મમરા માંથી એકદમ હેલ્ધી અને લો કેલેરી નાસ્તો

આજે આપણે મમરા માંથી એકદમ હેલ્ધી અને લો કેલેરી નાસ્તો બનાવીશું. જે એકદમ સરળ રીતે બને છે.જે લોકો ડાયટ કરતા હોય તેમના માટે બેસ્ટ ઓપ્શન છે ફકત એક નાની ચમચી તેલ માંથી જ બની જાય છે.ભરપુર વેજીટેબલ થી અને પૌષ્ટિક હોય છે જેને તમે સવાર ના નાસ્તા માં અને ડિનર માં પણ ખાઈ શકો છો.અને બન્યા પછી ખૂબ જ સરસ લાગે છે. તો ચાલો બનાવી લઈએ એકદમ હેલ્ધી અને ટેસ્ટી મમરા માંથી બનતો નવો નાસ્તો.

સામગ્રી:

  • મમરા
  • સોજી
  • લસણ અને આદુ ની પેસ્ટ
  • લીલા મરચા ની પેસ્ટ
  • બેકિંગ સોડા
  • તેલ
  • દહીં
  • ડુંગળી
  • ટામેટા
  • કેપ્સિકમ
  • ગાજર
  • કોથમીર
  • ગરમ મસાલો
  • શેકેલા જીરાનો પાઉડર
  • મરી પાવડર
  • મીઠા લીમડાના પાન
  • મીઠું
  • લીંબુ નો રસ

રીત

1- આપણે અહીંયા બે કપ મમરા લઈ લઈશું.તમે કોઈપણ વાડકી નું માપ સેટ કરી શકો છો.અહીંયા આપણે સરસ નાના મમરા જે ભરેલા મમરા આવે છે તે લઈ લીધા છે.હવે આ મમરા ને આપણે પાણી માં પલાળી લઈશું.

2- આમાં આપણે એક ગ્લાસ પાણી નાખીશું.અને મમરા ને આપણે મિક્સ કરી ને પાણી મા પલાળી લઈશું.જેથી આપણા મમરા સરસ સોફ્ટ થઈ જાય. હવે આને દસ થી પંદર મિનિટ પાણી માં જ રહેવા દઈશું.હવે આપણે સોજી ને પણ પલળવાની છે.

3- આપણે અહીંયા અડધો કપ ઝીણી સોજી લઈ લઈશું.હવે તેને એક બાઉલ માં લઇ લઈશું અને પા કપ ખાટું દહીં નાખીશું.જેથી આપણે આ નાસ્તો બનાવીશું તે બહુ સોફ્ટ બનશે.હવે બન્ને સરસ મિક્સ કરી લઈશું.હવે તેમાં થોડું પાણી નાખીશું.

4- હવે દસ મિનિટ થઈ ગઈ છે મમરા સરસ પલળી ગયા છે જે તમે વિડિયો માં જોઈ શકો છો.હવે તેમાંથી બધું જ પાણી કાઢી લઈશું.તેને ગાળી લઈશું, હવે મમરા ને દબાવી ને પણ પાણી કાઢી લઈશું.તમે વીડિયોમાં જોઇ શકો છો કે મમરા એકદમ સરસ કોરા થઈ ગયા છે.

5- હવે આને મિક્સર જારમાં લઈ લઈશું,હવે આપણે સોજી પણ જોઈ લઈશું.તમે વીડિયોમાં જોઇ શકો છો કે સોજી પણ સરસ પલળી ગઈ છે અને ફૂલી પણ ગઈ છે.હવે સોજી પણ મિક્સર જારમાં લઈ લઈશું.આની પેસ્ટ કરવાની છે.

6- હવે તેમાં બે ચમચી પાણી નાખી દઈશું.હવે તમે વિડિયો માં જોઈ શકો છો કે આપણું મિશ્રણ સરસ તૈયાર થઈ ગયું છે.તેને ક્રશ કરવાં માટે પા કપ જેટલું પાણી લીધું હતું હવે તેને એક બાઉલ માં કાઢી લઈશું.અને ત્યારબાદ તેમાં મસાલા કરીશું.

7- સૌથી પહેલા અડધી નાની ડુંગળી ઝીણી સમારી લીધી છે.તમે ના ખાતા હોય તો તમે સ્કીપ કરી શકો છો.હવે એક ગાજર ને છીણી થી ક્રશ કરી લીધું છે તે પણ તેમાં એડ કરીશું ગાજર નો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે.

8- હવે અડધું કેપ્સિકમ ઝીણું સમારી ને એડ કરીશું.ત્યારબાદ એક ટામેટું પણ ઝીણું સમારી ને લઈ લીધું છે.વેજીટેબલ તમે તમારી પસંદ મુજબ લઈ શકો છો.ત્યારબાદ બે મોટી ચમચી લીલા ધાણા નાખીશું.આનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે.

9- આપણે હવે તેમાં આદુ ને લસણ ને વાટી લીધું છે તે એડ કરીશું.ત્યારબાદ એક મોટી ચમચી લીલા મરચા ની પેસ્ટ નાખીશું,તીખાશ તમે તમારા ટેસ્ટ મુજબ લઈ શકો છો.હવે અડધી નાની ચમચી ગરમ મસાલો નાખીશું.ત્યારબાદ અડધી નાની ચમચી શેકેલા જીરાનો પાઉડર નાખીશું.

10- હવે તેમાં અડધી નાની ચમચી મરી નો પાવડર એડ કરીશું.અને સ્વાદ મુજબ મીઠું નાખીશું.અને બે થી ત્રણ મીઠા લીમડાના પાન ને હાથ થી તોડી ને નાખીશું.હવે વધુ ટેસ્ટી બનાવવા માટે અડધા લીંબુ નો રસ નાખીશું.આ નાસ્તો એકદમ હેલ્ધી છે આને તમે સવારે અથવા ડિનર માં પણ ખાઈ શકો છો.

11- હવે તમે વિડિયો માં જોઈ શકો છો કે આપણું મિશ્રણ સરસ મિક્સ થઈ ગયું છે.હવે તેમાં ૧/૪ ટી સ્પૂન બેકિંગ સોડા લઈશું.આ નાખવાથી એકદમ સોફ્ટ બને છે અને ફૂલે પણ છે.હવે એક નોનસ્ટિક ની પેન મૂકી દઈશું.આ નાસ્તો તમે નોનસ્ટિક માં બનાવશો તો ખૂબ જ ઓછા તેલ માં બનશે.

12- હવે એક નાની ચમચી તેલ નાખીશું. અને તેને ચમચી થી સ્પ્રેડ કરી લઈશું.હવે જે મિશ્રણ તૈયાર કર્યું હતું તે એક ચમચો લઈ લઈશું અને તેને ફેલાવિશું નઈ આને થોડું થીક બનાવવાનું છે હવે તેને ઢાંકી ને એક સાઈડ પર કુક થવા દઈશું.હવે તમે વિડિયો માં જોઈ શકો છો કે ઉપર સરસ જાળી જાળી પડી ગઈ છે તો તેને પલટાવી લઈશું.

13- હવે તમે વિડિયો માં જોઈ શકો છો કે એકદમ સરસ શેકાય ગયો છે એકદમ ઓછા તેલ માં થઈ ગયો છે હવે તેને પ્લેટ માં કાઢી લઈશું.હવે બાકી ના આજ રીતે બનાવી લઈશું. તૈયાર છે એકદમ ટેસ્ટી અને હેલ્ધી નાસ્તો જેને આપણે ગ્રીન ચટણી સાથે અને ટામેટા ના સોસ સાથે સૌ કર્યા છે તો તમે પણ એકવાર ચોક્કસથી ટ્રાય કરજો.

વિડિઓ રેસિપી :


રસોઈની રાણી : કલ્પના પરમાર

Youtube ચેનલ : Gujarati Food Kitchen

મિત્રો, અમારી આ ચેનલ સબ્સ્ક્રાઇબ જરૂર કરજો અને આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *