મેંગો રવા કેક – મેંદો બટર કે કન્ડેન્સ મિલ્ક યુઝ કર્યા વગર મેંગો રવા કેક બનાવવાની રીત

આજે આપણે મેંગો રવા કેક બનાવીશું.જે આપણે મેંદો બટર કે કન્ડેન્સ મિલ્ક યુઝ કર્યા વગર બનાવીશું. આ કેક ખાવાની ખૂબ જ મજા આવે છે આ આપણે ઓવન વગર બનાવીશું. જેના ઘર માં ઓવન નથી તે પણ સરળતાથી બનાવી શકે છે. તો ચાલો ઘર ની સામગ્રી માંથી જ બનાવી લઈએ મેંગો રવા કેક. રેસિપીના અંતમાં વિડિઓ ચેનલ સબ્સ્ક્રાઇબ કરવાની લિંક આપી છે. ચેનલ સબ્સ્ક્રાઇબ કરી વિડિઓ જોવાના કોઈ પૈસા નથી.

સામગ્રી:

  • પાકી કેસર કેરી
  • રવો
  • ખાંડ
  • બેકિંગ સોડા
  • બેકિંગ પાઉડર
  • તેલ
  • દૂધ
  • બદામ
  • પિસ્તા
  • કાજુ
  • મેંદો

રીત

1- સૌથી પહેલા આપણે બે કપ રવો લઈશું.રવો તમે નાનો કે મોટો લઈ શકો છો.તેને આપણે મિક્સર જાર માં લઇ લઈશું.હમેશા જ્યારે કેક બનાવો ત્યારે બધી જ વસ્તુ માપ થી જ લેવાની છે તો જ કેક પરફેક્ટ બનશે.

2- હવે આને પીસી લઈશું.તમે વીડિયોમાં જોઇ શકો છો કે આટલું દરદરું હોવું જોઈએ.હવે આને એક બાઉલ માં કાઢી લઈશું.હવે આપણે અહીંયા બે કેસર કેરી લઈ લીધી છે હવે તેને કટકા કરી ને ખાંડ એક નાખી ને મિક્સર જારમાં ક્રશ કરી લઈશું.

3- કેરી એકદમ પાકી અને મીઠી હોય તેવી લેવાની.જો કેરી નો કલર સારો હશે તો કલર નાખવાની જરૂર નહીં પડે. પ્યુરી સરસ થઈ ગઈ છે અને કલર પણ એકદમ સરસ આવ્યો છે જે તમે વિડિયો માં જોઈ શકો છો.

4- હવે સોજી માં અડધો કપ તેલ એડ કરીશું.તેલ કોઈ ફ્લેવર્સ વાળુ નથી લેવાનું.તમે બટર પણ લઈ શકો છો.હવે તેને આપણે મિક્સ કરી લઈશું.હવે તેમાં જે પ્યુરી બનાવી છે તે એડ કરી દઈશું.હવે તેને મિક્સ કરી લઈશું,સરસ મિક્સ થઈ ગયું છે જે તમે વિડિયો માં જોઈ શકો છો સોજી છે એટલે તે ફુલ સે.એટલે તેને ઢાંકી ને રહેવા દઈશું.

5- હવે તેમાં અડધો કપ દૂધ એડ કરીશું. હવે આને પંદર મિનિટ સુધી રહેવા દઈશું.હવે ત્યાં સુધી જે ડબ્બા માં બનાવવાના છે તેને તેલ થી ગ્રીસ કરી લઈશું,હવે તેમાં મેંદો છાંટી લઈશું.ત્યારબાદ તેમાં બટર પેપર મૂકી દઈશું.જેથી આપણી કેક સરસ રીતે બહાર નીકળી જાય.

6- મેંગો કેક ને આપણે કડાઈ માં બનાવીશું.કડાઈ આપણે ઊંડી લેવાની તમે કૂકર માં પણ બનાવી શકો છો.હવે તેમાં એક સ્ટેન્ડ મુકીશું.અને ગેસ ને એકદમ ધીમો રાખીશું.હવે તેને ગરમ કરી લઈશું હવે તમે વિડિયો માં જોઈ શકો છો કે આપણી સોજી સરસ ફૂલી ગઈ છે પંદર મિનિટ થઈ ગઈ છે.હવે તેમાં જરૂર મુજબ દૂધ એડ કરીશું. અત્યારે પા કપ દૂધ એડ કરીશું.

7- જેટલું જરૂર પડશે એટલું નાખતા જઈશું.હવે આપણું કેક નું મિશ્રણ તૈયાર થઈ ગયું છે હવે તેમાં બેકીંગ પાવડર અને બેકિંગ સોડા એડ કરીશું. આપણે બેંકિંગ સોડા બે ટી સ્પૂન જેટલો નાખીશું.ત્યારબાદ અડધી ટી સ્પૂન બેકિંગ પાઉડર નાખીશું.

8- હવે બધું સરસ મિક્સ કરી લઈશું, હવે કાજુ,બદામ અને પીસ્તા ને ઝીણા સમારી લીધા છે તે એડ કરીશું.તમે ટુટીફ્રુટી પણ નાખી શકો છો.તેનો ટેસ્ટ પણ ખૂબ સરસ આવે છે.હવે આપણે જે ડબ્બા માં બનાવવાની છે તે ડબ્બા માં મિશ્રણ એડ કરીશું.

9- હવે ઉપર ગાર્નિશ માટે કાજુ અને બદામ પિસ્તા નાખી દઈશું.હવે આપણે જે કડાઈ મૂકી હતી ગરમ કરવા તેમાં મૂકી દઈશું. હવે તેને ઢાંકી ને લગભગ તેને 45 થી 50 મિનિટ માટે કુક કરી લઈશું.જો તમે ઓવન માં કરો તો 45 મિનિટ થઈ જાય છે પરંતુ કડાઈ માં થોડો ટાઈમ લાગે છે વચ્ચે તેને એકપણ વખત ખોલી ને જોવાનું નથી.

10- ગેસ આપણે ધીમો જ રાખીશું.ઉપર નું ઢાંકણ હમેશા સ્ટીલ નું જ રાખવાનું.હવે તમે વિડિયો માં જોઈ શકો છો કે પચાસ મિનિટ થઈ ગઈ છે તો ચેક કરી લઈશું.તેને વચ્ચે ચપ્પુ નાખી ને ચેક કરી લઈશું. ક્લીન નીકળે તો સમજી લેવાનું કે કેક તૈયાર થઈ ગઈ છે.

હવે ગેસ બંધ કરી ને બરાબર ઠંડી થવા દઈશું.બે થી ત્રણ કલાક પછી તેને બહાર કાઢી લઈશું.

11- તમે વીડિયોમાં જોઇ શકો છો કે કેક એકદમ સરસ થઈ ગઈ છે ત્રણ કલાક થઈ ગયા છે.હવે એક થાળી માં કેક ને બહાર કાઢી લઈશું.હવે નીચે થી જે બટર પેપર લગાવ્યું હતું તેને કાઢી લઈશું.આપણી કેક એકદમ હેલ્ધી બની છે અને એકદમ સ્પોજી બની છે હવે તેને કટ કરી લઈશું.એકદમ ફ્લેવર્સ થી ભરપુર બની છે તો તમે પણ એકવાર ચોક્કસથી બનાવજો.

વિડિઓ રેસિપી :


રસોઈની રાણી : કલ્પના પરમાર

Youtube ચેનલ : Gujarati Food Kitchen

મિત્રો, અમારી આ ચેનલ સબ્સ્ક્રાઇબ જરૂર કરજો અને આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *