નમકીન મુંગદાલ – ખૂબજ સરસ ક્રીસ્પી, ક્રંચી, ટેસ્ટી નમકીન મુંગદાલ ઘરે બનાવી શકશો

નમકીન મુંગદાલ :

સામાન્ય રીતે ચણા, ચણા દાળ, વટાણા, આખા મસુર, મસુર દાળ બધાના નમકીન પેકેટ્સ માર્કેટમાં મળતા હોય છે. અલગ અલગ કંપનીના સરસ ક્રીસ્પી – ક્રંચી નમકીન બધાને ખુબજ પસંદ હોય છે. અહીં હું આપ સૌ માટે મગની ફોતરા વગરની દાળના નમકીન બનાવવા માટેની રેસિપિ આપી રહી છું. મારી આ રેસિપિ ફોલો કરીને તમે પણ ખૂબજ સરસ ક્રીસ્પી, ક્રંચી, ટેસ્ટી નમકીન મુંગદાલ ઘરે બનાવી શકશો. બનાવવા સરળ, ઘરમાંથી જ મળી જતી સામગ્રી તેમજ સ્પાયસીસ જેવાકે લાલ મરચુ પાવડર, ચાટ મસાલો અને સોલ્ટ ઉમેરી આ પોપ્યુલર મંચિંગ સ્નેક ટીપીકલી રેડી મળતા નમકીન મુંગદાલ જેવાજ ઘરે બનશે. અહીં તેમાં થોડા ડ્રાય ફ્રુટ, શિંગદાણા અને સેવ પણ ઉમેર્યા છે તેથી વધારે ટેસ્ટી બનશે.

નમકીન મુંગદાલ બનાવવા માટેની સામગ્રી :

  • ¾ કપ મગની ફોતરાવાળી દાળ
  • 10-12 કાજુના ટુકડા કરી લ્યો
  • 7-8 બદામના મોટા પીસ કરી લ્યો
  • 20-25 કીશમીશ
  • 25-30 શિંગદાણા
  • 10-12 લીમડાના પાન
  • ¼ ટી સ્પુન સોલ્ટ અથવા સ્વાદ મુજબ
  • ¼ ટી સ્પુન કાશમીરી લાલ મરચુ
  • ¼ ટી સ્પુન ચાટ મસાલો
  • નાયલોન સેવ જરુર મુજબ

નમકીન મુંગદાલ બનાવવાની રીત :

સૌ પ્રથમ ¾ કપ ફોતરા વગરની ¾ કપ મગની દાળ લઈ, તેને પાણીથી 2-3 વાર ધોઇ લેવી. ત્યારબાદ તેમાં પૂરતુ પાણી ઉમેરી 4-5 કલાક ઢાંકીને પલાળી રાખવી. અથવા તો ઓવર નાઇટ પણ પલાળી શકાય. બરાબર પલળવાથી દાળ સરસ ક્રીસ્પી બનશે.

હવે 4-5 કલાક બાદ મગની દાલ બરાબર પલળી જાય એટલે તેને એક ચાળણીમાં મૂકી પાણી નિતારી લ્યો.

પાણી બરાબર નિતરી જાય એટલે તેને કોટનના કપડામાં પાથરી કપડાથી જ લુછીને કોરી કરી લ્યો. દાળને માત્ર કોરી જ કરવાની છે, સુકાવા દેવી નહી. માત્ર કોરી થઈ જાય એટલે દાળ ફ્રાય કરવા માટે રેડી છે.

હવે દાળને ફ્રાય કરવા માટે પેનમાં ઓઇલ ગરમ મૂકો. થોડી દાળ ઉમેરીને ચેક કરી લ્યો. તરત જ દાળ ઉપર આવી જાય એટલે ઓઇલ ફ્રાય કરવા માટે રેડી છે.

*ફ્રાય કરવા માટે દાળ થોડી થોડીજ ઓઇલમાં ઉમેરી ફ્રાય કરો. એક સાથે વધારે દાળ ઉમેરવાથી દાળ ક્રીસ્પી નહી થાય.

*શક્ય હોય તો કાણા વાળો બાઉલ જેવો ( પિક્ચરમાં બતાવ્યા પ્રમાણે ) જારો લઈ તેમાં દાળ ફ્રાય કરો.

ઓઇલ બરાબર ગરમ થાય એટલે તેમાં કાણાવાળો બાઉલ જેવો જારો મૂકો. તેમાં 1 થી 1 ½ ચમચા જેટલી દાળ ફ્રાય કરવા માટે ઉમેરો. ( પિક્ચરમાં બતાવ્યા પ્રમાણે )

નાની સ્પુન લઈ તેમાં ફેરવીને દાળ ફ્રાય કરો. ફેરવતા જઈને દાળ ફ્રાય કરવાથી દાળ સરસ ક્રીસ્પી થશે.

હવે મગની દાળ ક્રીસ્પી થઈ ઓઇલમાં ઉપર આવી જાય એટલે કાણા વાળો બાઉલ જેવો જારો ઓઇલમાંથી ઉપર લઈ ઓઇલ નિતારી લ્યો.

હવે ક્રીસ્પી મગની દાળને એક બાઉલમાં ટ્રાંસફર કરી લ્યો. આ પ્રમાણે બધી દાળ ક્રીસ્પી ફ્રાય કરી, નિતારી, બાઉલમાં કાઢી લ્યો.

હવે કાણાવાળા બાઉલ જેવા જારાને ગરમ ઓઇલમાં મૂકી તેમાં 10-12 કાજુના ટુકડા, 7-8 બદામના મોટા પીસ, 20-25 કીશમીશ અને 10-12 લીમડાના પાન ફ્રાય કરી લ્યો. પિંક ફ્રાય થઈ જાય એટલે તેને પ્લેટમાં કાઢી લ્યો. 25-30 શિંગદાણા અલગથી ફ્રાય કરો. કેમકે તેને ડ્રાય ફ્રુટ કરતા ફ્રાય થતા થોડો વધારે ટાઇમ લાગશે. થોડા ઠરે એટલે તેને ફ્રાય કરેલી મગની દાળમાં ઉમેરી દ્યો.

હવે તેમાં ¼ ટી સ્પુન સોલ્ટ અથવા સ્વાદ મુજબ સોલ્ટ, ¼ ટી સ્પુન કાશમીરી લાલ મરચુ અને ¼ ટી સ્પુન ચાટ મસાલો ઉમેરી બધું સરસ થી મિક્ષ કરી લ્યો. તેમાં થોડી નાયલોન સેવ ઉમેરી મિક્ષ કરી લ્યો. ક્રંચી ક્રીસ્પી નમકીન મુંગદાલ સર્વ કરવા માટે રેડી છે.

હવે એક સર્વીગ બાઉલમાં નમકીન મુંગદાલ ભરી તેને ફ્રાય કરેલા કાજુ, બદામ, કીશમીશ, શિંગદાણા અને લીમડાથી ગાર્નિશ કરો.

તહેવારમાં આવેલા ગેસ્ટને નાસ્તા માટે ખૂબજ ટેસ્ટી અને ક્રીસ્પી-ક્રંચી નમકીન મુંગદાલ સર્વ કરો. બધાને ખૂબજ ભાવશે.

તમે પણ મારી આ રેસિપિ ફોલો કરીને ચોક્કસથી ઘરે બનાવજો.

રસોઈની રાણી : શોભના વણપરિયા

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *