ખજૂરની ખીર – ખાવામાં તો યમ્મી છે જ સાથે સાથે સાથે તમારા સ્વાસ્થ્ય માટે પણ છે ખુબ લાભદાયી…

મિત્રો, ખીર એ આપણી ટ્રેડિશનલ લિકિવડ સ્વીટ ડીશ છે. આજના ફાસ્ટફૂડના યુગમાં પણ ખીરનું સ્થાન આગવું છે.કારણ કે એ સ્વાદમાં એવી તો ટેસ્ટી લાગે છે કે નાના -મોટા હરકોઈને ખુબ જ પસંદ પડે છે. તેથી જ તો વાર -તહેવાર હોય કે શુભ પ્રસંગ ખીર તો દરેક ઘરમાં બનતી જ હોય છે.ખીરમાં દૂઘ સારા એવા પ્રમાણમાં વપરાય છે.

જે ખીરને સ્વાદ સાથે ખુબ જ હેલ્ધી પણ બનાવે છે. આ ખીર ઘણીબધી રીતે બનાવામાં આવે છે. મેં પણ આપની સાથે ખીર બનાવવાની ઘણી -બધી રેસિપીઓ શેર કરેલી છે.પરંતુ આજે હું જે બતાવવા જઈ રહી છું એ છે ખજૂરની ખીર. ખજૂર એ ખુબ જ પૌષ્ટિક છે અને ખાસ કરીને શિયાળામાં ખજૂરનું સેવન સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદારૂપ છે તો ખજૂરની આ નવી વેરાયટી બધાને પસંદ આવશે. તો ચાલો બતાવી દઉં આપણે કઈ રીતે બનાવીશું આ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક એવી ખજૂરની ખીર.

સામગ્રી :

  • Ø 1 લિટર ફેટવાળું દૂઘ
  • Ø 20 નંગ ખજૂર
  • Ø 1/2 કપ ખાંડ
  • Ø 1 ટેબલ સ્પૂન બારીક કાપેલા ડ્રાયફ્રૂટસ
  • Ø ચપટી એલચી પાઉડર

રીત :

1) આ રેસિપી બનાવવા માટે અહિયાં પોચો અને દળદાર ખજૂર લેવાનો છે.ખજૂરના સીડ્સ કાઢી લો.પછી તેમાંથી 15 જેટલા ખજૂરને લાંબા અને પાતળા કાપી લો.અને 5 જેટલા ખજૂરને નાના – નાના ટુકડા માં કાપી લો.

2) હવે ખજૂરના મોટા ટુકડાઓને ગરમ પાણીથી ધોઈ લો.અને પછી તેમાં અડધા કપ ગરમ દૂઘ નાખીને ખજૂરને 30 થી 40 મિનીટ સુધી માટે પલાળી રાખો.

3) ત્રીસેક મિનિટ પછી ખજૂરને મિક્સરમાં ક્રશ કરી પેસ્ટ બનાવી લો.

4) હવે એક જાડા તળિયા વાળી કડાઈ માં દૂધ ઉકાળવા માટે મૂકો. દૂઘને ઘટ થાય ત્યાં સુધી ઉકાળવાનું છે.દૂઘને સતત હલાવતા રહેવાનું છે જેથી દૂઘ નીચે બેસી ના જાય.

5) થોડીજ મિનીટ્સ માં દૂઘ ઘટ થવા લાગે છે. હવે તેમાં 1/2 કપ ખાંડ એડ કરો. ખજૂર એ નેચરલી સ્વીટ હોવાથી અહીંયા આપણે ખાંડ ઓછી લેવાની છે.

6) ખાંડ દૂધમાં ઓગળીને મિક્સ થાય એટલે તેમાં ડ્રાયફ્રૂટ્સના નાના નાના ટુકડા અને દૂઘ ખજૂરની પેસ્ટ એડ કરો અને સતત હલાવતા રહી થોડીવાર માટે ઉકાળો.

7) પછી તેમાં થોડાક નાના ટુકડામાં કાપેલા ખજૂર અને ચપટી એલચી પાઉડર એડ કરો.અને પછી બઘું સારી રીતે મિક્સ કરો.

8) બરાબર મિક્સ કરી સ્ટવની ફ્લેમ ઓફ કરી દો અને ખીરને ઠંડી થવા દો.

9) ઠંડી પડી ગયા બાદ ફ્રિજમાં રાખીને પછી સર્વ કરી શકાય છે.ખીર ઠંડી પડતા ઘટ થઇ જાય છે.અને પછી સર્વિગ બાઉલમાં લઇ તેમાં થોડાક ખજૂરના નાના કટકા અને ડ્રાયફ્રૂટ્સથી ગાર્નિશ કરી સર્વ કરો.

તો તૈયાર છે ખજૂરની ખીર, જે ખુબજ હેલ્ધી અને સ્વાદિષ્ટ છે.અહિયાં આપણે ખજૂરને દુઘમાં પલાળેલ જે,આ રીતે ખજૂરને દુઘમાં પલાળવાથી તેની ન્યુટ્રીશન વેલ્યુમાં વધારો થાય છે. તો આ શિયાળામાં તમે પણ એકવાર અચૂક બનાવજો અને હા મિત્રો, નીચે આપેલ વિડીયો અવશ્ય જોઈ લેજો જેથી બનાવવામાં સરળતા રહે.

વિડીયો ખજૂર ખીર :

રસોઈની રાણી : અલ્કા સોરઠીયા

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *