અમેરિકન મકાઈમાંથી બનાવો એકદમ ટેસ્ટી લીલી મકાઈ નો ચેવડો પરફેક્ટ માપ સાથે

ફૂડ કરિશ્મા – ઘી મેજીકલ કિચનમાં આજે કરિશ્મા પંડયા યુરોપથી સૌને શીખવશે “લીલી મકાઈનો ચેવડો” ખૂબ જ સ્વાદિષ્ટ અને સૌનો મનપસંદ વરસાદની સીઝન માટે પરફેક્ટ ચોઈસ તેમજ એમનેમ પણ બપોરે નાસ્તામાં ખવાઈ એવો ટેસ્ટી ક્રિસ્પી અને ચટાકેદાર બનશે. બાળકોને જ્યારે પણ ભૂખ લાગે ત્યારે એકવાર ઘરે અચૂકથી બનાવી આપજો. એકવાર બનાવીને ચાખશો તો વારંવાર ખાવાનું મન થશે. વિડીયોને છેલ્લે સુધી જોજો કોમેન્ટમાં જણાવજો તમને રેસિપી કેવી લાગી???

સામગ્રી :

  • ૬ મકાઈ
  • ૨ ટેબલ સ્પૂન ઘી
  • ૮ થી ૧૦ કાજુ
  • ૧ ટેબલ સ્પૂન કિશમિશ
  • ૨ તમાલપત્ર
  • ૨ લવિંગ
  • ૧ ટુકડો તજ નો
  • ૧ ટી સ્પૂન રાઈ
  • ૧ ટી સ્પૂન જીરું
  • ૪ થી ૫ મીઠા લીમડા ના પાન
  • ૧.૫ ટેબલ સ્પૂન આદુ મરચા ની પેસ્ટ
  • ૧/૨ ટી સ્પૂન હિંગ
  • ૧ ટેબલ સ્પૂન ખાંડ
  • ૧ ટી સ્પૂન હિંગ
  • ૧ લીંબુ નો રસ
  • ૧ ટી સ્પૂન મરી પાવડર
  • ૧ કપ દૂધ
  • મીઠું સ્વાદ અનુસાર
  • કોથમીર અને કોપરા નું છીણ ઉપર થી ભભરાવવા

રીત :

૧. મકાઈ ને છોલી ને છીણી લો. અડધો કપ મકાઈ ના દાણા કાઢી ને સાઈડ માં મૂકી દો.

૨. હવે એક નોનસ્ટિક પેન માં ઘી મૂકી ને કાજુ કિશમિશ તળી લો.

૩. ઘી ને ગરમ જ રહેવા દઈ ને એમાં તજ, લવિંગ અને તમાલપત્ર ઉમેરો.

૪. એમાં રાઈ અને જીરું ઉમેરી ને તતડવા દો.

૫. હવે લીમડા ના પાન, આદુ મરચા ની પેસ્ટ અને હિંગ ઉમેરો.

૬. આમાં છીણેલી મકાઈ અને મકાઈ ના દાણા ઉમેરી ને ધીમા તાપે હલાવતા હલાવતા સેકો.

૭. આની અંદર સ્વાદ અનુસાર મીઠું ઉમેરો.

૮. મકાઈ સેકાય અને સુગંધ આવે અને થોડો રંગ બદલાય એટલે ધીરે ધીરે દૂધ ઉમેરો.

૯. દૂધ બધું ચૂસાય જાય એટલે ખાંડ ઉમેરો પણ જો મકાઈ મીઠી હોય તો ખાંડ ના નાખો.

૧૦. તીખાશ માટે મરી પાવડર ઉમેરો અને છેલ્લે કોથમીર તેમજ કોપરા ના છીણ થી ગાર્નિશ કરો.

વિડિઓ રેસિપી :


રસોઈની રાણી : કરિશ્મા પંડ્યા

Youtube Link :ચેનલ સાથે જોડાવવા અહીંયા ક્લિક કરો.

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *