ખાખરા સેન્ડવિચ – આ વેકેશન માં બાળકો ને આપો હેલ્ધી સેન્ડવિચ. એક નવો સ્વાદ , નવું રૂપ..

ખાખરા સેન્ડવિચ

બાળકો ને ચાટ અને સેન્ડવિચ ખૂબ જ પસંદ હોય છે. તો આ વેકેશન માં બાળકો ને આપો હેલ્ધી સેન્ડવિચ. એક નવો સ્વાદ , નવું રૂપ.. બાળકો ને પસંદ હોય એવી સજાવટ કરો અને જુઓ બાળકો કેટલા ખુશ થાય છે.

અહીં મેં સાદી સેન્ડવિચ માં ઉપયોગ માં આવે એ શાક વાપર્યા છે, કારણ કે આ એક ઝટપટ આઈડિયા છે. સેન્ડવિચ બનાવ્યા પછી પણ તરત જ પીરસવાની છે. તમેં તમારાં પરિવાર ને પસંદ હોય એવું stuffing કરી શકો.

સામગ્રી ::

• 3 નંગ મસાલા ખાખરા

• 1 નંગ બટેટુ

• 1 નાની કાકડી

• 1 નાની ડુંગળી

• 1/2 નંગ ટમેટા

• કોથમીર મરચા ની તીખી ચટણી

• ચાટ મસાલો

• થોડું બટર , ખાખરા પર લગાવવા માટે

• મીઠું , મરચું અને 3 ટીપા તેલ (ડુંગળી માં મસાલા માટે)

• ખમણેલું ચીઝ

રીત :::

સૌ પ્રથમ બટેટા ને ધોઈ ,કુકર માં બાફી લો. બટેટા ની સ્લાઈસ કરતા પહેલા બટેટા ને સંપૂર્ણ ઠરવા દેવા.. બટેટા ઠંડા હશે તો જ એકસરખી સ્લાઈસ થશે. કાકડી ને પણ ધોઈ , છાલ ઉતારી પાતળી સ્લાઈસ કરો ..


ડુંગળી અને ટામેટા ને પણ બારીક સમારી લો. હવે તેમાં મીઠું, 1/6 ચમચી લાલ મરચું અને 3 થી 4 ટીપા તેલ ઉમેરો..


સૌ પ્રથમ 2 ખાખરા માં બટર લગાવો. આપ ચાહો તો બધા માં લગાવી શકો. જોકે આ સેન્ડવિચ માં બટર ની બહુ જરૂર હોતી નથી .


હવે 2 ખાખરા પર તીખી કોથમીર ની ચટણી લગાવો. એમાંથી એક ખાખરા પર બટેટા અને કાકડી ગોઠવો.. એના પર થોડો ચાટ મસાલો છાંટો.


હવે એના પર એક કોરો ખાખરો ,જેના પર આપણે બટર કે ચટણી નથી લગાડ્યા એ મુકો. ખાખરા પર ડુંગળી ટામેટા નું મિક્સર પાથરો.


હવે એના પર ચટણી વાળો ખાખરો ઊંધો મૂકી દો. આપ ચાહો એટલા વધારે કે ઓછા લેયર બનાવી શકો છો.


હવે એના પર ખમણેલું ચીઝ પાથરો અને તરત સર્વ કરો ચટણી કે સોસ સાથે .


નોંધ :

• મેં અહીં ઘરના બનાવેલા મસાલા વાળા ખાખરા વાપર્યા છે. આપ ચાહો તો સાદા કે બજાર માં મળતા નાના ખાખરા પણ વાપરી શકો.

• ખાખરા ના એકસરખા કટકા કરવા અશક્ય છે એટલે આખા ખાખરા માંજ સેન્ડવિચ કરવી.

• મનપસંદ stuffing લઈ શકાય.

• બનાવી ને તરત જ પીરસવું..

રસોઈની રાણી : રૂચી શાહ (ચેન્નાઈ)

 

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *