ભરૂચની પ્રખ્યાત ખારી સીંગ -હવે બહારથી ખરી શીંગ લાવવાની જરૂરત નહિ રહે…

આજે આપણે ભરૂચની પ્રખ્યાત ખારી સીંગ બનાવવાની રીત જોયશુ.મિત્રો ખારી શીંગ તો બધાને ભાવતી હોય છે. બધાની ફેવરિટ હોય છે. આપણે ટ્રાવેલિંગમાં જતા હોય છે. કે બસમાં કે ટ્રેનમાં અથવાં ટૂરમાં ક્યાંક જતા હોઇએ છીએ. ત્યારે આપણને એવું થાય છે કે આપણે આવી ખારી સિંગ ઘરે નથી બનાવી શકતા. પરંતુ જો તમે આ વીડિયો પરફેક્ટ રીતે જોઈને આજ રેસીપી થી બનાવશો તો એકદમ પરફેક્ટ ભરૂચની ખારી સીંગ જેવી જ ખારી સીંગ બનશે. તો તમે આ વીડિયોને અંત સુધી જોતા રેજો.

સામગ્રી

  • કાચા સીંગદાણા
  • મીઠું

રીત-

1- ભરુચની ખારી શીંગ બનાવવા માટે એક બાઉલ લઈશું. તેમાં બે કપ કાચા સીંગ દાણા લઈશું.

2- સીંગદાણાને સાફ કરીને આને મોટા મોટા દાણા લેવાના છે.

3- જો તમારે ભરૂચની ખારી સીંગ જેવી જ બનાવી હોય તો દાણા તમારા સારા કોલેટી ના હોવા જોઈએ.

4- તમે વીડિયોમાં જોઈ શકો છો કે આપણે એકદમ મોટા દાણા લીધા છે. અને તેના કોઈપણ સડેલો કે કોઈ પણ ખોરો દાણો ના હોવો જોઈએ.

5- જો કોઈપણ સડેલો કે ખોરો દાણો હોય તો ખારી સિંગ નું ટેસ્ટ બગાડી નાખે છે.

6- હવે આપણે એક પેન લઈશું. તેમાં આપણે અઢી ગ્લાસ જેટલું પાણી લઈશું. પાણીનું પ્રમાણ તમે વધારે કે ઓછું કરી શકો છો.

7- હવે આપણે પાણીનું પ્રમાણ ઓછું નહીં કરવાનું પણ વધારી શકો છો. અને પાણીને આપણે હુંફાળું ગરમ કરવાનું છે.

8- હવે તેમાં આપણે સ્વાદ મુજબ મીઠું નાખીશું. પાણીને આપણે ઉકાળવાનું નથી. હુંફાળું ગરમ જ કરવાનું છે. હવે આપણે ગેસ બંધ કરી દઈશું.

9- હવે આપણે બધા આ સીંગદાણા ઉમેરી દઈશું. તેને આપણે થોડું હલાવીને મિક્સ કરી લેવાનું છે. અને હવે તેને આપણે ઢાંકીને 20 મિનિટ સુધી રહેવા દઇશું.

10- આમ કરવાથી આપણા સીંગદાણા માં મીઠું સરસ રીતે ભરાઈ જાય છે.

11- હવે તમે વીડિયોમાં જોઈ શકો છો કે આપણા દાણા સરસ ફૂલી ગયા છે. ડબલ થઇ ગયા છે. પરંતુ તેના છોડા નથી ઉખાડવાના.

12- જો પાણી તમે વધારે ગરમ કરશો તો તેના છોડા ઉખડી જશે. એટલે હુંફાળું પાણી ગરમ કરવાનું.

13- હવે આપણે તેને ગયણી મા લઇ ને બધું જ પાણી કાઢી નાખવાનું છે. અને દાણા એકદમ કોરા કરવાના છે.તો આપણે કોટન નું કપડું લઈશું તેમાં સિંગદાણા પાથરી દઈશું. અને તેને ૧૦થી ૧૫ મિનિટ સુધી તેને આમ જ ખુલ્લા રહેવા દઈશું. તેથી બધું જ પાણી નીકળી જાય.

14- આ રીતે કરવાથી જ્યારે આપણે સિંગદાણાને શેકી એ તો બહુ ટાઈમ નથી લાગતો.

15- હવે તમે વીડિયોમાં જોઈ શકો છો કે દસ મિનિટ પછી આપણા સીંગદાણા સરસ કોરા થઇ ગયા છે.

16- હવે આપણે સિંગદાણાને શેકી લઈશું.તો એક પેન માં 300 ગ્રામ મીઠું લઈશું. અને મીઠું થોડું કર કરું લેવાનું છે.અને મીઠા ને ધીમા ગેસ પર ગરમ કરી લઈશું.

17- હવે આપણું મીઠું ગરમ થઇ ગયું છે તો તેમાં બધા સિંગદાણા ઉમેરીશું. જ્યારે તમે સીંગદાણા ઉમેરશો આને ફેરવશો તો તેમાં બધું મીઠું કોટ થઈ જશે.

18- હજુ સિંગદાણામાં થોડી ભીનાશ છે. જેમ જેમ શેકસે તેમ તેમ મીઠું છૂટું પડતું જશે. લગભગ ૧૫થી ૧૮ મિનિટ આપણે સીંગદાણાને ધીમા ગેસ પર સતત ચલાવતા શેકી લઈશું.

19- ઘરે ખારી સીંગ બનાવી ખુબ જ સરળ છે. બસ તમારે ખાલી શેકવામાં ધ્યાન રાખવાનું છે.

20- હવે તમે વીડિયોમાં જોઈ શકો છો કે આપણે 15 મિનિટ થઈ ગય છે. આપણા સીંગદાણા લગભગ થોડા શેકાઈ ગયા છે.

21- હવે આપણે તેને ચેક કરી લઈશું. એક હાથમાં લઇ ચેક કરવાનું છે તમે જોઈ શકો છો કે મીઠું પણ છૂટવા માંડ્યું છે. છોડા ઉખડી જાય છે. પરંતુ સીંગદાણા હજુ અંદરથી ક્રિસ્પી નથી અને કડક નથી થયા.

22- હજુ આપણે ત્રણથી ચાર મિનિટ સુધી શેકાવા દઈશું. સતત હલાવતા રહીશું. સિંગ દાણા ફૂટવા માંડે ત્યારે સમજી લેવાનું કે આપણી ખારી સીંગ થઈ ગઈ છે.

23- હવે તમે વીડિયોમાં જોઈ શકો છો કે આપણી ખારી સીંગ ફૂટવા માંડી છે અને એકદમ ક્રિસ્પી અને કડક થઈ ગઈ છે. અને એકદમ સરસ રીતે છોડા ઉખડી જાય છે.

24- હવે આપણે ગેસ બંધ કરી દઈશું.હવે આપણે ખારી સિંગને ચાડી લેવાની છે જેથી મીઠું બધું નીચે નીકળી જશે.

25- તમે વીડિયોમાં જોઈ શકો છો કે બધું જ મીઠું ચડાય ગયું છે.આ મીઠા ને તમે ડબ્બા માં ભરીને ફરીથી જ્યારે આપણે બનાવીએ ત્યારે યુઝ કરી શકો છો. પાંચ મિનિટ પછી ઠંડી થઈ ગયા પછી અવાજ આવે છે ને એકદમ ક્રિસ્પી બની છે.

26- એકદમ ભરુચની ખારી શિંગ કરતાં પણ સરસ લાગે છે. એકદમ મોટા મોટા દાણા ને તોડી ને જોય સકો છો. તેના છોડા નો પણ અવાજ આવે છે અને સીંગ નો પણ અવાજ આવે છે.

27- આ રેસિપી જો તમને પસંદ આવી હોય તો ચોક્કસથી બનાવજો ખાજો અને ખવડાવશો.

વિડિઓ રેસિપી :


રસોઈની રાણી : કલ્પના પરમાર

Youtube ચેનલ : Gujarati Food Kitchen

મિત્રો, અમારી આ ચેનલ સબ્સ્ક્રાઇબ જરૂર કરજો અને આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *