હવે લોટ ને દસ મિનિટ ઢાંકી ને રહેવા દઈશું.

6- ત્યાં સુધી આપણે ગવાર નો વઘાર કરી લઈશું હવે એક કડાઈમાં બે ચમચી તેલ લઈશું આ શાક માં તેલ નું પ્રમાણ વધારે હોય છે તમે આના થી ઓછું કરી શકો છો, હવે તેલ ને ગરમ થવા દઈશું હવે તેલ ગરમ થાય એટલે બે કડી લસણ ને ઝીણા ઝીણા સમારી લીધા છે તે એડ કરીશું.

7- ગુવાર ના શાક માં લસણ નો વઘાર ખૂબ જ ટેસ્ટી લાગે છે, લસણ થોડું ગુલાબી થાય ત્યાં સુધી સાંતળી લેવાનું છે હવે તેમાં અજમો નાખીશું,હવે તમે વીડિયોમાં જોઈ શકો છો કે લસણ થોડું ગુલાબી થઈ ગયું છે હવે આપણે હીંગ નો વઘાર કરીશું તેનો ટેસ્ટ પણ ખૂબ જ સરસ આવે છે.

8- હવે આપણે એક ચમચી આદુ લસણ ની પેસ્ટ લીધી છે તે એડ કરીશું, ત્યારબાદ એક મોટી ચમચી લીલા મરચાની પેસ્ટ નાંખીશુ,આ શાક માં મસાલા થોડા ચડિયાતા જ નાખવાના છે હવે તેમાં આપણે ધોઈ ને રાખી હતી ગવાર તે એડ કરીશું.અને તેને હવે મિક્સ કરી લઈશું,હવે આપણે બાકી ના મસાલા કરી લઈએ.

9- હવે તેમાં એક મોટી ચમચી લાલ મરચું પાવડર એડ કરીશું.ત્યારબાદ અડધી નાની ચમચી હળદર નાખીશું, ત્યારબાદ એક મોટી ચમચી ધાણાજીરૂ પાવડર એડ કરીશું, ત્યારબાદ સ્વાદ મુજબ મીઠું નાખીશું,હવે મસાલા ને ગવારસીંગ ને એક થી બે મિનિટ માટે તેલ માં સરસ સાંતળી લઈશું.

10- આ રીતે કરવાથી શાક નો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે હવે બે મિનિટ સુધી સરસ સાંતળી લીધું છે જે તમે વીડિયોમાં જોઈ શકો છો હવે તેમાં આપણે પાણી નાખીશું, ધ્યાન રાખવાનું છે કે આપણી ઢોકળી સરસ ચડી જાય એટલું પાણી નાખવાનું છે લગભગ બે ગ્લાસ જેટલું પાણી નાખીશું.

11- આ શાક તમે કૂકર માં પણ બનાવી શકો છો પણ કોઈવાર એવું થતું હોય છે કે આપણી ગવાર વધારે ચડી જતી હોય છે એટલે ઢોકળી ખાવાની મજા નથી આવતી હવે તેને ઢાંકીને કુક થવા દઈશું હવે લોટ ને દસ મિનિટ થઈ ગઈ છે ગુવાર ચડે ત્યાંસુધી આપણે ઢોકળી બનાવી લઈએ.

12- હવે તેના માટે લોટ માંથી નાના બોલ્સ બનાવી લઈશું,અને તેને હાથ થી મસળી ને લીસો કરી ને હથેળી થી દબાવી લઈશું,જે તમે વીડિયોમાં જોઈ શકો છો અને તેને હાથ થી એક સરખો પાતળો કરી લઈશું,હવે આ રીતે બધી ઢોકળી બનાવી લઈએ.તમે વીડિયોમાં જોઈ શકો છો કે બધી ઢોકળી વણી લીધી છે.આપણે અહીંયા આટલી ઢોકળી ત્રણ વ્યક્તિ ને થાય એટલી બનાવી છે.

13-હવે આપણે જોઈ લઈએ કે ગવાર ચડી છે કે નઈ તમે વીડિયોમાં જોઈ શકો છો કે લગભગ ૮૦ ટકા આપણી ગવાર ચડી ગઈ છે,હવે તેમાં ઢોકળી નાખીશું,અને ૨૦ ટકા કુક કરી લઈશું ઢોકળી નાખતી વખતે ધ્યાન રાખવાનું છે કે તેને છૂટી છૂટી નાખવાની નઈ તો ચોંટી જશે.હવે બધી ઢોકળી નાખી દીધી છે તો હવે બધું મિક્સ કરી લઈશું.

14- હવે ઢોકળી ને વચ્ચે વચ્ચે ફેરવતા જઈશું અને જોઈ લેવાની કે ચડી છે કે નઈ અને સરસ ઘટ્ટ રસો પણ થઈ ગયો છે હવે આપણે ચેક કરી લઈએ તો ઢોકળી સરસ ચડી પણ ગઈ છે જે તમે વીડિયોમાં જોઈ શકો હવે તેમાં બાકી ના મસાલા કરી લઈએ,હવે તેમાં એક નાની ચમચી ગરમ મસાલો નાખીશું. ત્યારબાદ તેમાં બે ચમચી ગોળ નાખીશું ત્યારબાદ એક ચમચી લીંબુ નો રસ એડ કરીશું.

15- હવે બધું મિક્સ કરી લઈશું,આ સ્ટેજ પર તમને એવું લાગે કે પાણી ઓછું થઈ ગયું છે કે રસો ઓછો થઈ ગયો છે તો તમે પાણી નાખી શકો છો કારણકે આ ઠંડી થશે એટલે વધારે ઘટ્ટ થશે હવે ફરી તેને બે મિનિટ માટે કુક કરી લઈશું,તમે વિડિયો માં જોઈ શકો છો કે બે મિનિટ થઈ ગઈ છે કેટલું ટેસ્ટી બની છે હવે તેમાં લીલા ધાણા નાખીશું અને ગેસ બંધ કરી દઈશું.તો તમે પણ એકવાર આ રીતે ચોક્કસથી બનાવજો.

વિડિઓ રેસિપી :


રસોઈની રાણી : કલ્પના પરમાર

Youtube ચેનલ : Gujarati Food Kitchen

મિત્રો, અમારી આ ચેનલ સબ્સ્ક્રાઇબ જરૂર કરજો અને આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *