લીલી હળદર ના લાડું – શરદી, ઉધરસથી લઈને અનેક બીમારી થતી બચાવશે આ લાડુ…

લીલી હળદર ના લાડું..

લિલી હળદર ના ફાયદા :-

૧- શરદી , ખાસી ,આંખ માં ઝામર થઈ હોય તો ઉપયોગ માં લેવાય છે.

૨- જેને કોઢ થયો હોય તે માટે ઉપયોગ થાય છે.

૩- બાળકોના પેટમાં કૃમિ નો નાશ પામે છે.

૪- મૂત્ર ના રોગ માં પણ ઉપયોગ થાય છે.

૫- લોહી ને શુદ્ધ કરે છે.

૬- શ્વાસ, ની તકલીફ અને હેડકી મટાડે છે.

૭-અંદર કે બાહર કોઈપણ જખમ મટાડે છે.

૮- જોઇન્ટ્સ ના તકલીફ માં પણ ઉપયોગ થાય છે .

૯- લિલી હળદર માં પ્રોટીન, કાર્બોહાઇડ્રેટ, આયર્ન, ફોર્સફોરસ, કેલસિઉમ, વિટામિન A અલ્પ માત્રા માં મળે છે.

સામગ્રી :-

  • લિલી હળદર – ૫૦૦ ગ્રામ
  • દેશી ગોળ – ૫૦૦ ગ્રામ
  • કાજૂ – ૫૦ ગ્રામ
  • બદામ – ૫૦ ગ્રામ
  • અકરોડ – ૫૦ ગ્રામ
  • દ્રાક્ષ – ૫૦ ગ્રામ
  • મગજતરી ના બી – ૧/૨ કપ
  • ગ્રેટેડ કોકોનટ – ૧કપ
  • ઘી – ૧૦૦ ગ્રામ
  • મરી પાવડર – ૧ ચમચી

રીત :-

૧- સૌથી પહેલા કઢાઈ માં ઘી લઈ તેમાં બદામ, કાજુ, દ્રાક્ષ, રોસ્ટ કરી લેવા. પછી બાઉલમાં કાઢી તેમાં મખાનાં, મગજતરી ના બી રોસ્ટ કરી લેવા.

૨- હવે હળદરને છોલી પછી છીણી લેવી. કઢયીમાં ૨ ચમચી ઘી લઈ તેમાં છીણેલી હળદર ને શેકી લેવું. હવે બાઉલ માં કાઢી તેમાં સમારેલો ગોળ ઉમેરવો…. મેલ્ટ થાય ત્યાં સુધી થવા દેઉ.

૩- હવે રોસ્ટ કરેલા મખાનાં અને મગજતરી ને ક્રશ કરી ગોળ માં ઉમેરવું…. ત્યાર પછી કાજુ, બદામ , અકરોડ, ને ક્રશ કરી તેમાં ઉમેરવા…

૪- હવે તેમાં શેકેલી હળદર અને કોપરાના છીન ને ઉમેરવું….

સરખું હલાવી બધું મિક્સ કરવું. છેલ્લે મરી પાવડર નાખી સરખું મિક્સ કરી લેવું. હવે મિશ્રણને ઠંડું થવા દેઉ.

૫- પછી તેના લાડું વાળવા.

તો તૈયાર છે એકદમ હેલ્થી લડડું ……….

ટીપ:- મરી પાવડર મિક્સ કરવાથી સ્વાદ સાથે પાચનશક્તિ પણ સારી રહે છે.

રસોઈની રાણી : નેહા આર. ઠક્કર

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *